Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

'Bollywood ના 90% લગ્નો નકલી'!: પ્રતીક સ્મિતા પાટિલ અને પ્રિયા બેનર્જીનો દાવો

Fake Bollywood Marriages : અભિનેતા પ્રતીક સ્મિતા પાટિલ અને તેની પત્ની પ્રિયા બેનર્જીએ બોલીવુડના લગ્નો પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પ્રિયાએ કેનેડિયન સંસ્કૃતિનો હવાલો આપી ભારતીય સિનિયર એક્ટર્સના દેખાડાના લગ્નોની ટીકા કરી છે. પ્રતીકે પિતા રાજ બબ્બર સાથેના અણબનાવ અને લગ્નમાં તેમને ન બોલાવવા પાછળના છૂપા સત્ય વિશે જલ્દી ખુલાસો કરવાની વાત કહી છે. હાલમાં આ યુગલ તેમના નવા મ્યૂઝિક વીડિયો 'ઈશ્ક ફકીર' ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
 bollywood ના 90  લગ્નો નકલી    પ્રતીક સ્મિતા પાટિલ અને પ્રિયા બેનર્જીનો દાવો
Advertisement

. પ્રતીક સ્મિતા પાટિલ-પ્રિયા બેનર્જીએ લગ્નમાં રાજ બબ્બરને બોલાવ્યા નહીં
. રાજ બબ્બર પ્રતીક સ્મિતા પાટિલના પિતા
. પ્રતીકે કહ્યુ- જેટલું લોકો જાણે છે, તેનાથી વધારે કહાનીમાં વધુ પણ કંઈક છે

Fake Bollywood Marriages : અભિનેતા અને રાજનેતા રાજ બબ્બર (Raj Babbar) અને દિવંગત અભિનેત્રી સ્મિતા પાટિલના પુત્ર પ્રતીક સ્મિતા પાટિલ (Prateek Smita Patil) અને પ્રતીકની પત્ની પ્રિયા બેનર્જી (Priya Benerjee) નું તાજેતરનું નિવેદન ચર્ચાનું કારણ બન્યું છે. આ યુગલ તેમના લગ્નમાં પિતા અને ભાઈ-બહેનને નહીં બોલાવવાને લઈને ચર્ચામાં હતા, ત્યારે હવે મિસ માલિનીને આપેલા ઈન્ટરવ્યૂમાં યુગલે પોતાના નિર્ણય પર વાત કરી છે. પ્રિયા બેનર્જીએ ઓનલાઈન થઈ રહેલી ટીકાઓને ફગાવતા કહ્યું છે કે તેઓ આના પર ધ્યાન આપવા માટે ઘણાં વધારે વ્યસ્ત છે. જો કે પ્રતીકે કહ્યુ કે જેટલું પબ્લિક જાણે છે. તેનાથી વધારે કહાનીમાં વધુ પણ કંઈક છે.

Advertisement

લોકો સત્ય નહીં જાણતા હોવાનો પ્રતીકનો દાવો

પ્રતીક સ્મિતા પાટિલે કહ્યુ છે કે લોકો સાચું જાણતા નથી. ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકોને સત્ય ખબર છે. કેટલાકને ખબર નથી અને સામાન્ય લોકોને પણ નહીં. પરંતુ એક દિવસ લોકોને આ સત્ય ખબર પડશે. એક કહાની અથવા એક પુસ્તક કે એક ઈન્ટરવ્યૂ કે એક ફિલ્મમાં. પ્રિયા બેનર્જીએ કહ્યું છે કે આણે તેમનો સંબંધ વધુ મજબૂત કર્યો છે. તેમણે કહ્યુ છે કે લગ્નથી પહેલા મને લાગે છે કે ઘણાં બધાં ટેસ્ટ થયા. બસ એ જોવા માટે કે શું અમે ટકી શકીશું અને અમે નિંજાની જેમ છીએ. મને લાગે છે કે અમારા માર્ગમાં જે પણ પ્રોબ્લેમ આવ્યા છે, અમે તેના પર હવે શું થશે? જેવા રિએક્શન આપ્યા નહીં. અમે એકબીજાને જોયા અને એકબીજાનો સાથ આપ્યો.

Advertisement

આ પણ વાંચો : Alia Bhatt : શું સોશિયલ મીડિયા પરથી અલવિદા કહેશે આલિયા ભટ્ટ? એક ઈન્ટરવ્યુમાં કર્યો ખુલાસો

90 ટકા બોલીવુડ લગ્નો નકલી હોવાનો દાવો

ટીમ વરિનંદર ચાવલાના નવીન સિહંને આપેલા ઈન્ટરવ્યૂમાં યુગલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લગ્ન પર પોતાની પ્રતિક્રિયા આપી. પ્રિયા બેનર્જીનો દાવો છે કે બોલીવુડના ઘણાં લગ્નોમાં સચ્ચાઈની ઉણપ છે. પ્રિયા બેનર્જીએ કહ્યું કે તેમણે કહ્યુ, બોલીવુડના 90 ટકા લગ્નો દેખાડા માટે હોય છે અને હું આ જાણું છું કારણ કે હું અંદરની વાત જાણું છું. આના પર પ્રતીકે સંમતિ વ્યક્ત કરતા કહ્યુ છે, આ દેખાય છે.

પ્રિયાએ આવી કોમેન્ટ્સ કરનારા સિનિયર એક્ટર્સ પર પોતાની નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે જૂના જમાનાના એક્ટર્સ આવી વાત કહે છે, તો હું તેમને જજ કરું છું. એક કેનેડિયન હોવાના નાતે, હું તમને જજ કરી રહી છું, કારણ કે તમારે ઈન્ડિયન હોવું જોએ, આ તમારી સંસ્કૃતિમાં છે, પરંતુ જ્યારે તમે આવા લોકોને જોવો છો, જે ઈમેજ માટે લગ્ન કરે છે. શાદી ન કરો. તમારું કરિયર બનાવો, રિલેશનશિપમાંરહો, લોકોની સાથે ઈજ્જત સાથે ઈમાનદાર રહો. મારા દેશમાં લોકો આવું જ કરે છે. અમારી સંસ્ક-તિ બોલીવુડ અને ભારતથી ઘણી વધારે મજબૂત છે. અહીં લોકો લગ્નને મજાક સમજે છે.

પ્રતીક, જે હાલના દિવસોમાં પત્ની પ્રિયા બેનર્જીની સાથે મ્યૂઝિક વીડિયો ઈશ્ક ફકીરને પ્રમોટ કરી રહ્યો છે. તેણે વિશ્વાસઘાત પર કહ્યુ કે મને લાગે છે કે છેતરવું, બિનવફાદારી,ઘણાં પાર્ટનર રાખવા, આ બધું હવે આઉટ ઓફ ફેશન થઈ ગયું છે. આ કૂલ નથી. પત્ની અને ગર્લફ્રેન્ડ બંને હોવા કૂલ નથી.

આ પણ વાંચો : Smita Patil : બોલિવુડમાં દંતકથા સમાન એક ઉત્તમ કલાધાત્રી

Tags :
Advertisement

.

×