ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એક એવી ફિલ્મ જેને ન તો OTT એ ખરીદી કે ન તો સિનેમાઘરોએ, હવે અહી જોવા મળશે એકદમ ફ્રી

થિયેટરોમાં અને અલગ-અલગ OTT પ્લેટફોર્મ પર દરરોજ ઘણી નવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, જેને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે, પરંતુ આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સિનેમાઘરોમાં રિલીઝ નથી થઈ રહી...
04:34 PM Nov 17, 2023 IST | Harsh Bhatt
થિયેટરોમાં અને અલગ-અલગ OTT પ્લેટફોર્મ પર દરરોજ ઘણી નવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, જેને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે, પરંતુ આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સિનેમાઘરોમાં રિલીઝ નથી થઈ રહી...

થિયેટરોમાં અને અલગ-અલગ OTT પ્લેટફોર્મ પર દરરોજ ઘણી નવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, જેને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે, પરંતુ આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સિનેમાઘરોમાં રિલીઝ નથી થઈ રહી કે કોઈપણ OTT પ્લેટફોર્મ ઉપર પણ તે આવવાની નથી.

હવે આ ફિલ્મ એવી જગ્યાએ આવવા જય રહી છે જ્યાં લોકો તેને ફ્રીમાં જોઈ શકશે. થોડા સમય પહેલા આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને 1 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા.

સીધા જ ટીવી ઉપર આવશે ' સબ મોહ માયા હૈ' 

શરમન જોશી અને અન્નુ કપૂર અભિનીત 'સબ મોહ માયા હૈ' 18મી નવેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે માત્ર ઝી અનમોલ સિનેમા પર પહેલીવાર ટીવી પર આવશે. અભિનવ પારીખના દિગ્દર્શન હેઠળની તેમની પ્રથમ ફિલ્મની આ  વાર્તા છે જે દરેકને વિચારવા મજબૂર કરે છે અને પ્રેક્ષકોને કલાકારોના અજોડ અભિનયથી વ્યસ્ત રાખવાનું વચન આપે છે.

'સબ મોહ માયા હૈ' એક રસપ્રદ ફિલ્મ છે, જે પરિવાર, સંબંધો અને સપનાની શોધની સફર દર્શાવે છે. આ ફિલ્મ ઈચ્છાઓ, જવાબદારીઓ અને બલિદાનોની જટિલતાઓને સમજાવે છે જે લોકો તેમના પ્રિયજનો માટે કરવા તૈયાર હોય છે.

ફિલ્મની વાર્તા એમ છે કે રામનરેશ જિલ્લા મેજિસ્ટ્રેટની ઑફિસમાં પટાવાળા તરીકે કામ કરે છે, જે ટૂંક સમયમાં નિવૃત્ત થવા જઈ રહ્યા છે અને તેમના પુત્રને સરકારી નોકરી મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે.

 

આ પણ વાંચો -- World Cup Final ; ફાઇનલ પહેલાં બંને ટીમો સાબરમતી રિવર ક્રૂઝની મજા માણશે

 

 

 

 

 

Tags :
ANMOLANU KAPOORFilmSAB MOH MAAYA HAISHARMAN JOSHIZEE
Next Article