Air pollution: અમદાવાદમાં દિવાળી બાદ હવાના પ્રદૂષણમાં સતત વધારો, જાણો કયા વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષણ
- Air pollution: રાત્રિ દરમિયાન અને બીજા દિવસની સવારમાં પ્રદૂષણનું સ્તર વધ્યું
- રાયખડમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ નોંધાયું છે
- સામાન્ય દિવસો કરતા પ્રદૂષણની માત્રા વધી છે
Air pollution: અમદાવાદ દિવાળી બાદ હવાના પ્રદૂષણમાં સતત વધારો થયો છે. જેમાં દિવાળી બાદ રાત્રિ દરમિયાન અને બીજા દિવસની સવારમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે. રાયખડમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ નોંધાયું છે. સામાન્ય દિવસો કરતા પ્રદૂષણની માત્રા વધી છે. અમદાવાદ શહેરના મહત્તમ ભાગોમાં હવાની ગુણવત્તા નબળી છે.
શહેરમાં વિસ્તાર પ્રમાણે હવાની ગુણવત્તા
શહેરમાં વિસ્તાર પ્રમાણે હવાની ગુણવત્તા જોવા જઇએ તો તેમાં રાયખડ વિસ્તારમાં AQI 243, વટવા GIDC વિસ્તારમાં AQI 224, મણીનગર વિસ્તારમાં AQI 209, ચાંદખેડા વિસ્તારમાં AQI 209, રખિયાલ વિસ્તારમાં AQI 195, ગ્યાસપુર વિસ્તારમાં AQI 184 તથા સેટેલાઈટ વિસ્તારમાં AQI 162 છે.
Air pollution: હવા ખૂબ જ ખરાબ અને લોકો માટે જોખમકારક બની
દિવાળીના તહેવારમાં તમામ લોકો ઉજવણી કરી રહ્યાં છે. પણ ફટાકડા ફોડવાના કારણે હવાના પ્રદૂષણમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં અમદાવાદમાં રાત્રે 10:45 વાગ્યે AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 371 સુધી પહોંચી ગયો હતો. એટલે કે, હવા ખૂબ જ ખરાબ અને લોકો માટે જોખમકારક બની ગઈ હતી.
કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એવી સ્થિતિ ઉભી થઈ
ફટાકડાનાં કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું અને લોકો બહાર ફટાકડા ફોડતા હોય અને ત્યારે તેમના શ્વાસમાં આ હવા જવાના કારણે તકલીફ પડે તેવી સ્થિતિ શહેરમાં જોવા મળી હતી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ 200થી ઉપર જ જોવા મળ્યો હતો. aqi.in વેબસાઈટ પ્રમાણે અમદાવાદ શહેરના બોપલ, શીલજ, સાયન્સ સિટી, ચાંદખેડા, નારોલ, ઘાટલોડિયા, થલતેજ સહિતના વિસ્તારોમાં આરોગ્ય માટે જોખમકારક હવા બની હતી. અમદાવાદમાં ફટાકડાનાં કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું છે જેના કારણે કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એવી સ્થિતિ ઉભી થઈ છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 21 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?