અભિનેતાના જીવનમાં મોટો વળાંક, Non-Veg ત્યજીને તુલસી માળા ધારણ કરી
- Actor Karan Wahi નો પોડકાસ્ટ શો વાયરલ થઇ રહ્યો છે
- અભિનેતાને પહેલા નોન-વેજ ખુબ પ્રિય હતું, સાથે ત્વચાની સમસ્યા હતી
- ચાદર પર લોહીના ડાઘા જોઇને તે ગભરાઇ જતો હતો
- આખરે બધું ત્યજીને ભગવાનના નામમાં મન પરોવ્યું
Actor Karan Wahi : દેખાવડા અનો લોકપ્રિય કલાકાર કરણ વાહીના બદલાયેલા દેખાવથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. 2000 ના દાયકામાં ઘણા લોકપ્રિય ટીવી શોમાં દેખાતા આ અભિનેતાએ આધ્યાત્મિકતા અપનાવી છે, જેના કારણે તેમના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો થયા છે. કરણ વાહીએ 39 વર્ષની ઉંમરે પોતાના જીવનમાં એક મોટો આધ્યાત્મિક પરિવર્તન આણ્યો છે. તેમણે છેલ્લા અઢી મહિનાથી માંસાહાર સંપૂર્ણપણે છોડી દીધો છે, સાથે જ ગળામાં તુલસીની માળા પણ પહેરવાનું શરૂ કર્યું છે.
Actor Karan Wahi, લાલ ઉઝરડા પડી જતા
કરણ વાહીએ પોડકાસ્ટ (Podcast Talk) પર આ વાતનો ખુલાસો કર્યો છે, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ (Social Media - Viral Video) થઈ રહ્યો છે. કરણે સમજાવ્યું કે, તે પહેલા ત્વચાની બીમારીથી પીડાતો હતો. કરણ વાહીએ કહ્યું કે, તેની ત્વચા ખૂબ જ શુષ્ક થઈ ગઈ હતી, ખાસ કરીને તેના હાથ અને પગ પર. જો તે ખંજવાળતો, તો તેની ત્વચા પર લાલ નિશાન દેખાઈ આવતા હતા. તે સવારે ઉઠતો અને તેની ચાદર પર લોહીના ડાઘ જોઈને ગભરાઈ જતો હતો.
View this post on Instagram
આ પણ વાંચો ------------------ Vada Pav Girl એ હાથ જોડીને માફી માંગી, કહ્યું -'હું સનાતની છું, અને....!'
Actor Karan Wahi, વૃંદાવનથી માળા લાવ્યો
ત્યારબાદ કરણે માંસાહારી ખોરાક છોડી દીધો છે. ત્યારથી, તેની ત્વચાની એલર્જી (Skin Alergy) મટી ગઈ છે. આ ઘટનાને અઢી મહિના થઈ ગયા છે, અને કરણ આ આદત જીવનભર જાળવી રાખવા માંગે છે. હવે, તે બિરયાની નહીં, પુલાવ ખાય છે. "દિલ મિલ ગયે" ના અભિનેતા કરણ વહીએ ખુલાસો કર્યો કે, હવે તે ભગવાન કૃષ્ણનો ભક્ત બની ગયો છે, અને ભગવાનનું નામ લેવાનું શરૂ કરી દીધું છે. તે વૃંદાવનથી તુલસીની માળા લાવ્યો હતો, જે તે હંમેશા પહેરે છે.
પ્રેમાનંદ મહારાજનો ભેંટો થયો
કરણે કહ્યું કે, કોઈએ તેને કહ્યું હતું કે, તે ખૂબ ગુસ્સે થાય છે, અને તુલસીની માળા પહેરવી જોઈએ. વૃંદાવનમાં, તે પ્રેમાનંદ મહારાજને મળ્યો, અને ત્યારે જ તેને ભગવાનનું નામ લેવાનું મહત્વ સમજાયું હતું. કરણે ઉમેર્યું કે, છેલ્લા ચારથી પાંચ મહિના તેના માટે ખૂબ જ સુંદર રહ્યા છે. "ભગવાનનું નામ લેવાથી" નકારાત્મકતા દૂર થાય છે. અભિનેતાએ કહ્યું કે, હવે તેના જીવનમાં શાંતિ અને સકારાત્મકતા છે.
આ પણ વાંચો ------------------ આ શું??? સ્ટાર કિડ્ Aryan Khan ને જૂતા ચોર્યા, પછી મચી ધમાચકડી... વીડિયો વાયરલ


