ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Aamir Khan : ફરીથી પરફેક્ટનિસ્ટે મહાભારત ફિલ્મ કરવાની ઈચ્છા જાહેર કરી, કહ્યું કંઈક આવું...

છેલ્લા કેટલાક વર્ષોથી આમિર ખાન (Aamir Khan) અને મહાભારત ફિલ્મ વચ્ચેના સમાચારો નિયમિત પ્રકાશિત થતા રહે છે. હવે ફરીથી પાછું આમિર ખાને મહાભારત ફિલ્મ પર નિવેદન આપીને દર્શકો માટે ઈંતેજારી પેદા કરી છે. વાંચો વિગતવાર.
04:20 PM Jun 01, 2025 IST | Hardik Prajapati
છેલ્લા કેટલાક વર્ષોથી આમિર ખાન (Aamir Khan) અને મહાભારત ફિલ્મ વચ્ચેના સમાચારો નિયમિત પ્રકાશિત થતા રહે છે. હવે ફરીથી પાછું આમિર ખાને મહાભારત ફિલ્મ પર નિવેદન આપીને દર્શકો માટે ઈંતેજારી પેદા કરી છે. વાંચો વિગતવાર.
Aamir Khan Mahabharat Gujarat First

Aamir Khan : બોલીવૂડના પરફેક્ટનિસ્ટ આમિર ખાન (Aamir Khan) એ ફરીથી મહાભારત ફિલ્મ વિશે નિવેદન આપીને દર્શકોની ઈંતેજારી વધારી દીધી છે. છેલ્લા કેટલાક વર્ષોથી આમિર ખાન મહાભારત ફિલ્મ બનાવશે, તેમાં અભિનય કરશે વગેરે વાતો ચાલતી રહી છે. એકવાર તો આમિર ખાન હાથમાં મહાભારતના પુસ્તક સાથે એરપોર્ટ પર પણ સ્પોટ થયો હતો. હવે ફરીથી આમિર ખાને મહાભારત ફિલ્મ વિશે એક નિવેદન આપીને બઝિંગ શરુ કરાવી દીધું છે.

સીતારે જમીન પર ફિલ્મ બાદ મોટો પ્રોજેક્ટ

આમિર ખાનની સિતારે જમીન પર (Sitare Zameen Par) ફિલ્મ બાદ એક મોટો પ્રોજેક્ટ શરુ કરવા જઈ રહ્યો છે. જેમાં તે મહાભારત ફિલ્મ શરુ કરશે તેવી અફવાએ જોર પકડ્યું છે. આ અફવા પાછળનું મુખ્ય કારણ આમિર ખાનનું નિવેદન છે. આમિર ખાને તાજેતરમાં જણાવ્યું કે, મહાભારતની વાર્તા હું હંમેશા જીવંત કરવા માંગતો હતો. દુનિયામાં જે કંઈ છે તે મહાભારતમાં છે. મહાભારતમાં દરેક પ્રકારની વાર્તા અને ભાવના હાજર છે.

આમિરની છેલ્લી ફિલ્મ હોઈ શકે છે

Aamir Khan ને જ્યારે પુછવામાં આવ્યું કે સીતારે જમીન પર ફિલ્મ બાદ તમે કયા પ્રોજેક્ટ પર કામ કરશો ? ત્યારે તેને બહુ વિચારીને જવાબ આપ્યો કે, હું મહાભારત પર કામ કરવા ઈચ્છું છું. તેણે કહ્યું કે, કદાચ આ કર્યા પછી મને લાગશે કે મારા માટે કરવાનું કંઈ બાકી નથી. હું આ પછી કંઈ કરી શકતો નથી, કારણ કે આ ફિલ્મની સામગ્રી જ એવી હશે. તેણે આગળ કહ્યું કે, કદાચ આ પછી મને લાગે છે કે મારે બીજું કંઈ કરવાની જરૂર નથી.

આ પણ વાંચોઃ  Bollywood : છાવાના ડાયરેક્ટરે બોલીવૂડ છોડવાના નિવેદન પર Anurag Kashyap ને ઝાટક્યો

શું આમિર મહાભારત ફિલ્મમાં જોવા મળશે ?

બોલીવૂડના પરફેક્ટનિસ્ટ Aamir Khan અને Mahabharat ફિલ્મ વિશે છેલ્લા કેટલાક વર્ષોથી બઝિંગ થઈ રહ્યું છે. હવે તાજેતરમાં આમિરે સીતારે જમીન પર બાદના પ્રોજેક્ટ તરીકે મહાભારત ફિલ્મ પર પસંદગી ઉતારી હોવાના સંકેતો આપ્યા છે. આમિરને જ્યારે એમ પુછવામાં આવ્યું કે, શું તે મહાભારત ફિલ્મમાં જોવા મળશે ? ત્યારે તેણે કહ્યું કે, આ મારી સૌથી મોટી ફિલ્મોમાંની એક છે અને વાર્તા પોતે લખવામાં વર્ષો લાગી જશે. આપણે જોઈશું કે કયા પાત્ર માટે કોણ યોગ્ય છે. આનો અર્થ એ થયો આમિર મહાભારત ફિલ્મના પાત્રો માટે શ્રેષ્ઠ અભિનેતા પસંદ કરશે. તેણે કહ્યું કે, વાર્તા ઘણી ફિલ્મોમાં રજૂ કરવામાં આવશે. તેથી આ ફિલ્મ પૂર્ણ કરવા માટે તેમને એક કરતાં વધુ દિગ્દર્શકોની જરૂર પડશે.

આ પણ વાંચોઃ  Javed Akhtar : હું ભારતીય છું, હું ચૂપ રહીશ નહીં...બુશરા અંસારીને આપ્યો જડબાતોડ જવાબ

Tags :
a Mahabharata filma statement on the Mahabharata filmaamir khananticipation for the audiencebuzzing againgave hintsGujarat FirstGUJARAT FIRST NEWSmore than one filmSitare Zameen Par
Next Article