Gangotri: હવે Online ઘરે બેઠા મંગાવો ગંગાજળ, પોસ્ટ ઓફિસથી કરો ઓર્ડર
- ઘરે બેઠા મંગાવો ગંગોત્રીનું પવિત્ર ગંગાજળ
- ભારતીય પોસ્ટ ઓફિસ આપી રહી છે સુવિધા
- 250 મિલી (Milli) પેક માટે ચૂકવવો પડશે માત્ર 121 રૂપિયાનો ચાર્જ
Gangotri: સનાતન ધર્મમાં સૌથી પવિત્ર જળ એટલે ગંગાજળ. આ પાવનકારી જળને હોમ-હવન અને પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. પરંતુ ગંગાજળ માટે ઉત્તરાખંડ (Uttarakhand) ના ગંગોત્રી અથવા હરિદ્વાર સુધી ધક્કો ખાવો પડતો હોય છે. ત્યારે હવે લોકોને આ પવિત્ર જળ તેમના ઘર આંગણે જ મળતું થશે. ભારતીય પોસ્ટ ઓફિસ આ સુવિધા આપી રહ્યું છે. જેના માટે માત્ર 121 રૂપિયા જેવો નજીવો ચાર્જ (Charge) ચૂકવવો પડશે.
Gangotri થી ગંગાજળ ઓનલાઈન ઓર્ડર કરો
અત્યાર સુધી તમે કપડાં, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, સ્માર્ટફોન સહિત સોના-ચાંદીના ઘરેણાની ઓનલાઈન ખરીદી કરી હશે. પરંતુ શું તમે જાણો છો કે ગંગાજળ પણ હવે ઘરે બેઠા જ ઓનલાઈન મંગાવી શકાય છે ? આ સુવિધા ઈન્ડિયા પોસ્ટ (India Post) એટલે કે પોસ્ટ ઓફિસ પૂરી પાડી રહી છે. તમે ઘરે બેઠા ઉત્તરાખંડના યાત્રાધામ ગંગોત્રીથી ગંગાજળ મેળવી શકો છો. ગંગાજળ કોઈપણ ભારતીય માટે ખૂબ જ પવિત્ર છે. લોકો મેળવવા માટે ઘણા કિલોમીટર મુસાફરી કરતા હોય છે. હિન્દુઓ તેમના ઘરના મંદિરોમાં ગંગાજળને રાખતા હોય છે. તે પૂજામાં ખૂબ જ ઉપયોગી છે. હવે તમારે ગંગોત્રીથી ગંગાજળ મેળવવા માટે ક્યાંય જવાની જરૂર નથી. તમે તમારા મોબાઈલ ફોનથી જ ગંગાજળ ઘરે ઓર્ડર (Order) કરી શકો છો.
Ganga Jal ઓર્ડર કરવા માટે ઈન્ડિયા પોસ્ટ વેબસાઈટ (Website) ની મુલાકાત લો
ઈન્ડિયા પોસ્ટ વેબસાઈટ તમને આ સુવિધા આપે છે. જેના માટે તમારે મોબાઈલ ફોન (Mobile phone) માંથી ઓર્ડર કરવાનો રહેશે. ઓર્ડર થયા પછી ગંગા ઉદ્ગમસ્થળ ગંગોત્રીથી તમારા ઘરે જળ પહોંચાડવા માટે મંજૂરી મળશે. આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ઈ-પોસ્ટિંગ (E-posting) માટે તમારે ફક્ત ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર છે. પછી તમે તમારી જરૂરિયાત મુજબ ગંગાજળ ઓર્ડર કરી શકો છો.
આ પણ વાંચો- Gujarat: રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા
ગંગાજળ ઓર્ડર કરવા માટેની પ્રક્રિયા અનુસરો
- epostoffice.gov.in/ પર ક્લિક કરો
- આ પછી સત્તાવાર વેબસાઈટ પર પહોંચી જશો
- વેબસાઈટ પર હોમ પેજ (Home page) ની ટોચ પર પ્રોડક્ટ સર્ચ વિકલ્પ મળશે
- પ્રોડક્ટ સર્ચ (Product Search) વિકલ્પ પર ગંગાજળ ટાઈપ કરો
- ગંગાજળ માટે તમને ત્રણ વિકલ્પો જોવા મળશે
- 250 મિલીના 4 પેક, 2 પેક અને 1 પેક
- તમારે "Add to cart" પર ક્લિક કરવાનું રહેશે
- નામ અને સરનામું વગેરે જેવી વિનંતી કરેલી વિગતો દાખલ કરો
- તમારી માહિતી આપ્યા પછી ચાર્જ ચૂકવણી કરીને ઓર્ડર કન્ફર્મ (Confirm) કરો
- તમારી માહિતી માટે તમારા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને વેબસાઈટમાં લોગ ઈન (Log in) કરવું પડશે
આ ઈ-કોમર્સ દ્વારા ઓનલાઈન ખરીદી કરવા જેવી જ સરળ પ્રક્રિયા છે
ગંગાજળ માટે કેટલો ચાર્જ ચૂકવવો પડશે
250 મિલીના પેક માટે 121 રૂપિયાની કિંમત રાખવામાં આવી છે. જે સૌથી નાનું પેકિંગ છે. ગંગાજળની બે બોટલની કિંમત 201 રૂપિયા છે. અને ચાર બોટલની કિંમત 321 રૂપિયા છે. જો તમને ઓર્ડર આપવામાં કોઈ સમસ્યા આવે છે. તો તમે હેલ્પ લાઈન નંબર 011-23372637 પર સપોર્ટ ટીમનો સંપર્ક કરી શકો છો. આ રીતે તમે ઘરે સરળતાથી ગંગોત્રીના ગંગાજળનો ઓર્ડર આપી શકો છો.
આ પણ વાંચો- Tulsi Vastu Upay: 2026ના પહેલા દિવસે તુલસી સંબંધિત આ ઉપાયથી વર્ષ દરમિયાન થશે પ્રગતિ