Vastu Tips for home: તમારા ઘરને ખરાબ નજરથી બચાવા કરો આ ઉપાય,નેગેટિવ ઉર્જા દૂર રહેશે!
- Vastu Tips for home અપનાવો નેગેટિવ ઉર્જા દૂર રહેશે
- ઘર પર ખરાબ નજર ઘણીવાર નકારાત્મક ઉર્જાનો સંકેત હોય છે
- ઘરના મુખ્ય દરવાજા અને પૂજા સ્થળની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો
ઘર પર ખરાબ નજર ઘણીવાર નકારાત્મક ઉર્જાનો સંકેત હોય છે, જે સુખ, શાંતિ અને સ્વાસ્થ્યને અસર કરે છે. યોગ્ય સમયે પગલાં લઈને, તમે તમારા ઘરને ખરાબ નજરથી બચાવી શકો છો. જાણો કે કયા કાર્યો ટાળવા જોઈએ અને કયા પગલાં અપનાવવા જોઈએ.ઘરમાં ખરાબ નજર એક સામાન્ય પણ ગંભીર સમસ્યા છે, જે પરિવારના સુખ, શાંતિ અને સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. ખરાબ નજરને કારણે ઘરેલું ઝઘડા, આર્થિક સંકટ અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ વધી શકે છે. તેથી, તેને હળવાશથી ન લો અને સમયસર સાવચેતી રાખો.
Vastu Tips for home ઘરમાં સ્વચ્છતા રાખો
ઘરના મુખ્ય દરવાજા અને પૂજા સ્થળની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. આ સ્થાનો હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત હોવા જોઈએ કારણ કે ગંદકી નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. ઉપરાંત, ઘરમાં બિનજરૂરી ઝઘડા અને નકારાત્મક વાતચીત ટાળવી મહત્વપૂર્ણ છે.
Vastu Tips for home ખરાબ નજરથી બચાવવા માટે અસરકારક પગલાં
ખરાબ નજરથી બચાવવા માટે, ઘરના મુખ્ય દરવાજા પર લીંબુ-મરચા લગાવવી ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.
તુલસીનો છોડ લગાવવાથી પણ નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
બાળકોના કપડાં પર કાળો દોરો અથવા કાળા તલ બાંધવાથી પણ દુષ્ટ નજરથી રક્ષણ મળે છે.
Vastu Tips for home ધૂપનો અને મંત્ર જાપમાંથી સકારાત્મક ઉર્જા મળશે
ઘરમાં ધૂપ, અગરબત્તી નિયમિત કરો સકારાત્મક ઉર્જાનો સંચાર થશેછ. દરરોજ ગાયત્રી મંત્ર અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી નકારાત્મક અસરો ઓછી થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરની ઉત્તર-પૂર્વ દિશાને સ્વચ્છ અને ખુલ્લી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: Janmashtami 2025 : આ વર્ષે કૃષ્ણ જન્મોત્સવની તિથિ અને મંગલા આરતીનું શુભ મૂહુર્ત જાણી લો