Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

પૈસા બચાવવા આ રાશિઓના ગજા બહારની વાત! શું તમારી રાશિ પણ આ યાદીમાં છે?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમુક લોકો પાસે પૈસા આવતાની સાથે જ કેમ અદ્રશ્ય થઈ જાય છે? બચત કરવાની લાખો કોશિશ છતાં કેમ અમુક રાશિના જાતકો હંમેશા ખાલી હાથે જ રહે છે? ગ્રહોની ચાલ અને રાશિનો મૂળ સ્વભાવ કેવી રીતે તમારી આર્થિક સ્થિતિ પર અસર કરે છે, તે જાણવું ખૂબ જ રસપ્રદ છે. તમારા ખર્ચાળ હોવા પાછળ તમારો જન્મ પણ જવાબદાર હોઈ શકે છે.
પૈસા બચાવવા આ રાશિઓના ગજા બહારની વાત  શું તમારી રાશિ પણ આ યાદીમાં છે
Advertisement
  • શું તમારી પાસે પણ પૈસા નથી ટકતા? જાણો 5 સૌથી ખર્ચાળ રાશિઓ (spending habits astrology)
  • જ્યોતિષ શાસ્ત્રમાં ખર્ચાળ રાશિઓનું વિશ્લેષણ
  • 5 રાશિના જાતકો બચત કરવામાં હોય છે નિષ્ફળ
  • લક્ઝરી લાઈફ અને શોખ પાછળ ઉડાવે છે અધધ નાણાં
  • ગ્રહોની સ્થિતિ અને સ્વભાવ ખર્ચ માટે જવાબદાર

spending habits astrology : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મનુષ્યનો સ્વભાવ અને તેની આદતો પાછળ ગ્રહો નક્ષત્રોનો મોટો હાથ હોય છે. આપણે ઘણીવાર જોયું હશે કે અમુક લોકો ગમે તેટલું કમાય પણ તેમની પાસે પૈસા ટકતા નથી, જ્યારે અમુક લોકો ખૂબ જ ઓછા પગારમાં પણ સારી બચત કરી લેતા હોય છે. જો તમારી પાસે પણ પૈસા આવતાની સાથે જ વપરાઈ જતા હોય, તો તેમાં તમારી રાશિનો સ્વભાવ જવાબદાર હોઈ શકે છે. ચાલો જાણીએ એવી 5 રાશિઓ વિશે જેમના માટે બચત કરવી લોઢાના ચણા ચાવવા સમાન છે.

spending habits astrology

સૌજન્ય : Google

Advertisement

મેષ રાશિ: ઈચ્છા શક્તિ સામે બચત ગૌણ

મેષ રાશિના જાતકો અત્યંત ઉર્જાવાન અને આત્મવિશ્વાસુ હોય છે. તેમને જ્યારે પણ કોઈ વસ્તુ ગમી જાય, ત્યારે તે કિંમત જોયા વગર તેને ખરીદી લે છે. આ રાશિના લોકો પોતાની ખુશી માટે ખર્ચ કરવામાં જરાય ખચકાતા નથી. 'આજે જીવી લો' એવા અભિગમને કારણે તેઓ ભવિષ્યની ચિંતા કર્યા વગર શોખ પાછળ નાણાં ઉડાવે છે.

Advertisement

વૃષભ રાશિ: (spending habits astrology)

વૃષભ રાશિના સ્વામી શુક્ર છે, જે ભૌતિક સુખ-સુવિધાના કારક ગણાય છે. આ રાશિના લોકો મહેનતુ તો હોય જ છે, પણ તેમને હાઈ-ક્લાસ લાઈફસ્ટાઈલ જીવવી ગમે છે. મોંઘા કપડાં, વૈભવી હોટલમાં જમવું અને બ્રાન્ડેડ વસ્તુઓ પાછળ તેઓ મોટું રોકાણ (ખર્ચ) કરે છે. તેમના માટે આરામ અને સુંદરતા પ્રથમ પ્રાથમિકતા હોય છે.

સિંહ રાશિ: (spending habits astrology)

સિંહ રાશિના જાતકોને રાજાની જેમ જીવવું ગમે છે. તેમને પાર્ટીઓ કરવી, મિત્રો સાથે ફરવું અને મોંઘી ભેટ-સોગાદો પાછળ ખર્ચ કરવો ખૂબ જ ગમે છે. પોતાનું સામાજિક વર્ચસ્વ જાળવી રાખવા માટે તેઓ ઘણીવાર બજેટની બહાર જઈને પણ ખર્ચ કરે છે. શો-ઓફ અને આત્મસન્માન માટે તેઓ પૈસાને ગૌણ ગણે છે.

spending habits astrology

તુલા રાશિ: ફેશન અને ગ્રૂમિંગ પાછળ ખર્ચ

તુલા રાશિના લોકો સંતુલન જાળવવામાં માહિર હોય છે, પણ વાત જ્યારે શોપિંગની આવે ત્યારે તેઓ કાબૂ ગુમાવી બેસે છે. તેમને લેટેસ્ટ ફેશન, બ્યુટી પ્રોડક્ટ્સ અને લાઈફસ્ટાઈલ એસેસરીઝ પાછળ ખર્ચ કરવાનું ઘેલું હોય છે. દેખાવમાં સર્વશ્રેષ્ઠ લાગવા માટે તેઓ હંમેશા પોતાની જેબ ઢીલી કરવા તૈયાર રહે છે.

કુંભ રાશિ: ઉદારતા અને સામાજિક કાર્યો

કુંભ રાશિના લોકો ખર્ચાળ હોવાની સાથે સાથે અત્યંત ઉદાર પણ હોય છે. તેઓ માત્ર પોતાના પર જ નહીં, પણ બીજાની મદદ કરવામાં અને સામાજિક કાર્યોમાં પણ મુક્ત હસ્તે દાન આપે છે. તેમને નાણાંનો સંગ્રહ કરવા કરતાં તેનો ઉપયોગ કરીને પરિવર્તન લાવવામાં વધુ રસ હોય છે.

ડિસ્કલેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે ગુજરાત ફર્સ્ટ જવાબદાર નથી.

આ પણ વાંચો : Shukra Mangal Yuti 2026: શુક્ર-મંગળની અશુભ યુતિ આ 4 રાશિઓ માટે મુશ્કેલીકારક રહેશે, સાવધાની રાખવી જરૂરી

Tags :
Advertisement

.

×