Rashifal 12 May 2026: મંગળવારનો દિવસ કોના માટે લાવશે આર્થિક લાભ અને કોણે રહેવું પડશે સાવધ? વાંચો વિગતવાર
Rashifal 12 May 2026: 12 મે 2026, મંગળવાર આજે વિક્રમ સંવત 2082, વૈશાખ માસ વદ દશમ છે. આજકાલની ભાગદોડભરી જિંદગીમાં દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય વિશે જાણવા ઉત્સુક હોય છે. 12 મે, 2026 ને મંગળવારના રોજ ગ્રહોની ચાલ કેવી રહેશે અને કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થશે, તે વિશેની સંપૂર્ણ વિગત અહીં આપવામાં આવી છે. ત્યારે એસ્ટ્રોલોજન મોનાલી સોની શું કહે છે આવો જાણીએ..
આજનું રાશિફળ- 12 મે, 2026 (મંગળવાર)
મેષ રાશિ (Aries): તાલમેલથી મળશે મોટી સફળતા
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સક્રિયતા બતાવવાનો છે. આર્થિક કાર્યોમાં સકારાત્મકતા વધશે. યોજનાઓ ગતિ પકડશે અને શુભ સૂચના મળવાથી આત્મવિશ્વાસમાં વધારો થશે. પરીક્ષા અને સ્પર્ધાના ક્ષેત્રમાં તમારો પ્રભાવ જળવાઈ રહેશે.
શુભ રંગ- ચમકીલો લાલ
શુભ અંક- 3, 6, 9
ઉપાય- હનુમાનજીની પૂજા કરો અને લાલ વસ્તુઓનું દાન કરો.
વૃષભ રાશિ (Taurus): પદ-પ્રતિષ્ઠામાં થશે વૃદ્ધિ
આજે તમને આકર્ષક પ્રસ્તાવો મળી શકે છે. વ્યવસાયમાં દૂરદર્શિતા બતાવવાથી લાભ થશે. પેતૃક સંપત્તિના મામલામાં સુધારો થશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને સામાજિક માન-સન્માન વધશે.
શુભ રંગ- કાંસા જેવો
શુભ અંક- 3, 6, 9
ઉપાય- હનુમાનજીની વંદના કરો અને સહયોગની ભાવના કેળવો.
મિથુન રાશિ (Gemini): ભાગ્યનો મળશે ભરપૂર સાથ
ભાગ્યની વિશેષ કૃપાથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. આધ્યાત્મિકતામાં રસ વધશે અને અનુભવી લોકોની સલાહ કામ લાગશે. પ્રોફેશનલ ક્ષેત્રમાં તમારો પ્રભાવ અને આકર્ષણ વધશે. સફળતાની ટકાવારી ઊંચી રહેશે.
શુભ રંગ- બદામી
શુભ અંક- 3, 5, 9
ઉપાય- ધર્મસ્થળના દર્શન કરો અને લાલ વસ્તુઓનું દાન કરો.
કર્ક રાશિ (Cancer): ધૈર્ય અને અનુશાસનની જરૂર
આજે તમારે કામકાજમાં ઉતાવળ કરવાને બદલે ધૈર્ય રાખવાની જરૂર છે. શિસ્તબદ્ધ રીતે આગળ વધશો તો સફળતા મળશે. સ્વાસ્થ્ય બાબતે જરા પણ બેદરકારી ન રાખવી. નાણાકીય લેવડ-દેવડમાં સ્પષ્ટતા રાખવી જરૂરી છે.
શુભ રંગ- ગુલાબી
શુભ અંક- 2, 3, 9
ઉપાય- વાણીમાં નમ્રતા રાખો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
સિંહ રાશિ (Leo): લેવડ-દેવડમાં સાવધાની રાખવી
આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. સાથીદારો સાથેના સંબંધો મજબૂત થશે, પરંતુ આર્થિક લેવડ-દેવડમાં અત્યંત સાવધાની રાખવી જરૂરી છે. ભાગીદારીના કામમાં સક્રિયતા જાળવી રાખો. અંગત બાબતોમાં પારદર્શિતા રાખવી.
