Aamir Khan Third Wedding: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને 60 વર્ષની ઉંમરે કર્યાત્રીજા લગ્ન, ગૌરી સ્પ્રેટ બની દુલ્હન
બોલિવૂડ ગલિયારાઓમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ચર્ચાઓ પર આખરે વિરામ મુકાયો છે. મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને ફરીથી ઘર વસાવ્યું છે. બાંદ્રાના ઘરે ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ઓફિશિયલી ત્રીજા લગ્ન કરી લીધા છે. આ સાદગીપૂર્ણ સમારોહમાં રાજકીય નેતા રાજ ઠાકરે અને ક્રિકેટર ઈરફાન પઠાન સહિત પરિવારના સભ્યો ખાસ હાજર રહ્યા હતા.
Advertisement
Aamir Khan Third Wedding: બોલિવૂડના સુપરસ્ટાર અને મિસ્ટર પરફેક્શનિસ્ટ ગણાતા આમિર ખાને ત્રીજી વખત લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા છે. તેમણે મુંબઈ સ્થિત પોતાના નિવાસસ્થાને પરિવાર અને ખાસ મહેમાનોની હાજરીમાં સાદગીપૂર્વક કોર્ટ મેરેજ કરી લીધા છે. અભિનેતાએ 60 વર્ષની ઉંમરે જાણીતી બિઝનેસવુમન ગૌરી સ્પ્રેટ સાથે જીવનની નવી સફર શરૂ કરી છે. આ લગ્નની પ્રથમ તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

