Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Sakhi Ke Hanumanji Temple : સ્ત્રી સ્વરૂપે પૂજાતા બજરંગ બલીનું અનોખું મંદિર

આનંદ રામાયણ મુજબ, જ્યારે હનુમાનજી સીતા માતાને શોધવા માટે લંકા ગયા, ત્યારે તેમણે એક સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું. આનંદ રામાયણમાં, હનુમાનના સ્ત્રી સ્વરૂપનું વર્ણન આ શ્લોકમાં કરવામાં આવ્યું છે, "चारुशिला नामक सखी सदा रहत सिय संग, इत दासी उत दास हैं, त्रिया तन्य बजरंग।." અર્થાત, હનુમાનજીએ ચારુશીલા નામની સખી બનીને સીતા માતાની સેવા કરતા હતા.
sakhi ke hanumanji temple   સ્ત્રી સ્વરૂપે પૂજાતા બજરંગ બલીનું અનોખું મંદિર
Advertisement
  • ઝાંસીમાં હનુમાનજીનું અનોખું મંદિર આવેલું છે
  • આ મંદિરમાં હનુમાનજીની સ્ત્રી સ્વરૂપે પૂજા થાય છે
  • હનુમાનજી ખરેખર તો ચિરંજીવ છે
  • હનુમાનજીના સખી સ્વરૂપની આનંદ રામાયણમાં ઉલ્લેખ હોવાની માહિતી

Sakhi Ke Hanumanji Temple : હનુમાનજીને શક્તિશાળી ભગવાન માનવામાં આવે છે. તેમના અનેક સ્વરૂપો છે, જેમ કે, સંકટ મોચન, બાલ હનુમાન, વીર હનુમાન અને પંચમુખી હનુમાન. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક પ્રાચીન મંદિર છે, જ્યાં હનુમાનજીને દેવી તરીકે શણગારવામાં આવે છે. દૂર-દૂરથી ભક્તો તેમના દર્શન કરવા માટે આ મંદિરમાં આવે છે, અને હનુમાનજીના આ સ્વરૂપને જોઈને અસમંજસમાં મુકાઇ જાય છે. આ મંદિરની કહાની પણ ખૂબ જ રસપ્રદ છે.

Advertisement

ઝાંસીની પસંદગી કરવામાં આવી

સ્થાનિક લોકોનું કહેવું છે કે, લગભગ 500 વર્ષ પહેલાં, સખી બાબા નામના એક દિવ્ય સંત ઓરછામાં રહેતા હતા. એક રાત્રે, હનુમાનજી તેમને સ્ત્રીના રૂપમાં દર્શન આપ્યા, અને તેમને આ સ્વરૂપને એક ખાસ સ્થળે સ્થાપિત કરવાની સાથે તેની પૂજા કરવા કહ્યું હતું. સખી બાબાએ હનુમાનજીના આ અનોખા સ્વરૂપને સ્થાપિત કરવા માટે ઝાંસીની પસંદગી કરી, અને સખી હનુમાન મંદિરનો પાયો નાખ્યો હતો. ત્યારથી, હનુમાનજીની પૂજા અહીં તેમના દેવી (સ્ત્રી) સ્વરૂપમાં કરવામાં આવે છે.

Advertisement

ચારૂશીલા બનીને માતાજીની સેવા કરી

વાલ્મીકિ રામાયણ કે અન્ય રામાયણમાં હનુમાનજીના સ્ત્રી સ્વરૂપનું વર્ણન નથી, પરંતુ આનંદ રામાયણમાં જ જાણવા મળે છે. તે મુજબ, જ્યારે હનુમાનજી સીતા માતાને શોધવા માટે લંકા ગયા, ત્યારે તેમણે એક સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું. આનંદ રામાયણમાં, હનુમાનના સ્ત્રી સ્વરૂપનું વર્ણન આ શ્લોકમાં કરવામાં આવ્યું છે, "चारुशिला नामक सखी सदा रहत सिय संग, इत दासी उत दास हैं, त्रिया तन्य बजरंग।." અર્થાત, હનુમાનજીએ ચારુશીલા નામની સખી બનીને સીતા માતાની સેવા કરતા હતા.

ડિસ્કલેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, પંચાંગ, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે ગુજરાત ફર્સ્ટ જવાબદાર નથી. 

આ પણ વાંચો ------- Numerology : આ મૂળાંક સાથે જોડાયેલી છોકરીઓ માથાભારે, સ્વાભિમાન સાથે સમજોતો નહીં

Tags :
Advertisement

.

×