Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ઉત્તરાયણનું મહત્વ અલગ-અલગ દ્રષ્ટિકોણથી જાણો, એક જ ક્લિકમાં

વર્ષમાં પહેલો તહેવાર ઉત્તરાયણનો આવે છે. ઉત્તરાયણને મકરસંક્રાંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. ઉત્તરાયણ જોડે અનેક પ્રચલિત વાતો-કથા, અને કિસ્સા જોડાયેલા છે. અહિં તમને વિદ્વાન, જ્યોતિષ, ધાર્મિક ગ્રંથ અને વૈજ્ઞાનિક મહત્વ જણાવવા જઇ રહ્યા છીએ. જે તમે આ પહેલા નહીં જાણતા હોવ, આ જાણકારી તમને ઉત્તરાયણ પર્વ જોડે ખાસ રીતે જોડાવવામાં મદદરૂપ થશે.
ઉત્તરાયણનું મહત્વ અલગ અલગ દ્રષ્ટિકોણથી જાણો  એક જ ક્લિકમાં
Advertisement
  • ઉત્તરાયણ વર્ષનો સૌથી પહેલો આવતો તહેવાર છે
  • આ દિવસની અલગ અલગ કારણોસર ઉજવણી કરવામાં આવે છે
  • અહિં તમને ચાર અલગ દ્રષ્ટિકોણથી મહત્વ જાણવા મળશે
  • ઉત્તરાયણ બાદ દિવસો લાંબા અને રાત ટૂંકી થતી જાય છે

Uttarayan - Makar Sankranti Update : ગુજરાતમાં મકરસંક્રાંતિને ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પતંગ ચગાવે છે, અને તલ-ગોળના લાડુ ખાય છે. સાથે જ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને જરૂરિયાતમંદોને દાન આપવાનું પણ વિશેષ મહત્વ છે. દર વર્ષની જેમ, આ વર્ષે પણ 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ ઉજવવામાં આવશે. મહાભારતમાં પણ ઉત્તરાયણનું મહત્વ જણાવાયું છે. ઉત્તરાયણનું માત્ર ધાર્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક મહત્વ પણ છે, પરંતુ તેની પાછળનું વિજ્ઞાન બહુ ઓછા લોકો જાણે છે. ઉત્તરાયણ અને તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ વિશે ચાલો જાણીએ વધુ...

Advertisement

દિવસો લાંબા અને રાત ટૂંકી થાય

વિદ્વાનોના મતે, સૂર્ય દર 30 દિવસે પોતાની રાશિ બદલે છે. જ્યારે પણ સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે, ત્યારે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. જ્યારે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને ધનુ સંક્રાંતિ કહેવામાં આવે છે, અને જ્યારે તે મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિ સૂર્યની ઉત્તર ગોળાર્ધ તરફ ગતિ દર્શાવે છે, જેના કારણે દિવસો લાંબા અને રાત ટૂંકી થાય છે. આ પ્રસંગને ઉત્તરાયણ ઉજવવામાં આવે છે.

Advertisement

સુર્યપ્રકાશ લાંબા સમય સુધી પૃથ્વી પર રહે

જ્યોતિષશાસ્ત્રમાં, સૂર્યને બે તબક્કાઓ તરીકે વર્ણવવામાં આવ્યા છે : દક્ષિણાયન અને ઉત્તરાયણ. જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધથી દક્ષિણ ગોળાર્ધ તરફ જાય છે, ત્યારે તેને દક્ષિણાયન કહેવામાં આવે છે, અને જ્યારે તે ઉત્તર ગોળાર્ધ તરફ જાય છે, ત્યારે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે. ઉત્તરાયણ દરમિયાન, દિવસો લાંબા હોય છે, અને સૂર્યપ્રકાશ લાંબા સમય સુધી પૃથ્વી પર રહે છે, જે વધુ ઊર્જા પ્રદાન કરે છે. તેથી, ઉત્તરાયણને વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

58 દિવસ બાળ શય્યા પર સુઇ રહ્યા

ધાર્મિક ગ્રંથોમાં, ઉત્તરાયણને દેવતાઓનો દિવસ કહેવામાં આવે છે, અને દક્ષિણાયનને દેવતાઓની રાત્રિ કહેવામાં આવે છે. દિવસ રાત્રિ કરતાં વધુ મહત્વપૂર્ણ છે, તેથી, ઉત્તરાયણ દક્ષિણાયન કરતાં વધુ મહત્વપૂર્ણ છે. એવું પણ માનવામાં આવે છે કે, ઉત્તરાયણ દરમિયાન મૃત્યુ પામેલા લોકો મોક્ષ મેળવે છે. તેથી, ભીષ્મ પિતામહે 58 દિવસ સુધી બાણની શય્યા પર સૂઈને ઉત્તરાયણની રાહ જોઈ, અને પછી જ પોતાનો જીવ ત્યજ્યો હતો.

વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતીઓ બનાવે

ઉત્તરાયણનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. સિદ્ધાંત મુજબ, સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કર્યા પછી, એટલે કે, ઉત્તરાયણની શરૂઆતમાં, દિવસો લાંબા અને રાત ટૂંકી થવા લાગે છે. જેમ જેમ દિવસ લંબાય છે, તેમ તેમ સૂર્યના કિરણો પૃથ્વી પર લાંબા સમય સુધી રહે છે, જે પાકને પાકવામાં મદદ કરે છે, અને વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવે છે. આ મહત્વને સમજીને, આપણા ઋષિઓ અને સંતોએ ઉત્તરાયણ ઉજવવાની પરંપરા શરૂ કરી છે.

ડિસ્કલેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, પંચાંગ, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે ગુજરાત ફર્સ્ટ જવાબદાર નથી.

આ પણ વાંચો --------  Sakhi Ke Hanumanji Temple : સ્ત્રી સ્વરૂપે પૂજાતા બજરંગ બલીનું અનોખું મંદિર

Tags :
Advertisement

.

×