Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Unlucky Number : ગાડીના નંબરની પસંદગીમાં આ વાતનું ખાસ ધ્યાન રાખો !

Unlucky Number પહેલાથી જ જાણી લેવા કાર માલિક માટે હિતાવહ માનવામાં આવે છે, અંકશાસ્ત્ર 3 વિવિધ આંકડાને કાર માટે અશુભ માને છે, તમારી કારનો નંબર આ ત્રણ નંબરોમાંથી એક હોવું, સારો સંકેત નથી. આવા વાહનો ઘણીવાર સમસ્યાનો સામનો કરે છે, જેમ કે વારંવાર બ્રેકડાઉન, ખર્ચમાં વધારો અથવા અકસ્માત. જ્યારે પણ તમે બહાર જાઓ, ત્યારે કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે.
unlucky number   ગાડીના નંબરની પસંદગીમાં આ વાતનું ખાસ ધ્યાન રાખો
Advertisement
  • Unlucky Number પહેલાથી જ જાણી લેવા કાર માલિક માટે હિતાવહ
  • ત્રણ વિવિધ અંકને અશુભ માનવામાં આવતા હોવાની લોકમાન્યતા
  • અશુભ નંબરો વાહન ચાલકો માટે મુસીબલ લાવતા હોવાનો મત

Unlucky Number : વાહનનો નંબર પસંદ કરતી વખતે અંકશાસ્ત્રને ધ્યાને રાખવું અત્યંત મહત્વપૂર્ણ છે. અંકશાસ્ત્ર અનુસાર (Numerological Advise), ચોક્કસ નંબરોની પસંદગી ટાળવી જોઈએ. એવું કહેવાય છે કે, આ નંબરોવાળા વાહન તેના માલિક માટે મુશ્કેલી લાવી શકે છે.

Unlucky Number, અણધારી સમસ્યાને આમંત્રણ

અંકશાસ્ત્ર 3 વિવિધ આંકડાને કાર માટે અશુભ માને છે, તમારી કારનો નંબર આ ત્રણ નંબરોમાંથી એક હોવું, સારો સંકેત નથી. આવા વાહનો ઘણીવાર કોઈને કોઈ સમસ્યાનો સામનો કરે છે, જેમ કે વારંવાર બ્રેકડાઉન, ખર્ચમાં વધારો અથવા અકસ્માત. જ્યારે પણ તમે આ નંબર ધરાવતા વાહનમાં બહાર જાઓ છો, ત્યારે કોઈને કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો ----------- Gen Z પર નવું ભૂત સવાર, ડેટિંગ માટે કેફે છોડીને કબ્રસ્તાન બન્ચું પહેલી પસંદ

Unlucky Number, ગુસ્સા કર કાબુ રાખવો જરૂરી

અંકશાસ્ત્ર અનુસાર, 9 નંબર મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. આ આંક આક્રમક ઉર્જા આકર્ષે છે. જો વાહનનો નંબર 9 હોય, તો માલિક વાહન ચલાવતી વખતે ગુસ્સો અથવા આક્રમકતા દર્શાવી શકે છે. આવા લોકોએ હંમેશા તેમની ગતિ પર નિયંત્રણ રાખવું જોઈએ અને ઉતાવળથી વાહન ચલાવવાનું ટાળવું જોઈએ. નહિંતર, વાહનને નુકસાન અથવા અકસ્માત થવાનું જોખમ વધી જાય છે.

સારા પરિણામો લાવતી નથી

9 નંબરની જેમ, 8 નંબર પણ કાર માટે અશુભ માનવામાં આવે છે. 8 નંબર શનિ ગ્રહનું પ્રતીક છે. જો કાર નંબર 8 હોય, તો કાર ખરીદ્યા પછી વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વધુમાં, અકસ્માતોનું જોખમ વધે છે, અને સફળતામાં વિલંબ થાય છે. એવું માનવામાં આવે છે કે, 8 નંબરવાળી કાર માલિક માટે સારા પરિણામો લાવતી નથી.

ખર્ચામાં વધારા તરફ લઇ જાય

અંકશાસ્ત્ર અનુસાર, 4 નંબર રાહુનું પ્રતિનિધિત્વ કરે છે. 4 નંબર કાર માટે સૌથી ખરાબ માનવામાં આવે છે. જો કાર નંબર ચાર હોય, તો તેના પ્રભાવથી અચાનક બ્રેકડાઉન, વારંવાર અકસ્માતો અને કાર સંબંધિત ખર્ચમાં વધારો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ડિસ્કલેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, પંચાંગ, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે ગુજરાત ફર્સ્ટ જવાબદાર નથી. 

આ પણ વાંચો ----------- Hotel Room માં મુકેલા વિવિધ ટુવાલ નો કદ પ્રમાણે ઉપયોગ જાણી લો !

Tags :
Advertisement

.

×