VADODARA : પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓ માટે વડોદરાવાસીઓનો નિશુલ્ક કેમ્પ
Prayagraj Mahakumbh : મહાકુંભનો આજે 15મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમારી સમક્ષ રજૂ કરાઇ રહ્યો છે. તેમાં પ્રયાગરાજમાં ગુજરાત ફર્સ્ટનું 'મહાકુંભથી મહાકવરેજ' ચાલી રહ્યું છે. ગંગા, સરસ્વતી, યમુનાના સંગમ સાથે ભજન, ભકિત, ભાવનુ સંગમ એટલે મહાકુંભ. પ્રયાગરાજના મહાકુંભમાં રોજ લાખોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ત્યારે વડોદરાના તાજપુરા આશ્રમના સ્વયંસેવકો દ્વારા શ્રદ્ધાળુઓ માટે નિશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આંખોના નંબરની તપાસ ચશ્મા, તથા દવાઓની નિશુલ્ક સેવા-સારવાર આપવામાં આવી રહી છે.
મોદીજી અને યોગીજી જેવું કોઇ કરી શકે નહીં
વોલંટીયરએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતમાં જણાવ્યું કે, અહિંયા આનંદની અનુભૂતિ થઇ રહી છે. અમે વડોદરાના છાણીથી આવીએ છીએ. નારાયણ ધામ, આરોગ્યનો આશ્રમ છે. અમે આંખની હોસ્પિટલની મોબાઇલ સેવા આપી રહ્યા છે. આંખોના નંબર તપાસવા, દવાઓ, ચશ્મા, નિશુલ્ક સેવા કરવા માટે આવ્યા છે. અમે સેક્ટર 22 માં રહીએ છીએ. મોદીજી અને યોગીજીએ જે કરી બતાવ્યું છે, તેવું કોઇ કરી શકે નહીં. જે કર્યું તે સારામાં સારુ અને ભવ્યાતિ ભવ્ય કર્યું છે.
પાવાગઢની તળેટીમાં અમારો આશ્રમ આવેલો છે
વધુમાં તેમણે જણાવ્યું કે, અમે 22, જાન્યુઆરીથી અહિંયા આવ્યા છીએ. અને 5, ફેબ્રુઆરી સુધી અહિંયા રોકાવવાના છીએ. તાજપુરા નારાયણ આરોગ્ય ધામ, આશ્રમથી અમે કેમ્પ કરવા માટે આવ્યા છીએ. પાવાગઢની તળેટીમાં અમારો આશ્રમ આવેલો છે. સારામાં સારો અનુભવ છે, સારા રોડ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો --- Prayagraj: મહાકુંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રિવેણી સંગમમાં કર્યું પવિત્ર સ્નાન, જુઓ Video


