Gujarat: રાજ્યમાં દિવાળી દરમિયાન ફટાકડાથી આગની ઘટનાઓ સામે આવી
- Gujarat: સુરતના ચંદ્રદીપ સોસાયટીમાં યાર્નના જથ્થામાં આગ
- ગાંધીનગરની રમકડાં ફેક્ટરીમાં ફટાકડાથી આગ
- ભરૂચના ગોલવાડમાં મસ્જિદના ધાબા પર આગ
Gujarat: રાજ્યમાં દિવાળી દરમિયાન ફટાકડાથી આગની ઘટનાઓ સામે આવી છે. જેમાં સુરતના ચંદ્રદીપ સોસાયટીમાં યાર્નના જથ્થામાં આગ લાગી છે. તેમજ ગાંધીનગરની રમકડાં ફેક્ટરીમાં ફટાકડાથી આગ તથા ભરૂચના નંદેલાવ ખેતરમાં આગ લાગતા કૃષિપાક સ્વાહા થયો છે. તથા ભરૂચના ગોલવાડમાં મસ્જિદના ધાબા પર આગ લાગી હતી. તેમજ રાજકોટમાં દિવાળીની રાતે ફટાકડાથી અનેક જગ્યાઓએ આગની ઘટનાઓ બની છે.
રાજકોટના સ્વિગી વેરહાઉસમાં આગથી નુકસાન થયુ
ઉલ્લેખનીય છે કે રાજકોટના સ્વિગી વેરહાઉસમાં આગથી નુકસાન થયુ છે. તેમજ રાજકોટના ખુલ્લા પ્લોટમાં ફટાકડાથી આગની ઘટનાઓ બની છે. ત્યારે ફાયર વિભાગની તત્પરતાથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. તેમજ આ આગની ઘટાનાઓમાં કોઇ જાનહાનિ થઇ નથી. દિવાળીની ઉજવણી દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાં ફટાકડાને લીધે આગની ઘટનાઓ સામે આવી છે.
ફાયર વિભાગે જહેમત બાદ આગ કાબૂમાં લીધી
સુરતના ઉધનામાં ચંદ્રદીપ સોસાયટીની ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઇમારતમાં યાર્નના જથ્થામાં આગ ભભૂકી, જે ત્રીજા માળથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી પ્રસરી હતી. ફાયર વિભાગે જહેમત બાદ આગ કાબૂમાં લીધી છે.
Gujarat: આ તમામ ઘટનાઓમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી
ગાંધીનગરના ઝુંડાલ સરન સર્કલ નજીક રમકડાંની ફેક્ટરીમાં ફટાકડાને કારણે આગ લાગી, પરંતુ ફાયર ટીમે તાત્કાલિક કાબૂ મેળવ્યો છે. તેમજ ભરૂચના નંદેલાવ ગામના ખેતરમાં ફટાકડાના તણખાથી આગ લાગી, જેમાં કૃષિપાક બળી ગયો છે. તથા ભરૂચના ગોલવાડમાં મસ્જિદના ધાબા પર આગ લાગી, પરંતુ જાનહાનિ ટળી છે.
રાજકોટમાં દિવાળીની રાત્રે ફટાકડાને કારણે અનેક આગની ઘટનાઓ નોંધાઈ
રાજકોટમાં દિવાળીની રાત્રે ફટાકડાને કારણે અનેક આગની ઘટનાઓ નોંધાઈ, જેમાં સ્વિગીના વેરહાઉસમાં નુકસાન થયું છે. તથા જૂના એરપોર્ટ રોડ, રામધામ અને રૈયા રોડ પર ખુલ્લા પ્લોટમાં આગ લાગી હતી. જેમાં ફાયર વિભાગે તમામ ઘટનાઓમાં આગ કાબૂમાં લીધી છે. સદ્ભાગ્યે, આ તમામ ઘટનાઓમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
આ પણ વાંચો: Savarkundla: દિવાળીની રાત્રે ઈંગોરીયા યુદ્ધ રમવાની જાણો શું છે પરંપરા