અમદાવાદમાં 'લાપતા લેડીઝ'નો જલવો: 70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં 13 ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો
- અમદાવાદના ઈકેએ એરેનામાં યોજાયો ફિલ્મફેર એવોર્ડ (Filmfare Awards 70th Winners)
- બોલવુડના કિંગ શાહરુખ ખાને કરી સમારોહની મેજબાની
- લાપતા લેડિઝે 13 ફિલ્મફેર એવોર્ડ જીતીને રચ્યો ઈતિહાસ
- બેસ્ટ એક્ટરનો એવોર્ડ બે એક્ટર્સને આપવામાં આવ્યો
Filmfare Awards 70th Winners : અમદાવાદના કાંકરિયા તળાવ સ્થિત ઈકેએ એરેના (EKA Arena) ખાતે શનિવારે રાત્રે ફિલ્મ જગતનો સૌથી મોટો ઉત્સવ, 70મા ફિલ્મફેર એવોર્ડ્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ દમદાર સમારોહની મેજબાની બોલીવુડના 'કિંગ' શાહરુખ ખાનએ કરી, જેમની સાથે કરણ જોહર અને મનીષ પોલ પણ હોસ્ટ તરીકે જોડાયા હતા. આ યાદગાર રાત્રિને વધુ ખાસ બનાવવા માટે શાહરુખ ખાન, કૃતિ સેનન, સલમાન ખાન અને કાજોલ સહિત અનેક સુપરસ્ટાર્સે આકર્ષક પર્ફોર્મન્સ આપ્યા.
'ગલી બોય'ના રેકોર્ડની કરી બરોબરી (Filmfare Awards 70th Winners)
આ વર્ષના ફિલ્મફેર એવોર્ડ્સમાં સૌથી વધુ ચર્ચા ફિલ્મ 'લાપતા લેડીઝ'ની રહી, જેણે કુલ 13 પુરસ્કારો જીતીને ઇતિહાસ રચ્યો અને 'ગલી બોય'ના સૌથી વધુ એવોર્ડ જીતવાના રેકોર્ડની બરોબરી કરી. 'લાપતા લેડીઝ'ને બેસ્ટ ફિલ્મનો મુખ્ય ખિતાબ મળ્યો. આ ઉપરાંત, ફિલ્મે બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ સ્ક્રીનપ્લે, બેસ્ટ ડાયલોગ, બેસ્ટ મ્યુઝિક, બેસ્ટ પ્લેબેક સિંગર અને બેસ્ટ કોસ્ચ્યુમ સહિત અનેક મહત્વપૂર્ણ પુરસ્કારો પોતાના નામે કર્યા.
બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસ: એવોર્ડ થયા શેર (Filmfare Awards 70th Winners)
બેસ્ટ એક્ટર (લીડિંગ રોલ - પુરુષ): આ પુરસ્કાર આ વખતે અભિષેક બચ્ચન ('I Want To Talk') અને કાર્તિક આર્યન ('Chandu Champion') વચ્ચે વહેંચવામાં આવ્યો.
- બેસ્ટ એક્ટ્રેસ (લીડિંગ રોલ - મહિલા): આ ખિતાબ આલિયા ભટ્ટ ('Jigra') ને મળ્યો.
- ક્રિટિક્સ ચોઈસ બેસ્ટ એક્ટર (પુરુષ): રાજકુમાર રાવ ('Srikanth')
- ક્રિટિક્સ ચોઈસ બેસ્ટ એક્ટ્રેસ (મહિલા): પ્રતિભા રાંટા ('લાપતા લેડીઝ')
- સહાયક અને ડેબ્યુ કેટેગરીમાં વિજેતાઓ
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: છાયા કદમ ('લાપતા લેડીઝ')
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (પુરુષ): રવિ કિશન ('લાપતા લેડીઝ')
- બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસ: નિતાંશી ગોયલ ('લાપતા લેડીઝ')
- બેસ્ટ ડેબ્યુ એક્ટર (પુરુષ): લક્ષ્ય ('Kill')
- બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટર: કુણાલ ખેમૂ ('Madgaon Express') અને આદિત્ય સુહાસ જાંભલે ('Article 370')
ટેક્નિકલ અને મ્યુઝિક પુરસ્કારોમાં પણ 'લાપતા લેડીઝ'નું પ્રભુત્વ
'લાપતા લેડીઝ'ની સફળતા ટેક્નિકલ અને સંગીતની શ્રેણીઓમાં પણ દેખાઈ, જ્યાં ફિલ્મે બેસ્ટ મ્યુઝિક એલ્બમ, બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર, બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ) (અરિજિત સિંહ) અને બેસ્ટ લિરિક્સ (પ્રશાંત પાંડે) સહિત ઘણા એવોર્ડ જીત્યા.
બીજી તરફ, ફિલ્મ 'Kill' એ પણ ટેક્નિકલ કેટેગરીમાં ઘણા પુરસ્કારો મેળવ્યા, જેમાં બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન (સુબાષ સાહૂ), બેસ્ટ એડિટિંગ (શિવકુમાર વી. પનિકર), અને બેસ્ટ સિનેમેટોગ્રાફી (રફી મેહમૂદ) નો સમાવેશ થાય છે.
અન્ય ટેક્નિકલ વિજેતાઓ:
- બેસ્ટ વી.એફ.એક્સ.: Redefine ('Munjya')
- બેસ્ટ એક્શન: સીયંગ ઓહ અને પરવેઝ શેખ ('Kill')
- બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન: મયૂર શર્મા ('Kill')
આ સમારોહમાં ઝીનત અમાન અને સ્વર્ગસ્થ શ્યામ બેનેગલને લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા.
આ પણ વાંચો : Hardik Pandya Girlfriend : કોણ છે મૉડલ માહિકા શર્મા, જેણે નતાશાની જગ્યા લીધી?