Vastu Tips : નવા વર્ષે જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે આ છોડ જરૂર વાવો !
- નવા વર્ષે જીવનમાં નવી ઉર્જા સાથે આગળ વધવા વાસ્તુ-ફેંગશુઇ પ્રમાણે છોડ વાવો
- ઘર-ઓફિસમાં વાંસનો છોડ (લકી બામ્બુ પ્લાન્ટ) લગાવો
- છોડની નિયમીત કાળજી તમારા જીવનમાં સકારાત્મત પરિવર્તન લાવશે
Vastu Tips For Lucky Bamboo Plant : ઘર-ઓફિસમાં સુખ-સમૃદ્ધિ લાવે તેવા અનેક વૃક્ષ અને છોડનો વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ છે. આમાંથી એક વાંસ (લકી બામ્બુ પ્લાન્ટ) નો છોડ છે. વાસ્તુશાસ્ત્રઅને ફેંગશુઈમાં વાંસના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, જે ઘરમાં વાંસનો છોડ હોય ત્યાંથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે. વાસ્તુ નિષ્ણાંતોના મતે આર્થિક સંકટને દૂર કરવા માટે ઘર કે ઓફિસમાં વાંસનો છોડ લગાવવો આવશ્યક છે. વાંસનો છોડ માત્ર દેખાવે સુંદર જ નથી, પણ તે ઘરમાંથી વાસ્તુ દોષોને પણ દૂર કરે છે. ફેંગશુઈમાં, આ છોડને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે નવા વર્ષમાં સુખ-સમૃદ્ધિ ઇચ્છતા હોવ તો ઘર અથવા ઓફિસ ડેસ્ક પર વાંસનો છોડ રાખી મુકો.
વાંસનો છોડ મુકવાની યોગ્ય દિશા
વાંસનો છોડ હંમેશા ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. આ દિશામાં વાંસનો છોડ લગાવવો શુભ ફળદાયી માનવામાં આવે છે, કારણ કે તેને ધનની દિશા માનવામાં આવે છે. આ છોડને ઘરની ઉત્તર દિશામાં રાખવાથી કામમાં પ્રગતિ થાય છે. આ સિવાય તેને બાળકોના સ્ટડી રૂમમાં રાખવાથી તે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. ઉપરાંત, તેને ઓફિસ ડેસ્ક પર રાખવાથી પ્રગતિની તકો ઊભી થાય છે.
વાંસના છોડના આ રહ્યા ફાયદા
આ છોડને ઘર અથવા ઓફિસ ડેસ્ક પર રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘર અથવા ઓફિસમાં જ્યાં પણ વાંસનો છોડ રાખવામાં આવે છે, તે સુખ અને સમૃદ્ધિ લાવે છે. આ ઉપરાંત, તે માનસિક સ્વાસ્થ્ય પર પણ હકારાત્મક અસર કરે છે, તેવી માન્યતા છે.
વાંસનો છોડ રોપવાના નિયમો આ રહ્યા
- વાંસની દાંડીને લાલ રિબનથી બાંધીને કાચના વાસણમાં રાખવાથી વધુ અસરકારક નિવડે છે.
- ઘરમાં રાખેલા વાંસના છોડમાં હંમેશા પાણી ઉમેરતા રહેવું જોઈએ.
- વાંસના છોડને ક્યારેય પણ સુકાવા દેશો નહીં.
- જે પાત્રમાં વાંસનો છોડ વાવવાનો હોય તેમાં વાદળી રંગનો પથ્થર ભૂલ્યા વગર મૂકો.
વાંસના છોડની આ રીતે કાળજી લો
- વાંસના છોડમાં વધુ પડતા પાણીનો ઉપયોગ કરશો નહીં, કારણ કે તેનાથી છોડ સડી જવાની શક્યતા વધે છે.
- આ છોડને સીધા સૂર્યપ્રકાશમાં રાખવો જોઈએ નહીં. તેનાથી છોડ સુકાઈ જવાનો ભય છે.
- સમયાંતરે છોડનું પાણી બદલતા રહેવું જોઇએ.
- જો છોડના પાંદડાનો રંગ પીળો થઈ ગયો હોય તો તેને જાતે કાઢી નાંખવા.
Disclaimer : આ લેખમાં દર્શાવેલ ટિપ્સ, સૂચનો અને માહિતી માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક સલાહ તરીકે સમજવી જોઈએ નહીં. Gujarat First News તેની સત્યતા, ચોકસાઈ અને અસરકારકતા માટે જવાબદારી લેતું નથી.
આ પણ વાંચો -------- Vastu Tips : ઘરમાં ભૂલથી પણ ન ઉગાડતા આ છોડ, આર્થિક સંકટ અને સમસ્યાઓ થશે બમણી ! જાણો


