Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Uttarayan 2026 : જાણો ઉત્તરાયણના તહેવાર પાછળના રસપ્રદ વૈજ્ઞાનિક તથ્યો

Uttarayan 2026 : ભારતીય સંસ્કૃતિના દરેક તહેવાર પાછળ કોઈ ને કોઈ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું હોય છે. એવો જ એક ઉત્સાહ અને ઉમંગનો તહેવાર એટલે ઉત્તરાયણ. પતંગોથી ભરાયેલા આકાશ અને અગાશીઓ પરના શોરબકોર પાછળ પૃથ્વીની ગતિથી લઈને માનવ શરીરની બાયોલોજી સુધીનું વિજ્ઞાન કામ કરે છે. ચાલો જાણીએ ઉત્તરાયણ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ વૈજ્ઞાનિક તથ્યો.
uttarayan 2026   જાણો ઉત્તરાયણના તહેવાર પાછળના રસપ્રદ વૈજ્ઞાનિક તથ્યો
Advertisement
  • Uttarayan 2026 : ઉત્તરાયણનો દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.
  • દેશના અલગ-અલગ રાજ્યોમાં જુદા નામથી ઓળખવામાં આવે છે
  • ઉત્તરાયણના તહેવાર પાછળ ધાર્મિકની સાથે વૈજ્ઞાનિક તથ્યો

Uttarayan 2026 : ભારતીય સંસ્કૃતિના દરેક તહેવાર પાછળ કોઈ ને કોઈ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું હોય છે. એવો જ એક ઉત્સાહ અને ઉમંગનો તહેવાર એટલે ઉત્તરાયણ. પતંગોથી ભરાયેલા આકાશ અને અગાશીઓ પરના શોરબકોર પાછળ પૃથ્વીની ગતિથી લઈને માનવ શરીરની બાયોલોજી સુધીનું વિજ્ઞાન કામ કરે છે. ચાલો જાણીએ ઉત્તરાયણ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ વૈજ્ઞાનિક તથ્યો.

- ખગોળશાસ્ત્ર: સૂર્યની ઉત્તર તરફની યાત્રા (Astronomy)

'ઉત્તરાયણ' શબ્દ જ તેની ઓળખ આપે છે: ઉત્તર + અયન (ગમન). ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ, પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી નમેલી છે. 21 કે 22 ડિસેમ્બર પછી, પૃથ્વીની સ્થિતિ એવી બદલાય છે કે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ સરકતો દેખાય છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં 'Precession of the Equinoxes' કહી શકાય. આ ફેરફારને કારણે ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના કિરણો વધુ સીધા પડવા લાગે. પરિણામે, શિયાળાની કકડતી ઠંડીમાં ઘટાડો થાય, દિવસો લાંબા થવા લાગે છે અને રાત ટૂંકી થતી જાય. આ બદલાવ પ્રકૃતિમાં નવી ચેતના લાવે છે.

Advertisement

Uttarayan 2026 : હેલિયોથેરાપી અને વિટામિન D

ઉત્તરાયણના દિવસે આપણે કલાકો સુધી અગાશી પર પતંગ ચગાવીએ છીએ. આ માત્ર મનોરંજન નથી, પણ એક પ્રકારની 'Heliotherapy' એટલે કે સૂર્ય સ્નાન ચિકિત્સા ગણી શકાય. શિયાળા દરમિયાન વાતાવરણમાં ભેજ અને બેક્ટેરિયાનું પ્રમાણ વધુ હોય છે. પણ ઉત્તરાયણના દિવસે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણો ત્વચા પર પડતા તે કુદરતી જંતુનાશક તરીકે કામ કરે છે. સાથે સૂર્યના પ્રકાશથી ભરપૂર માત્રામાં વિટામિન D3 મળે. જે હાડકાંમાં કેલ્શિયમના શોષણ માટે અત્યંત જરૂરી છે, આ ક્રિયાથી શિયાળામાં જકડાઈ ગયેલા સાંધા અને સ્નાયુઓને મજબૂતી મળે છે.

Advertisement

- આહાર અને થર્મોજેનેસિસ (Dietary Science)

ઉત્તરાયણમાં તલ અને ગોળની ચીકી ખાવાની પરંપરા છે. તેની પાછળ પણ તર્કબદ્ધ કારણ છે. તલ અને ગોળમાં કોપર, મેગ્નેશિયમ અને આયર્ન જેવા ખનિજો ભરપૂર માત્રામાં હોય છે. જેનાથી શરીરમાં 'થર્મોજેનેસિસ' પ્રક્રિયા થાય. જે આંતરિક ગરમી પેદા કરે છે. તે શરીરના આંતરિક તાપમાનનું સંતુલન જાળવવામાં અને લોહીનું પરિભ્રમણ સુધારવામાં મદદરૂપ થાય છે.

- એકાગ્રતા અને આંખોની કસરત

પતંગ ચગાવવો એ એક માનસિક કસરત પણ છે. જ્યારે આપણે આકાશમાં ઉંચે ઉડતી પતંગ પર સતત નજર ટકાવી રાખીએ છીએ, ત્યારે આંખના સ્નાયુઓની 'Focal Point Exercise' થાય છે. આ ક્રિયાથી દૂરની દ્રષ્ટિ તેજ બને છે અને મગજની એકાગ્રતા શક્તિમાં વધે છે.

એટલે જોવા જઇએ તો, ઉત્તરાયણ એ માત્ર પતંગ ચગાવી બીજાના પતંગ કાપવાની સ્પર્ધા સુધી સીમિત પર્વ નથી. પણ કુદરત સાથે તાલ મિલાવી સ્વાસ્થ્ય સુધારવાનો અવસર છે. આપણી પરંપરાઓ ખરેખર ઊંડા વિજ્ઞાન પર આધારિત છે. આ વર્ષે જ્યારે તમે "કાઈ પો છે"ની બૂમ પાડો. ત્યારે તમારી અંદર ઊર્જાનો સંચાર કરી રહેલા આ વિજ્ઞાનને પણ ચોક્કસ યાદ કરજો.

આ પણ વાંચો : Isabgol or Chia Seeds: ઈસબગુલ કે ચિયા સિડ્સ, સ્વાસ્થ્ય માટે શું છે સારું?, તમે શેને આપો છો પ્રધાન્ય?

Tags :
Advertisement

.

×