Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Pratyangira Devi Temple : નરસિંહ સ્વરૂપે બિરાજમાન માતાજી

Pratyangira Devi Temple નું અનોખું મંદિર ઉજ્જૈનમાં આવેલું છે, દેવી બગલામુખીની જેમ, માતા પ્રત્યંગીરાને તંત્રના દેવી તરીકે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તેમના દર્શન કરવાથી શરીરની બધી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. જો કોઈએ તંત્રનો અભ્યાસ કર્યો હોય, તો મંદિરમાં એક ખાસ વિધિ કરી શકાય છે. ભક્તો દુશ્મનોને હરાવવા માટે માતા પ્રત્યંગીરાની પણ પૂજા કરે છે
pratyangira devi temple   નરસિંહ સ્વરૂપે બિરાજમાન માતાજી
Advertisement
  • Pratyangira Devi Temple નું અનોખું મંદિર ઉજ્જૈનમાં આવેલું છે
  • અહીંયા માતાજી નરસિંહ સ્વરૂપે બિરાજમાન છે
  • રામાયણ કાળમાં દેવીનો ઉલ્લેખ હોવાનું જાણવા મળી રહ્યું છે

Pratyangira Devi Temple : આ દેશમાં મહાભારત અને રામાયણ યુગના અસંખ્ય પ્રાચીન મંદિરો આવેલા છે. પાંડવોએ દેશભરમાં શિવ અને દેવી ભવાનીને સમર્પિત અસંખ્ય મંદિરો સ્થાપ્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે ઉજ્જૈનમાં, દેવી ભગવતીના એક અનોખા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, જે ભગવાન નરસિંહની (Narasimhi Devi) છબી જેવું લાગે છે? મંદિરમાં રહેલી દેવી રાક્ષસ રાવણની કુળદેવી છે, જે અજેયતા અને દુશ્મનોના વિનાશનું વરદાન આપે છે.

Advertisement

Pratyangira Devi Temple, સ્વરૂપ અન્ય અવતારોથી અલગ છે

દેવી પ્રત્યંગીરાનું મંદિર (Pratyangira Devi Temple) ઉજ્જૈનમાં (Ujjain) પ્રખ્યાત મહાકાલ, અને દેવી બગલામુખી મંદિરોની વચ્ચે સ્થિત છે. આ મંદિર ભૈરવગઢ રોડ પર બગલામુખી ધામ પાસે આવેલું છે. દેવી પ્રત્યંગીરાનું સ્વરૂપ દેવીના અન્ય અવતારોથી અલગ છે, અને ક્રોધ દર્શાવે છે. તેમનો ચહેરો સિંહ જેવો છે, અને તેમનું બાકીનું શરીર દેવી જેવું છે. દેવીનું આ સ્વરૂપ સિંહની ગર્જના કરે તેવો આભાસ થાય છે. જ્યારે દેશભરમાં દેવીના ઘણા રુદ્ર અને ક્રોધિત અવતારોની પૂજા થાય છે, ત્યારે દેવી પ્રત્યંગીરા દેવી અલગ તરી આવે છે.

Advertisement

આ પણ વાંચો --------Jaladhari Temple Mysterious Cave : પ્રકૃતિ જાતે કરે શિવજીનો અભિષેક !

Pratyangira Devi Temple, તંત્રના દેવી તરીકે પૂજવામાં આવે છે

દેવી બગલામુખીની જેમ, માતા પ્રત્યંગીરાને તંત્રના દેવી તરીકે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તેમના દર્શન કરવાથી શરીરની બધી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. જો કોઈએ તંત્રનો અભ્યાસ કર્યો હોય, તો મંદિરમાં એક ખાસ વિધિ કરી શકાય છે. ભક્તો અકાળ મૃત્યુના ભયને દૂર કરવા, અને દુશ્મનોને હરાવવા માટે માતા પ્રત્યંગીરાની પણ પૂજા કરે છે. તાંત્રિકો તેમના આધ્યાત્મિક વ્યવહારને પૂર્ણ કરવા માટે મંદિરમાં રાત્રિ વિધિઓ પણ કરે છે.

Pratyangira Devi Temple, ક્રોધથી દેવતાઓ અને રાક્ષસો બંને ભયભીત

પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે ભગવાન વિષ્ણુએ તેમના ભક્ત પ્રહલાદનું રક્ષણ કરવા માટે ભગવાન નરસિંહનું રૂપ ધારણ કર્યું હતું, ત્યારે હિરણ્યકશિપુને માર્યા પછી, પણ તેમનો ક્રોધ અકબંધ રહ્યો હતો. ભગવાન નરસિંહના ક્રોધથી દેવતાઓ અને રાક્ષસો બંને ભયભીત થયા હતા. બધા દેવતાઓના આહ્વાન પછી, માતા પ્રત્યંગીરા પ્રગટ થયા, અને ભગવાન નરસિંહને શાંત કર્યા હતા.

રામાયણમાં માતા નિકુમ્બલા દેવીનો પણ ઉલ્લેખ

અત્રે નોંધનીય છે કે, દેવી પ્રત્યંગીરાને દેવી નિકુમ્બલાનું સ્વરૂપ માનવામાં આવે છે, જેની પૂજા રાવણ અને તેમના પુત્ર મેઘનાદ દ્વારા કરવામાં આવે છે. રામાયણમાં માતા નિકુમ્બલા દેવીનો પણ ઉલ્લેખ છે કે કેવી રીતે યુદ્ધમાં જતા પહેલા રાવણ અને તેના પુત્ર મેઘનાદે વિજય પ્રાપ્ત કરવા માટે માતાની વિશેષ વિધિઓ કરી હતી.

ડિસ્કલેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, પંચાંગ, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે ગુજરાત ફર્સ્ટ જવાબદાર નથી.

આ પણ વાંચો ------- Mahakaleshwar Ujjain : આરતીમાં ભાગ લેવાની પ્રક્રિયા સરળ બનાવાઇ

Tags :
Advertisement

.

×