Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

રન મશીન Virat Kohli હવે ભક્તિના રંગે! વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજ સાથે કરી આધ્યાત્મિક ચર્ચા, જુઓ વાયરલ VIDEO

IPL 2026 ના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વૃંદાવનની મુલાકાત લીધી હતી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વૃદાંવનમાં પ્રેમાનંદ જી મહારાજ પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા. અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે દંપતીએ આશ્રમમાં જમીન પર બેસી આધ્યાત્મિક ચર્ચામાં ભાગ લીધો હતો. આ યાત્રા બાદ કોહલી ગુજરાત ટાઇટન્સ સામેની આગામી મેચમાં રિફ્રેશ થઈને રમશે.
રન મશીન virat kohli હવે ભક્તિના રંગે  વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજ સાથે કરી આધ્યાત્મિક ચર્ચા  જુઓ વાયરલ video
Advertisement
  • પ્રેમાનંદ મહારાજ પાસેથી વિરાટ-અનુષ્કાએ લીધા આશીર્વાદ (Virat Kohli Vridavan Visit)
  • અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે શ્રી હિત રાધા કેલી કુંજમાં દર્શન
  • સેલિબ્રિટી કપલે જમીન પર બેસીને સાંભળ્યા આધ્યાત્મિક ઉપદેશ
  • 5 મહિનામાં ત્રીજી વખત આશ્રમની મુલાકાત લેતા કોહલી દંપતી
  • 24 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ સામે મેચ પહેલા લીધી શાંતિની અનુભૂતિ

ભારતીય ક્રિકેટના આઈકોન વિરાટ કોહલી (Virat Kohli) અને તેની પત્ની અનુષ્કા શર્માએ (Anushka Sharma) સોમવાર, 20 એપ્રિલના રોજ વૃંદાવનની મુલાકાત લીધી હતી. આ સેલિબ્રિટી કપલ શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમમાં (Radha Keli Kunj Ashram) પૂજા-અર્ચના કરતા અને આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ જી મહારાજ (Premanand Ji Maharaj) ના આશીર્વાદ લેતા જોવા મળ્યા હતા. અક્ષય તૃતીયાના પવિત્ર અવસરે આ જોડીની આ મુલાકાત સોશિયલ મીડિયા પર અત્યારે ભારે ચર્ચામાં છે.

Advertisement

Virat Kohli Vridavan Visit :પ્રેમાનંદ મહારાજ સાથે આધ્યાત્મિક સંવાદ

આ મુલાકાત દરમિયાન વિરાટ અને અનુષ્કા એક ‘એકાંતિક વાર્તાલાપ’ (Spiritual Conversation) નો ભાગ બન્યા હતા. આ એક ખાનગી આધ્યાત્મિક ચર્ચા હોય છે. આ સેલિબ્રિટી કપલ અન્ય ભક્તોની જેમ જ જમીન પર બેસીને અત્યંત નમ્રતાપૂર્વક પ્રેમાનંદ જી મહારાજના ઉપદેશ સાંભળતા જોવા મળ્યા હતા. વિરાટ કોહલી હંમેશા માનસિક શાંતિ (Mental Peace) અને સંતુલન જાળવવા પર ભાર મૂકે છે, ત્યારે છેલ્લા 5 મહિનામાં આશ્રમની આ તેમની ત્રીજી મુલાકાત તેમની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે.

Advertisement

ગુજરાત ટાઇટન્સ સામેની ટક્કર પહેલા રિફ્રેશ

આ આધ્યાત્મિક યાત્રાનો સમય વિરાટના ક્રિકેટ શેડ્યૂલ સાથે બરાબર મેળ ખાય છે. દિલ્હી કેપિટલ્સ સામેની મેચ બાદ મળેલી રજાનો સદુપયોગ કરીને કોહલીએ પોતાની જાતને રિચાર્જ કરી છે. હવે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru) ની ટીમ શુક્રવાર, 24 એપ્રિલના રોજ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે મેદાનમાં ઉતરશે. અપેક્ષા છે કે આ ભક્તિમય યાત્રા બાદ કોહલી સંપૂર્ણપણે રિફ્રેશ થઈને મેદાન પર પરત ફરશે.

આ પણ વાંચો : તુલસીમાં દૂધ ચઢાવતા પહેલા જાણી લો આ નિયમ, લક્ષ્મીજીની કૃપાથી ભરાઈ જશે તિજોરી!

Tags :
Advertisement

.

×