Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sahajanand Swami : પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ અધર્મ અંધારું ટાળિયું

ધર્મ અને સેવાને સમાજલક્ષી બનાવવાનું સૌથી મોટું કામ સ્વામિનારાયણ સંપ્રદાયે કર્યું
sahajanand swami   પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ અધર્મ અંધારું ટાળિયું
Advertisement

Sahajanand Swami : આ વાત એ સમયની છે જ્યારે કોલાબાથી કચ્છ સુધીનો આખો વિસ્તાર મુંબઈ રાજ્ય ગણાતું

મુંબઈ રાજ્યના બ્રિટિશ ગવર્નર સર માલકમ રાજના કામે રાજકોટ ગયેલા. રાજકોટમાં એ સમયે સર મિસ્ટર બ્લેન નામે પોલિટિકલ એજન્ટ હતા.

Advertisement

સર માલકમે બ્લેનને કહ્યું, ‘અહીં કોઈ સાધુ છે. લોકો એમને જીવનમુક્તા કહે છે. જે સામાજિક સુધારાનું કામ કરે છે. લોકોને બીડી, સિગારેટ, તમાકુ, દારૂના વ્યસન છોડાવે છે.’‘સતી’ નહીં થવા માટે બહેનોને સમજાવે છે. ચોરી-લૂટફાટ કરનારા માથાભારે લોકોને સદ્માર્ગે વાળે છે.સહજાનંદ કે એવું કંઈક નામ છે એમનું. તેમને મળવાની મારી ઈચ્છા છે. તેમને સંદેશો મોકલો…!

Advertisement

આજના જેવી ઝડપી મોટર, ટ્રેનો, બસો જેવાં વાહનો ત્યારે નહોતાં.

ઘોડેસવાર સર માલકમનો સંદેશ લઈ ગઢડા જવા રવાના થયો.   જઈને સહજાનંદ સ્વામીને સર માલકમનો સંદેશો આપ્યો.

સહજાનંદ સ્વામી ગવર્નરને મળવા રાજકોટ આવ્યા. એ ઐતિહાસિક દીવસ હતો 26મી ફેબ્રુઆરી 1830, બંને વચ્ચે દુભાષિયા દ્વારા સંવાદ થયો.

સહજાનંદ સ્વામી Sahajanand Swamiએ તેમને મધુર મુસ્કાન સાથે આશીર્વાદ આપ્યા. હિન્દુ ધર્મના સારરૂપ પોતે તૈયાર કરેલ ગ્રંથ શિક્ષાપત્રીની નકલ આપીને કહ્યું, આ વાંચજો. સર માલકમે કંઈ કામકાજ હોય તો જણાવવા કહ્યું:

ત્યારે સહજાનંદ સ્વામીએ કહ્યું- કામમાં તો શું, સતીપ્રથા જેવા કુરિવાજો ડામવામાં સરકારી સહાય મળે તો નિર્દોષ સ્ત્રીઓને બચાવવી સરળ રહે.”

હસ્તલિખિત શિક્ષાપત્રી આજેય લંડનના મ્યુઝિયમમાં 

 સર માલકમે ખાતરી આપી કે અમે ટૂંક સમયમાં જ નવજાત બાળકીને દૂધ પીતી કરવા સામે તેમ જ સતી પ્રથા વિરુદ્ધ કાયદો લાવશું. બંનેની મુલાકાત પૂરી થઈ. સહજાનંદ સ્વામીએ સર માલકમને આપેલી એ હસ્તલિખિત શિક્ષાપત્રી આજેય લંડનના મ્યુઝિયમમાં સચવાયેલી પડી છે.

આ સહજાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્ય સ્થાપક. આજે તો સ્વામિનારાયણ સંપ્રદાયનાં દુનિયાભરમાં લાખો ભક્તો છે. સહજાનંદ સ્વામી Sahajanand Swami જેમણે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી.

