Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Varuthini Ekadashi 2025 : ક્યારે છે સૌભાગ્ય પ્રદાન કરતી વરુથિની એકાદશી, શું છે તેનું માહાત્મ્ય ???

Varuthini Ekadashi વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે. સૌભાગ્ય આપતી અને અજાણતા કરેલા પાપોનો નાશ કરતી Varuthini Ekadashi ના વ્રત, પારણાના સમય, પૂજા વિધિ વિશે જાણો વિગતવાર.
varuthini ekadashi 2025   ક્યારે છે સૌભાગ્ય પ્રદાન કરતી વરુથિની એકાદશી  શું છે તેનું માહાત્મ્ય
Advertisement
  • આ વર્ષે 23 એપ્રિલની સાંજથી લઈ 24 એપ્રિલની બપોર સુધી ગણાશે Varuthini Ekadashi
  • આ એકાદશી સૌભાગ્ય પ્રદાન કરે છે અને પાપનાશીની ગણાય છે
  • Varuthini Ekadashi નું વ્રત કરનાર પર પ્રભુ વિષ્ણુની અસીમ કૃપા વરસે છે

Varuthini Ekadashi : વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને વરુથિની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે એકાદશીનું વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુ (Lord Vishnu) અને માતા લક્ષ્મી (Godess Laxami) બંને પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ એકાદશીનું વ્રત રાખે છે તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે અને તેના અજાણતા કરેલા પાપોનો નાશ થાય છે.

સૌભાગ્ય પ્રદાન કરતી Varuthini Ekadashi

Varuthini Ekadashi સૌભાગ્યદાયી છે. વરુથિની એકાદશીનું વ્રત કરવાથી બધા પાપોનો નાશ થાય છે. આ એકાદશીએ ઉપવાસ, પૂજા અને દાન કરનાર વ્યક્તિને મોક્ષ મળે છે. હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 23 એપ્રિલે સાંજે 4.43 કલાકે શરૂ થશે અને 24 એપ્રિલે બપોરે 2.32 કલાકે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર, Varuthini Ekadashi 24 એપ્રિલના રોજ માન્ય રહેશે. આ દિવસે વરુથિની એકાદશીનું વ્રત રાખવામાં આવશે.

Advertisement

આ પણ વાંચોઃ  Lord Krishna :કયા કૃષ્ણ ગમે? રાસલીલાવાળા કૃષ્ણ? કે પછી ગીતાકાર શ્રીકૃષ્ણ?

Advertisement

Varuthini Ekadashi ની પૂજા વિધિ

વરુથિની એકાદશીના દિવસે સવારના સ્નાન અને દૈનિક કાર્યો પછી, સ્વચ્છ કપડાં પહેરો. ભગવાન વિષ્ણુ (Lord Vishnu) નું ધ્યાન કરતી વખતે, વિષ્ણુની મૂર્તિને પીળા આસન પર સ્થાપિત કરો. મૂર્તિને ગંગાજળ (Ganagajal) થી સ્નાન કરાવો અને સ્વચ્છ કપડાંથી લૂછી નાખો. આ પછી, ચંદન, અક્ષત, પીળા ફૂલો, તુલસીના પાન વગેરે અર્પણ કરો. ધૂપ અને દીવો પ્રગટાવો. ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો. આ પછી વરુથિની એકાદશી વ્રતની કથા વાંચો. ભગવાન હરિ વિષ્ણુની આરતી ગાઓ અને પૂજા દરમિયાન ભૂતકાળમાં કરેલ ભૂલોની ક્ષમા માંગો. એકાદશી વ્રતના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો યથાશક્તિ જાપ કરો. સારું વર્તન રાખો. આ દિવસે દાન વગેરેનું વિશેષ મહત્વ છે.

આ પણ વાંચોઃ  Nishkulananda Swami : વૈરાગ્યભાવ ને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક

Tags :
Advertisement

.

×