શુભ રંગ- ગુલાબી
શુભ અંક- 1, 3, 9
ઉપાય- સૂર્ય નારાયણને જળ અર્પણ કરવું અને હનુમાન ચાલીસા વાંચવી.
કન્યા રાશિ (Virgo): મહેનતનું મળશે મીઠું ફળ
વર્કફ્રન્ટ પર તમારી મહેનત રંગ લાવશે. વ્યાવસાયિક સંબંધોમાં સુધારો થશે. વિરોધીઓ પર વિજય મેળવશો. લાંબા ગાળાના લક્ષ્યો પર ધ્યાન આપો. સેવાકીય કાર્યોમાં રુચિ વધશે.
શુભ રંગ- ઘાટો લીલો
શુભ અંક- 3, 5, 6
ઉપાય- ગાયને લીલું ઘાસ ખવડાવવું અને જરૂરિયાતમંદને લાલ વસ્તુનું દાન કરવું.
તુલા રાશિ (Libra): શિક્ષણ અને કળામાં પ્રગતિ
વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ છે. કલા અને સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવી તકો મળશે. મિત્રો સાથે મનોરંજનની પળો માણશો. બૌદ્ધિક ચર્ચાઓમાં તમે આગળ રહેશો.
શુભ રંગ- આછો વાદળી
શુભ અંક- 3, 6, 9
ઉપાય- હનુમાનજીના મંદિરે તેલ અને સિંદૂર અર્પણ કરવું.
વૃશ્ચિક રાશિ (Scorpio): સુખ-સુવિધામાં વધારો થશે
ભૌતિક સુખ-સુવિધાઓ પર ધ્યાન આપશો. વાહન કે મકાન ખરીદવાના યોગ બની રહ્યા છે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે વડીલોની સલાહ ચોક્કસ લો.
શુભ રંગ- કેસરી
શુભ અંક- 3, 7, 9
ઉપાય- મંગળવારનું વ્રત કરવું અથવા સુંદરકાંડના પાઠ કરવા.
ધનુ રાશિ (Sagittarius): સામાજિક વર્તુળ વધશે
તમારી વાણી અને વ્યવહારથી લોકો પ્રભાવિત થશે. ટૂંકી મુસાફરીના યોગ છે જે ફાયદાકારક રહેશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો સુધરશે. નવા સંપર્કો વ્યવસાયમાં મદદરૂપ થશે.
શુભ રંગ- પીળો
શુભ અંક- 1, 3, 9
ઉપાય- માથા પર કેસરનું તિલક કરવું અને મોટા વડીલોના આશીર્વાદ લેવા.
મકર રાશિ (Capricorn): આર્થિક લાભના સંકેત
ધન પ્રાપ્તિના નવા માર્ગો ખુલશે. બચત કરવામાં સફળ રહેશો. મહેમાનોના આગમનથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. પરિવારમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે.
શુભ રંગ- રાખોડી
શુભ અંક- 3, 8, 9
ઉપાય- પક્ષીઓને ચણ નાખવી અને શનિ સ્તોત્રનો પાઠ કરવો.
કુંભ રાશિ (Aquarius): આત્મવિશ્વાસમાં ઉછાળો આવશે
આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાથી માનસિક શાંતિ મળશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભા નિખરશે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે.
શુભ રંગ-આછો વાદળી
શુભ અંક- 3, 8, 9
ઉપાય- પીપળાના ઝાડ પાસે દીવો પ્રગટાવવો અને મંત્રજાપ કરવા.
મીન રાશિ (Pisces): ખર્ચ પર કાબૂ રાખવો
આજે બિનજરૂરી ખર્ચ વધી શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર મળી શકે છે. માનસિક તણાવથી દૂર રહેવા માટે યોગ અને ધ્યાનનો સહારો લેવો.
શુભ રંગ- સોનેરી
શુભ અંક- 1, 3, 9
ઉપાય- મંદિરમાં ચણાની દાળનું દાન કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો.


