ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Operation Sindoor બાદ થશે યુદ્ધ ? શું ગ્રહોની સ્થિતિ 1965 અને 1971 જેવી જ રચાઈ રહી છે ?

Pahalgam Terror Attack બાદ ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે Operation Sindoor હાથ ધર્યુ હતું. આ ઓપરેશન બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ શકે છે ? આ સવાલનો જવાબ ગ્રહોની સ્થિતિ પરથી મેળવી શકાય છે. વાંચો વિગતવાર.
05:34 PM May 07, 2025 IST | Hardik Prajapati
Pahalgam Terror Attack બાદ ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે Operation Sindoor હાથ ધર્યુ હતું. આ ઓપરેશન બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ શકે છે ? આ સવાલનો જવાબ ગ્રહોની સ્થિતિ પરથી મેળવી શકાય છે. વાંચો વિગતવાર.
astrology prediction Gujarat First

Operation Sindoor : ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે તણાવ અને સંઘર્ષ ચરમસીમા પર છે. 22મી એપ્રિલે પાકિસ્તાને કરેલા અમાનવીય અને હીચકારા Pahalgam Terror Attack બાદ હવે ભારતે Operation Sindoor દ્વારા વળતો પ્રહાર કર્યો છે. માત્ર 25 જ મિનિટ ચાલેલા આ ઓપરેશનમાં 26 આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો છે. જો કે Operation Sindoor બાદ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટાપાયે યુદ્ધ થવાના ભણકારા વાગી રહ્યા છે. શું બંને દેશો યુદ્ધ કરશે ? આ સવાલનો જવાબ મેળવવા ગ્રહોની સ્થિતિ પર નજર કરીએ.

ગ્રહોની વર્તમાન સ્થિતિ શુભ નથી

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની વર્તમાન સ્થિતિ શુભ નથી. 1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધો (India Pakistan War) વખતે ગ્રહો જે સ્થિતિમાં હતા તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે. મે મહિનામાં ગુરુ અને રાહુનો નવમો પંચમ યોગ (Pancham Yoga) બની રહ્યો છે, જે અશુભ માનવામાં આવે છે. 14 મેના રોજ 12 વર્ષ પછી ગુરુ આક્રામક ગતિએ આગળ વધતા મિથુન રાશિમાં ગોચર કરશે. 1965 અને 1971 ની શરૂઆતમાં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું, ત્યારે પણ ગુરુની આક્રામક સ્થિતિ હતી.

ગુરુ અને રાહુનો નવમો પંચમ યોગ

આ ઉપરાંત 18 મેના રોજ રાહુ ગોચર કરશે અને કુંભ રાશિમાં પહોંચશે. આ સ્થિતિમાં ગુરુ અને રાહુનો નવમો પંચમ યોગ બનશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ અને રાહુનો નવમો અને પાંચમો યોગ શુભ માનવામાં આવતો નથી. શનિ અને રાહુ અત્યારે મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે તેથી 18 મે સુધી શનિ અને રાહુનો પિશાચ યોગ પણ બને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પિશાચ યોગ (Pishacha Yoga 2025) પણ અશુભ યોગોમાંનો એક છે. વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે પિશાચ યોગ રચાય છે ત્યારે તે તણાવ, નાણાકીય સમસ્યાઓ અને જાહેર જીવન પર નકારાત્મક અસરનું કારણ બને છે. જ્યોતિષ શાસ્ત્રના વિદ્વાનો માને છે કે ગ્રહોની આ સ્થિતિની અસર દેશ અને દુનિયામાં યુદ્ધના સ્વરુપે થઈ શકે છે. બાકી રહેલા વર્ષ 2025માં ગ્રહોનું જે સંયોજન થવાનું છે તે અશુભ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ  OPERATION SINDOOR પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું મોટું નિવેદન

7 જૂન સુધીનો સમય સંવેદનશીલ

બીજી તરફ કૂર્મ ચક્ર અનુસાર ઉત્તર અને પશ્ચિમ ભારતની શાસક રાશિ મકર છે. જે હાલમાં કર્ક રાશિના મંગળના સાતમા સ્થાનથી પીડાય છે. જે સૌથી નીચી રાશિમાં ગોચર કરી રહ્યો છે. તેથી જ્યોતિષીય સંકેતો છે કે આગામી થોડા દિવસો સુધી ભારત અને પાકિસ્તાનની સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ ચાલુ રહેશે. આવી સ્થિતિમાં મંગળ 7 જૂન સુધી કર્ક રાશિમાં રહેશે, તેથી 7 જૂન સુધીનો સમય ખૂબ જ સંવેદનશીલ છે.

આ પણ વાંચોઃ  Operation Sindoor બાદ વડાપ્રધાને રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત, સર્જિકલ સ્ટ્રાઈકની આપી જાણકારી

Tags :
1965 & 1971astrology predictionGujarat FirstGUJARAT FIRST NEWSIndia Pakistan war prediction 2025JupiterJupiter transit Gemini May 14Mars in CancerOperation Sindoor 2025pahalgam terror attackPancham YogaPishacha Yoga 2025Planetary positionsRahuShakta Bhang Yoga 2030
Next Article