અત્યંત કુમળી વયે ગૃહત્યાગ કરી તેમણે દેશાટન શરૂ કર્યું 

સહજાનંદ સ્વામીનું મૂળ નામ ઘનશ્યામ આશરે અઢીસો વર્ષ પહેલાં અયોધ્યા પાસે છપૈયા ગામમાં હરિપ્રસાદ બ્રાહ્મણને ત્યાં તેમનો જન્મ થયેલો. યોગ્ય વયે યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા બાદ અત્યંત કુમળી વયે ગૃહત્યાગ કરી તેમણે દેશાટન શરૂ કર્યું.યોગ્ય ગુરૂ પાસે અષ્ટાંગ યોગ પણ નાની ઉમરે સાધ્યો. શાસ્ત્રોનું અધ્યયન કર્યું.

જગન્નાથપુરી, બદ્રીકેદાર, રામેશ્ર્વર, દ્વારકા વગેરે સ્થળે વિચરણ કરતાં કરતાં વિક્રમ સંવત 1856ના શ્રાવણ માસમાં નીલકંઠ સ્વરૂપે વેરાવળ પંથકના લોએજ ગામે મુકતાનંદ સ્વામીના સંપર્કમાં આવ્યા.ત્યાં રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. મુક્તાનંદસ્વામી રામાનંદ સ્વામીના આશ્રમમાં એમના પટ્ટશિષ્ય. નીલકંઠ વર્ણીના દિવ્ય વ્યક્તિત્ત્વ અને અલૌકિક પ્રતિભાથી પ્રભાવિત થઈને મુકતાનંદજીએ ભૂજમાં બિરાજમાન પોતાના ગુરુ રામાનંદ સ્વામીને પત્ર લખી બોલાવ્યા.

રામાનંદ સ્વામીએ તો આવતાવેંત આ અવતારી પુરુષને ઓળખી લીધા. નીલકંઠે તેમને ગુરુપદે સ્થાપ્યા. ટૂંક સમયમાં તેમણે ચોસઠ વિદ્યાઓ ભણી લીધી અને ગુરુની કસોટીમાંથી ઉત્તીર્ણ થયા. તેમના જ્ઞાનથી સંતુષ્ટ થઈને ગુરુએ તેમને પિપલાણામાં દીક્ષા આપી. ગુરુએ તેમને સહજાનંદ અને શ્રીજી નામ આપ્યા અને જેતપુરની ગાદી એમને સોંપવામાં આવી.

હિન્દુધર્મને માત્ર ઊજળિયાતો પૂરતો મર્યાદિત ન રાખ્યો

હિન્દુધર્મને માત્ર ઊજળિયાતો પૂરતો મર્યાદિત ન રાખતા આપે કોળી, મોચી, સુતાર, વાળંદ, પ્રજાપતિ, કાઠી, રબારી, કણબી સમેત સૌને ધર્મલાભ આપ્યો. હિન્દુ ધર્મને સંસ્કૃત શાસ્ત્રો, પુરાણોના સારરૂપે લોકભોગ્ય સ ભાષામાં રજૂ કરતો ગ્રંથ શિક્ષાપત્રી રચ્યો જેમાં સદાચારી  જીવન જીવવાના  સરળ ઉપદેશો હતા. જેવાં કે વ્યસનમાંથી મુક્ત થાઓ. પરસ્ત્રીને માતા સમાન અને પર ધનને ગૌમાટી બરાબર ગણો. સાદું જીવન ગાળો, તમામ કામોને ઈશ્વરના ગણીને નમ્રપણે કરો, નિયમિત પ્રભુસ્મરણ કરો, ગરીબો અને પશુપક્ષી પ્રત્યે પ્રેમ રાખો.

