Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Vastu Tips : 2026ની શરુઆત પહેલા ઘરમાં અપનાવો આ વાસ્તુ ટીપ્સ, આર્થિક સંકટ થશે દૂર

Vastu Tips : નવા વર્ષમાં દરેક વ્યક્તિને સુખ,સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો કરવાની ઈચ્છા હોય છે. ત્યારે આજે અમે તમને વાસ્તુની કેટલીક એવી ટીપ્સ જણાવીશું જેને અપનાવવાથી નવા વર્ષમાં આર્થિક સંકટ દૂર થઈ શકે છે. નાની વાસ્તુની ટીપ્સ અપનાવી આ વર્ષે સકારાત્મક ઉર્જા વધારવા અને તમારા ઘરમાં ખુશી લાવી શકો છો.
vastu tips   2026ની શરુઆત પહેલા ઘરમાં અપનાવો આ વાસ્તુ ટીપ્સ  આર્થિક સંકટ થશે દૂર
Advertisement
  • Vastu Tips : વાસ્તુની આ ટીપ્સ તમને કરશે માલામાલ
  • 2026ની શરુઆત પહેલા ઘરમાં કરો આ બદલાવ
  • નવું વર્ષ અંકશાસ્ત્ર અનુસાર સૂર્યનું વર્ષ છે.

Vastu Tips : નવું વર્ષ 2026 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે અંકશાસ્ત્ર અનુસાર, 2026 સૂર્યનું વર્ષ છે, અને ચોક્કસ પગલાં લઈને, તમે તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો કરી શકો છો. જ્યોતિષ ડૉ. નીતિશા મલ્હોત્રાના જણાવ્યા મુજબ, સૂર્યના આ નવા વર્ષમાં, તમે નાની વાસ્તુની ટીપ્સ અપનાવી આ વર્ષે સકારાત્મક ઉર્જા વધારવા અને તમારા ઘરમાં ખુશી લાવી શકો છો.

 તાંબાનો સૂર્ય ઘરમાં રાખો

તમારા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં તાંબાનું સૂર્ય યંત્ર સ્થાપિત કરવાનું ભૂલશો નહીં. આ યંત્ર ફ્લોરથી 7 ફૂટ ઉપર સ્થિત હોવું જોઈએ. નવા વર્ષમાં દરરોજ સવારે ઉઠીને સ્નાન કર્યા પછી, આ સૂર્ય યંત્ર પર ગંગા જળ છાંટો અને તેના પર સિંદૂરનું તિલક લગાવો.

Advertisement

કુબેર પ્રતિમા આ દિશામાં રાખો (Vastu Tips)

વાસ્તુ અનુસાર  (vastu Tips) ઘરની ઉત્તર દિશાને ધનની દિશા પણ કહેવામાં આવે છે. આ દિશામાં ભગવાન કુબેરની મૂર્તિ સ્થાપિત કરો. આને પાણીના તત્વની દિશા પણ માનવામાં આવે છે. પાણી સાથે સંબંધિત કોઈપણ વસ્તુ રાખવાથી અથવા વાસણમાં પાણી ભરી રાખવાથી પણ લાભ મળે છે.

Advertisement

ચાંદીના વાસણમાં ચોખા ભરો

ચાંદીના વાસણમાં ચોખા ( Rice in a silver pot) ભરીને તેને ઉત્તર દિશામાં રાખવાથી પણ ખૂબ જ શુભ પરિણામો મળે છે. આનાથી ઘરમાં પૈસાનો પ્રવાહ સુગમ રહે છે અને ધીરજ સાથે નાણાકીય યોજનાઓ બનાવવામાં મદદ મળે છે. આ દિશામાં કચરો કે ભારે વસ્તુઓ રાખવાનું ટાળો; આ તમારા જીવનમાં મુશ્કેલીઓ લાવી શકે છે.

 તિજોરીમાં લાલ કે પીળું કપડું પાથરો

તિજોરીમાં હંમેશા સ્વચ્છ લાલ કે પીળો કપડું રાખો. તેની અંદર સોના કે ચાંદીના સિક્કા અને દાગીના રાખવાનું ભૂલશો નહીં. જો ઈચ્છો તો, તમે રોકડ કે સોનાના દાગીના પણ રાખી શકો છો. તમે તિજોરીમાં હળદરનો ગઠ્ઠો, લક્ષ્મી યંત્ર, શ્રી યંત્ર અથવા કુબેર યંત્ર પણ રાખી શકો છો.

સૂર્યમુખીનો છોડ ઘરે ઉગાડો

ઘરમાં રંગબેરંગી અને સુગંધિત ફૂલો રાખવા તો ફાયદાકાર છે. પરંતુ જો તમે લાલ કે પીળા ફૂલ રાખવા પણ ખૂબ જ શુભ રહેશે. 2026 સૂર્યનું વર્ષ છે. તેથી, જો તમે ઈચ્છો તો, તમે ઘરે સૂર્યમુખીનો છોડ ( Sunflower plant ) પણ લાવી શકો છો.

મુખ્ય દરવાજા માટે અપનાવો આ ટીપ્સ

તમારા ઘરનો મુખ્ય દરવાજો ( Main door)  તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવી શકે છે. તે ઘણી તકો લાવે છે. તેથી, હંમેશા દરવાજાને શુભ રંગોથી રંગો. ઉદાહરણ તરીકે, સોનેરી, ચાંદી, લાલ અથવા પીળા દરવાજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. અહીં સ્વસ્તિક દોરવાથી લાભ થાય છે. તેમજ શુભ પ્રસંગોએ દીવો પ્રગટાવો જોઈએ.

ખાસ નોંધ - ઉપરોક્ત માહિતી સંકલિત કરવામાં આવી છે. Gujarat First તેની કોઇ પણ પ્રકારે ખરાઇ કરતું નથી. 

આ પણ વાંચો: Ahmedabad: રફતારના રાક્ષક! ત્રણ અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા

Tags :
Advertisement

.

×