Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tulsi Mala : હિન્દુ ધર્મમાં તુલસીની માળાને આપવામાં આવ્યું છે વિશેષ મહત્વ

હિન્દુ ધર્મમાં તુલસીને લક્ષ્મીમાતા (Goddess Lakshmi) નું સ્વરુપ ગણાવામાં આવે છે. તેથી તુલસી કાષ્ટમાંથી બનતી માળાનું પણ વિશેષ મહત્વ છે. વાંચો વિગતવાર.
tulsi mala   હિન્દુ ધર્મમાં તુલસીની માળાને આપવામાં આવ્યું છે વિશેષ મહત્વ
Advertisement
  • હિન્દુ ધર્મમાં તુલસી કાષ્ટમાંથી બનતી માળાનું પણ વિશેષ મહત્વ છે
  • તુલસી માળા સાથે જાપ કરવાથી લક્ષ્મીનારાયણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે
  • તુલસી માળા ધારણ કરતી વખતે કેટલાક ચોક્કસ નિયમોનું પાલન જરુરી છે

Tulsi Mala : હિન્દુધર્મમાં શુક્રવારનો દિવસ લક્ષ્મીજીને સમર્પિત માનવામાં આવે છે. તેમજ લક્ષ્મીજી (Goddess Lakshmi)ને તુલસીનું સ્વરુપ ગણવામાં આવે છે. તેથી જ તુલસી કાષ્ટમાંથી બનતી માળાનું વિશેષ મહત્વ છે. તુલસી માળાને ધારણ કરવાથી તેમજ માળા દ્વારા જાપ કરવીથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ (Lord Vishnu) ના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. જો કે તુલસી માળાને ધારણ કરવાના કેટલાક ચોક્કસ નિયમો પણ છે. તુલસી માળાને સાથે રાખતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

તુલસી માળા સાથે મંત્રજાપ આપે છે ખાસ ફળ

હિન્દુ ધર્મમાં તુલસી માળા પહેરવાનું વિશેષ મહત્વ વર્ણવામાં આવ્યું છે. તુલસી માળા (Tulsi Mala) ને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. આ માળામાં વિદ્યુત શક્તિ હોય છે અને તુલસી માળા ધારણ કરવાની સાથે લક્ષ્મી માતાના બીજ મંત્રોનો જાપ પણ લાભદાયી માનવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિને નાણાકીય સંકટમાંથી મુક્તિ મળી શકે છે. જો કે શાસ્ત્રોમાં આ પવિત્ર માળા પહેરવા માટે ઘણા મહત્વપૂર્ણ નિયમો વર્ણવામાં આવ્યા છે.

Advertisement

તુલસી માળા ધારણ કરવાની પદ્ધતિ

શાસ્ત્રોમાં તુલસી માળા (Tulsi Mala) ને સોમવાર, ગુરુવાર, શુક્રવાર અથવા એકાદશીના દિવસે તુલસી માળા પહેરવી શ્રેષ્ઠ ગણાય છે. તુલસી માળા પહેરતા પહેલા, સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. આ પછી સ્વચ્છ કપડાં પહેરીને તુલસી માળા પહેરવી જોઈએ. આ રીતે તુલસી માળા પહેરવી શુભ માનવામાં આવે છે. આનાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવા લાગે છે અને નકારાત્મકતા દૂર થાય છે. તુલસી માળા પહેરતા પહેલા, તમે તેને ગંગાજળમાં બોળીને પણ બહાર કાઢી શકો છો. એવું માનવામાં આવે છે કે ગળામાં માળા પહેરવી શ્રેષ્ઠ છે. તેને પહેર્યા પછી, કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર તુલસીની માળા પહેરતી વખતે, વ્યક્તિએ સાત્વિક જીવન જીવવાનો સંકલ્પ લેવો જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ. જો તમે તુલસીની માળા પહેરી રહ્યા છો તો તમારે માંસાહારી ખોરાક અને દારુથી દૂર રહેવું જોઈએ. જો તમે આ નિયમોનું ધ્યાન નહિ રાખો તો તમારે અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે અને જીવનમાં અવરોધો આવવા લાગે છે.

Advertisement

આ પણ વાંચોઃ Rashifal 20 June 2025 : આજે રચાયો છે સર્વાર્થ સિદ્ધિ યોગ, આ રાશિના જાતકો પર થશે મા લક્ષ્મીની વિશેષ કૃપા

તુલસીમાળા માટે પ્રતિબંધિત સ્થળો

તુલસીની માળા ખૂબ જ પવિત્ર છે. આવી સ્થિતિમાં કેટલીક જગ્યાએ તેને પહેરવી પ્રતિબંધિત માનવામાં આવે છે. જેમાં શૌચાલય, સ્મશાન વગેરે સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તુલસીની માળા કોઈપણ અશુદ્ધ જગ્યાએ લઈ જવી જોઈએ નહીં કે પહેરવી જોઈએ નહીં. આમ કરવાથી, વ્યક્તિને નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત, આ પવિત્ર માળા પહેરીને, વ્યક્તિએ તમામ પ્રકારના અનૈતિક કાર્યોથી દૂર રહેવું જોઈએ.

આ પણ વાંચોઃ Shivling Pooja : શિવલિંગની પૂજા અને પરિક્રમાના કેટલાક નિયમો જાણો, આજે સોમવારથી જ અનુસરો

(આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Gujarat First આ માહિતીની અસરકારકતાની પુષ્ટિ કરતું નથી.)

Tags :
Advertisement

.

×