વચનામૃત એ સહજાનંદ સ્વામી Sahajanand Swami એ પ્રબધેલ વચનોનું પાંચ વિદ્વાન સંતો દ્વારા કરાયેલ સંકલન છે. જે સર્વ શસ્ત્રોનો નઓછોડ છે અને એપણ સાવ લોકભોગ્ય ભાષામાં છે, જેના સહારે માનવ આધ્યાત્મિક સિદ્ધિ મેળવી શકે. આ બંને ગ્રંથો સ્વામીશ્રીએ સર્વજીવ હિતાવહ ભાવથી મંગલ માર્ગદર્શિકા તરીકે સ્વયં આલેખ્યા હતા

સુંદર રળિયામણાં મંદિરો  બનાવ્યા

એ પછી સહજાનંદ સ્વામીએ ઊંચનીચના ભેદભાવ વગર સૌ કોઈ પ્રવેશી શકે એવાં સુંદર રળિયામણાં મંદિરો બંધાવવાનું શરૂ કર્યું. તમામ હિન્દુ મંદિરોમાં સૌથી સુંદર નયન મનોહર મંદિરો સ્વામિનારાયણ સંપ્રદાયના હોય છે. સહજાનંદ સ્વામી એટલે કે ભગવાન સ્વામિનારાયણે વડતાલ, અમદાવાદ, ધોલેરા, ભૂજ, જૂનાગઢ અને ગઢડા એમ કુલ છ સ્થળે મંદિરો બનાવ્યા. આ મંદિરોમાં ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, શિવ-પાર્વતી, હનુમાનજી, ગણેશજી અને લક્ષ્મીનારાયણ સ્વરૂપો પૂજાય છે.

સ્વામિનારાયણ સંપ્રદાય વધુ લોકપ્રિય થવાનું કારણ તો સંતો દ્વારા થતા કેળવણીનાં કાર્યો

સ્વામિનારાયણ સંપ્રદાય વધુ લોકપ્રિય થવાનું કારણ તો સંતો દ્વારા થતા કેળવણીનાં કાર્યો છે. ગામેગામ સ્કૂલ, કોલેજો અને હોસ્પિટલો ધમધમે છે. આમ ધર્મ અને સેવાને સમાજલક્ષી બનાવવાનું સૌથી મોટું કામ સ્વામિનારાયણ સંપ્રદાયે કર્યું છે.

ઊંચનીચના ભેદભાવ વગર એમની હોસ્પિટલો સૌની સેવા કરે છે. હવે તો વિદેશોમાં પણ સ્વામિનારાયણ ભગવાનનાં અદ્ભુત મંદિરો બંધાયાં છે. વિદેશોમાં ય ભવ્ય સ્વામિનારાયણ મંદિરો બંધાયાં છે. અમેરિકામાં  ભવ્ય અક્ષરધામ પણ નિર્માણ થયું અને એ હિન્દુ ધર્મનો ડંકો વગાડે છે.  

 ‘ધર્મ જ્ઞેયો સદાચાર’

હવે તો વિશ્વના દરેક લાખો બાળકોને બાળસભાઓ દ્વારા બાળકોને પાયાનું શિક્ષણ,સદવર્તન અને સંસ્કાર આપે છે.  ‘ધર્મ જ્ઞેયો સદાચાર’ એ સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂળ  મંત્ર છે.  દરેક ભક્ત સદાચારી બને તેની ખાસ કાળજી રખાય છે. એનો યશ ભગવાન શ્રી સ્વામિનારાયણને ઘટે છે.

સહજાનંદ સ્વામી Sahajanand Swami ને અવતાર ન ગણીએ કે ઇષ્ટદેવ ન ગણીએ પણ આવા મહાન સંત કે જેમના સંપ્રદાય થકી લાખો હરિભક્તો સદાચારી અને નિર્વ્યસની બની જીવન જીવે એ ધ્યાનમાં લઈએ તો ય એક સમાજ સુધારક ક્રાંતિકારી સંતવર્ય થકી ભારતની ભૂમિ પાવન છે એટલુ તો માનીએ તો ય ઘણું.

આ પણ વાંચો : BAPS Charities Walk-Run 2025 : યુ.એસ. માં 100 થી વધુ શહેરોમાં 45,000 થી વધુ નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા

Tags :
Advertisement

.

×