મૌની અમાવસ્યા દરમિયાન સ્નાન કરવાથી પાપનું પ્રાયશ્ચિત થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે: ગોપાલગીરી મહારાજ
- 144 વર્ષ પછી મૌની અમાવસ્યા સ્નાનનો યોગ આવ્યો છે
- મૌની અમાવસ્યા શાસ્ત્રોની અંદર સૌથી મોટી અમાવસ્યા કહેવાય
- સિંહસ્થ મહાકુંભનો સંગમ એટલે તેનું મહત્ત્વ વધારે થઈ જાય છે
પ્રયાગરાજ ખાતે આયોજિત 144માં મહાકુંભમાં ઉપસ્થિત રહેલ જુના અખાડાના ઉપાધ્યક્ષ ગોપાલગીરી મહારાજ સાથે ગુજરાત ફર્સ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
Mahakumbh । જુના અખાડાના ઉપાધ્યક્ષ ગોપાલગીરી મહારાજ સાથે EXCLUSIVE । Gujarat First@vishvek11 @myogiadityanath @kpmaurya1 @MahaaKumbh #Mahakumbh #mahakumbh2025prayagraj #Prayagraj #Mahakumbh #kumbhamela #kumbhmela2025prayagraj #gujaratfirst pic.twitter.com/w9qvAOBxEW
— Gujarat First (@GujaratFirst) January 25, 2025
જુના અખડાના ઉપાધ્યક્ષ ગોપાલગીરી મહારાજએ જણાવ્યું કે, 144 વર્ષ પછી મૌની અમાવસ્યા સ્નાનનો યોગ આવ્યો છે. મૌની અમાવસ્યા શાસ્ત્રોની અંદર સૌથી મોટી અમાવસ્યા કહેવાય. અને સિંહસ્થ મહાકુંભનો સંગમ એટલે તેનું મહત્ત્વ વધારે થઈ જાય છે. મૌની અમાવસ્યામાં ભક્તો પોતાના પાપનું પ્રાયશ્ચિત કરીને ડૂબકી લગાવે છે તો તેનું જીવન સફળ થઈ જાય છે.
પ્રયાગરાજમાં ક્યાં સ્નાન કરવું?
પ્રયાગરાજમાં ત્રણ નદીઓનો સંગમ થાય છે અને ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતી નદી એટલે કે તમે મહાકુંમમાં સ્નાન કરવા માંગો છો તો તમે પ્રયાગરાજમાં ક્યાંય પણ સ્નાન કરી શકો છો ગંગામાં સ્નાન કરો કે યમુનામાં સ્નાન કરો એ ત્રણેય નદીઓનો સંગમ જ છે, અને ત્રિવેણી સંગમનું એક અલગ જ મહત્ત્વ છે. ત્યાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો: Mahakumbh: મેં 12 વર્ષ સુધી કઠોર તપ કર્યું, બ્રહ્મચર્ય નિભાવ્યું છે: મહામંડલેશ્વર યમાઈ મમતાગિરિ