Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rashifal 28 May 2026 : સૂર્યના ઉભયચરી યોગથી આ રાશિઓ થશે માલામાલ!

Rashifal 28 May 2026 : 28 મે, 2026 ના રોજ ગ્રહોની સ્થિતિ મહત્વપૂર્ણ ફેરફારો લાવી રહી છે. આજે ગુરુવારે ચંદ્ર તુલા રાશિમાં સંચાર કરી રહ્યો છે, જ્યારે સૂર્ય વૃષભ રાશિમાં બિરાજમાન થઈને મંગળ અને ગુરુની મધ્યમાં 'ઉભયચરી યોગ'નું નિર્માણ કરી રહ્યો છે. આ ગ્રહોની સ્થિતિ મેષ અને કન્યા સહિત ઘણી રાશિઓ માટે વિશેષ લાભદાયક સાબિત થઈ શકે છે.
rashifal 28 may 2026   સૂર્યના ઉભયચરી યોગથી આ રાશિઓ થશે માલામાલ
Advertisement

Rashifal 28 May 2026 : 28 મે, 2026 ના રોજ ગ્રહોની સ્થિતિ મહત્વપૂર્ણ ફેરફારો લાવી રહી છે. આજે ગુરુવારે ચંદ્ર તુલા રાશિમાં સંચાર કરી રહ્યો છે, જ્યારે સૂર્ય વૃષભ રાશિમાં બિરાજમાન થઈને મંગળ અને ગુરુની મધ્યમાં 'ઉભયચરી યોગ'નું નિર્માણ કરી રહ્યો છે. આ ગ્રહોની સ્થિતિ મેષ અને કન્યા સહિત ઘણી રાશિઓ માટે વિશેષ લાભદાયક સાબિત થઈ શકે છે.ચાલો જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની મેષથી મીન સુધીનું આજનું સંપૂર્ણ દૈનિક રાશિફળ (Daily Horoscope) વિશે શું જણાવે છે.

રાશિફળ જાણો

મેષ: ટીમવર્કમાં સફળતા મળશે. વાતચીતની કળાથી સિનિયર્સ અને ક્લાયન્ટ્સને પ્રભાવિત કરી શકશો. બચત પર ધ્યાન કેન્દ્રિત કરવું હિતાવહ છે.

Advertisement

વૃષભ: જૂના અટકેલા કામો પૂરા કરવામાં વ્યસ્ત રહેશો. કાર્યક્ષેત્રમાં પ્રેશર હોવા છતાં તમારી સૂઝબૂઝ કામ આવશે. ટીકાઓ પર તીખી પ્રતિક્રિયા આપવાનું ટાળો.

Advertisement

મિથુન: ક્રિએટિવ કાર્યો માટે દિવસ સારો છે. આત્મવિશ્વાસ વધશે, પરંતુ ભાવનાઓમાં વહીને કોઈ મોટો નિર્ણય ન લો. ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.

કર્ક: પરિવાર અને ઘરની સુખ-સુવિધાઓ પર ધ્યાન રહેશે. કાર્યક્ષેત્રમાં પ્રોફેશનલ કોન્ટેક્ટ્સથી ધન લાભ થઈ શકે છે. કામની અધિકતાને કારણે થાક અનુભવાય શકે છે.

સિંહ: સાહસ અને સંવાદ કૌશલ વધશે. આજે તમે તમારા વિચારો સ્પષ્ટપણે રજૂ કરી શકશો. વ્યવહારુ નિર્ણયો લેવા માટે દિવસ ઉત્તમ છે.

કન્યા: ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે. વેપાર કે નોકરીમાં નવી તકો મળી શકે છે. માનસિક શાંતિ જાળવી રાખવા માટે પ્રયાસ કરજો.

તુલા: ચંદ્ર તમારા જ રાશિમાં હોવાથી મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ વધશે, પરંતુ કોઈ પણ નિર્ણયમાં ઉતાવળ ન કરવી. કાર્યસ્થળ પર લોકોનું સમર્થન મળશે.

વૃશ્ચિક: આજે ખર્ચ અને આવક વચ્ચે સંતુલન રાખવું જરૂરી છે. વિદેશી સ્ત્રોતોથી લાભ થવાના સંકેત છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

ધન: આર્થિક રીતે આજનો દિવસ સારો છે. મિત્રો અને સંબંધીઓ સાથેના સંબંધોમાં સુધારો આવશે. મહત્વકાંક્ષાઓ પૂરી કરવા માટે યોગ્ય સમય છે.

મકર: કરિયરમાં પ્રગતિની તક મળશે. તમે તમારા લક્ષ્યો તરફ ધ્યાન કેન્દ્રિત કરશો. ઓફિસમાં અધિકારીઓ તમારી મહેનતની પ્રશંસા કરશે.

કુંભ: નસીબનો સાથ મળશે. લાંબા ગાળાના આયોજન માટે દિવસ સારો છે. સામાજિક માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.

મીન: ભાગદોડભર્યો દિવસ રહેશે. માનસિક તણાવથી બચવા માટે શાંતિથી કામ લેવું. આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે.

Tags :
Advertisement

.

×