Iran vs US-Israel Conflict : Baba Vanga ની ભવિષ્યવાણીને લઇને ખૌફ
- Iran vs US-Israel Conflict વચ્ચે બાબા વાંગાની ભવિષ્યવાણી ભારે ચર્ચામાં
- વર્ષ 2026 માં ત્રીજા વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતી અંગે બાબાએ જાણ કરી હતી
- હાલની પરિસ્થિતી પ્રમાણએ બાબાની આગાહી સાચી પડી રહી હોવાનો મત
Iran vs US-Israel Conflict : ઇઝરાયલ-અમેરિકન સંયુક્ત હુમલાના જવાબમાં, ઇરાને પણ વળતો પ્રહાર કર્યો (Iran vs US-Israel Conflict) હોવાનું સામે આવ્યું છે, સાઉદી અરેબિયા, યુએઈ અને કતારમાં પ્રચંડ વિસ્ફોટો ગુંજી રહ્યા છે. ઇરાને દુબઈ અને અબુ ધાબી જેવા ખાડી શહેરો પર પણ મોટો હુમલો કર્યો છે, જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ, બહેરીનની રાજધાની મનામા અને કતારની રાજધાની દોહામાં પણ વિસ્ફોટો સંભળાયા છે. ઇરાને આ હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. આ હુમલાઓ વચ્ચે, બાબા વેંગા (Bulgarian Mystic Healer - Baba Vanga) દ્વારા વર્ષ 2026 માટે કરવામાં આવેલી ભયાનક ભવિષ્યવાણી સાચી પડી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો -------- Israel Iran War : ઈરાન ઈઝરાયેલ યુદ્ધે લીધું વરવું સ્વરૂપ, ઈઝરાયલની એર સ્ટ્રાઇકથી ઈરાનમાં 36થી વધુ વિદ્યાર્થીઓના મોત
Iran vs US-Israel Conflict, મોટું યુદ્ધ ફાટી નીકળશે
ભવિષ્યવાણી કરતા અંધ બલ્ગેરિયન ભવિષ્યવેત્તા બાબા વાંગાએ દાવો કર્યો હતો કે, ત્રીજું વિશ્વ યુદ્ધ 2026 માં શરૂ થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2026 યુદ્ધ અને વિનાશનું વર્ષ હશે. બાબા વાંગાએ આગાહી કરી હતી કે, વિશ્વના પૂર્વ ભાગમાં એક મોટું યુદ્ધ ફાટી નીકળશે, જે ખૂબ જ વિનાશક સાબિત થશે.
Iran vs US-Israel Conflict, યુદ્ધે વિશ્વભરના લોકોને ડરાવી દીધા
તેમણે તેમ પણ કહ્યું હતું કે, આ યુદ્ધ ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં ફેલાશે. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદ, એવું કહેવામાં આવી રહ્યું છે કે, બાબા વાંગાની ભવિષ્યવાણી સાચી પડી છે. આ દેશો વચ્ચેના યુદ્ધે વિશ્વભરના લોકોને ડરાવી દીધા છે.
અમેરિકા અને રશિયા ટકરાશે
બાબા વાંગાએ આગાહી કરી હતી કે, માર્ચ-એપ્રિલ 2026 માં ભયંકર યુદ્ધ ફાટી શકે છે. આ યુદ્ધ પછી, બાબા વાંગાની બીજી ભવિષ્યવાણી લોકોને વધુ ડરાવી રહી છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે, રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા શક્તિશાળી દેશો યુદ્ધમાં એકબીજાનો સામનો કરી શકે છે.
યુરોપને ઉજ્જડ ભૂમિમાં ફેરવી દેશે
બાબા વાંગાએ તેવી પણ આગાહી કરી હતી કે, યુદ્ધની સૌથી વધુ અસર વિશ્વના પશ્ચિમ ભાગ પર પડશે, જેમાં યુરોપને સૌથી વધુ નુકસાન થશે. તેમણે ઉમેર્યું હતું કે, આ વિનાશ યુરોપને ઉજ્જડ ભૂમિમાં ફેરવી દેશે. તેમણે રશિયાના એક મુખ્ય વૈશ્વિક શક્તિ તરીકે ઉદભવ વિશે પણ વાત કરી હતી.
આ પણ વાંચો -------- ઈરાન કંઈ વેનેઝુએલા નથી, US-Israel ને મિસાઈલોથી કરી શકે છે મોટું નુકશાન


