2025 Best movies: સૈયારાથી ધુરંધર સુધીની આ ફિલ્મો રહી બેસ્ટ, જુઓ કલેક્શન
- 2025 Best movies: બોલીવૂડ માટે કેવું રહ્યું 2025
- સૈયારાથી ધુરંધર સુધીની ફિલ્મો રહી સુપરહિટ
- ભારતીય સિનેમા માટે શાનદાર રહ્યું વર્ષ
2025 Best movies: 2025નું વર્ષ અંતમાં છે. થોડા જ દિવસોમાં નવું વર્ષ એટલે કે, 2026 શરૂ થઈ જશે. ત્યારે આ વર્ષ બોલીવૂડ (Bollywood) માટે શાનદાર રહ્યું હતું. આ વર્ષમાં ખૂબ ઓછી ફિલ્મો રહી જેમણે દર્શકોને મનોરંજન પૂરુ પાડ્યું હતું. જેમાં "સૈયારા" થી "ધુરંધર" સુધીની કેટલીક ફિલ્મો આ વર્ષની સૌથી મોટી હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મો વિવિધ શૈલીઓમાં ફેલાયેલી છે. પરંતુ આ બધી ફિલ્મોએ કરોડોની કમાણી કરી હતી. અને હજારો-લાખો દર્શકોના દિલ જીતી લીધા હતા. કઈ હતી આ હિટ ફિલ્મો તેના પર નજર કરીએ.
2025 Best movies:‘છાવા’
છાવા" ફિલ્મ ૧૪ ફેબ્રુઆરીના દિવસે થિયેટર્સમાં (Theaters) રિલિઝ થઈ હતી. આ ફિલ્મમાં વિક્કી કૌશલ (Vicky Kaushal), રશ્મિકા મંદાના (Rashmika Mandana) અને અક્ષય ખન્ના (Akshaye Khanna) અભિનીત, આ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજ (શિવાજી મહારાજના પુત્ર) ના જીવન પર આધારિત એક ઐતિહાસિક ઘટના દર્શાવવામાં આવી છે. આ ફિલ્મે વિશ્વભરમાં આશરે 700 કરોડથી લઈને 808 કરોડ સુધીનું કલેક્શન (Collection) કર્યું હતું. નવા વર્ષના પ્રારંભમાં સુપરહિટ (Superhit) ફિલ્મ સાબિત થઈ હતી.
2025 Best movies: ‘સૈયારા’
આ મુવીએ દેશભરના ટીનએજર્સને (Teenagers) રડાવ્યા હતા. સૈયારા ફિલ્મ 18 જુલાઈના રોજ રિલિઝ (Release) થઈ હતી. મોહિત સુરીની (Mohit Suri) આ ફિલ્મમાં અહાન પાંડે (Ahan Pandey) અને અનિતા પદ્દા (Anita Padda) મુખ્ય ભૂમિકામાં છે. આ એક મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા (Musical romantic drama) પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મે વિશ્વભરમાં અંદાજે 570 થી વધુની કમાણી કરી હતી. સૈયારા વર્ષની સૌથી મોટી રોમેન્ટિક હિટ ફિલ્મ રહી હતી.
'કાંતારા ચેપ્ટર-1'
આ ફિલ્મ કાંતારાનો બીજો ભાગ છે. જે 2 ઓક્ટોબરે સિનેમા ઘરોમાં રિલિઝ થઈ હતી. ઋષભ શેટ્ટી (Rishabh Shetty) એ આ ફિલ્મનું દિગ્દર્શન અને અભિનય કર્યો હતો. ઋષભ શેટ્ટી ઉપરાંત, રુક્મિણી વસંત (Rukmini Vasant), ગુલશન દેવૈયા (Gulshan Devaiah) અને જયરામ (Jayaram) પણ મુખ્ય ભૂમિકામાં છે. તે 2022 ની સુપરહિટ ફિલ્મ "કાંતારા" ની પ્રિકવલ (Prequel) છે. આ ફિલ્મ અનેક ભાષાઓમાં રિલિઝ થઈ હતી. જેમ કે, કન્નડ, હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ. ફિલ્મમાં વિઝ્યુઅલ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક શાનદાર છે. આમફિલ્મે વિશ્વભરમાં આશરે 832-852 કરોડની કમાણી કરી હતી.
'ધુરંધર'
"ધુરંધર" (Dhurandhar) હાલતમાં જ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આદિત્ય ધર (Aditya Dhar) દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, આર.માધવન અને અર્જુન રામપાલ જેવા કલાકારોએ અભિનય કર્યો છે. આ એક જાસૂસી એક્શન થ્રિલર મુવી છે. કલેક્શનની દ્રષ્ટિએ, આ ફિલ્મે વિશ્વભરમાં અંદાજે 845 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ 2025ની સૌથી વધુ કમાણી કરનાર અને દર્શકોને જકડી રાખનાર બની છે. ગલ્ફ દેશોએ (Gulf countries) બેન કરી હોવા છતા આ ફિલ્મને વિશ્વભરમાં જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો છે.
આ પણ વાંચો---- Smartphones: આજથી, મહિલાઓને સ્માર્ટફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ, તુઘલકી ફરમાન
આ પણ વાંચો----Surat: "ખેતર બચાવો, સ્વાસ્થ્ય બચાવો" 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા પલસાણાના રાજુભાઈ પટેલ અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ


