Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Actor Rajpal Yadav ની 'Chota Don' અવતારમાં ધમાકેદાર વાપસી !

Actor Rajpal Yadav જૂના અવતારમાં ફરી વખત દર્શકો સમક્ષ આવ્યા છે, તાજેતરમાં, અક્ષય કુમાર અભિનીત તેમની આગામી ફિલ્મ, ભૂત બાંગ્લાનું (Akshay Kumar Film Bhoot Bungalow) ટીઝર રિલીઝ થયું હતું, જેમાં તેઓ તેમના જૂના અવતારમાં દેખાય છે. ત્યારબાદ, રાજપાલ યાદવે ઇન્સ્ટાગ્રામ પર એક નવો વિડીયો શેર કર્યો છે, જેમાં તેઓ છોટા ડોન (Rajpal Yadav - Chota Don) તરીકે પાછા ફરતા દેખાય છે
actor rajpal yadav ની  chota don  અવતારમાં ધમાકેદાર વાપસી
Advertisement
  • Actor Rajpal Yadav જૂના અવતારમાં ફરી વખત દર્શકો સમક્ષ આવ્યા
  • સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને દર્શકોને સુધી સંદેશો પહોંચાડ્યો
  • રાજપાલ યાદવ જોડે વિડીયોમાં ચર્ચિત અભિનેત્રી તાન્યા મિત્તલ જોવા મળી

Actor Rajpal Yadav : રાજપાલ યાદવ છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં આવી રહ્યા છે. તેઓને તાજેતરમાં રૂ. 9 કરોડના ચેક બાઉન્સ કેસમાં તિહાર જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેઓ તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપી હતી. તે મામલો શાંત થતા હવે ફિલ્મી દુનિયામાં પાછા ફર્યા છે. તાજેતરમાં, અક્ષય કુમાર અભિનીત તેમની આગામી ફિલ્મ, ભૂત બાંગ્લાનું (Akshay Kumar Film Bhoot Bungalow) ટીઝર રિલીઝ થયું હતું, જેમાં તેઓ તેમના જૂના અવતારમાં દેખાય છે. ત્યારબાદ, રાજપાલ યાદવે ઇન્સ્ટાગ્રામ પર એક નવો વિડીયો શેર કર્યો છે, જેમાં તેઓ છોટા ડોન (Rajpal Yadav - Chota Don) તરીકે પાછા ફરતા દેખાય છે. રસપ્રદ વાત એ છે કે, બિગ બોસ સ્ટાર તાન્યા મિત્તલ (Big Boss Fame Tanya Mittal) પણ આ વિડીયોમાં જોવા મળી રહી છે.

આ પણ વાંચો ------- Monalisa Viral Girl Marriage : લગ્ન કર્યા બાદ શું મોનાલિસા ઈસ્લામ કબૂલશે? આપ્યો જવાબ

Advertisement

Actor Rajpal Yadav, જેલમુક્તિ બાદ પહેલી ફિલ્મ

ગઈકાલે, અક્ષય કુમારની આગામી ફિલ્મ, ભૂત બાંગ્લાનું ટીઝર રિલીઝ થયું હતું, જેમાં રાજપાલ યાદવ અને પરેશ રાવલ હતા. ટીઝરમાં તેમનો જૂનો કોમેડી અવતાર દર્શાવવામાં આવ્યો છે, જેનાથી ચાહકો ખૂબ ઉત્સાહિત છે. જે લોકો જાણતા નથી તેમના માટે, ભૂત બાંગ્લા 10 એપ્રિલ, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે, જે જેલમાંથી મુક્ત થયા પછી રાજપાલ યાદવની પહેલી ફિલ્મ છે. તે બાદ હવે તેઓનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ચર્ચિત અભિનેત્રી તાન્યા મિત્તલ સાથે તેઓ જોવા મળી રહ્યા છે. અને તેમની જૂની લોકપ્રિય ફિલ્મના છોટા ડોનના પાત્રમાં ફરી જોવા મળી રહ્યા છે. આ પાત્ર ફિલ્મ બાદથી દર્શકોના મનમાં ઘર કરી ગયું છે.

Advertisement

પાસપોર્ટ જમા કરાવવા નિર્દેશ

રાજપાલ યાદવને તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે ચેક બાઉન્સ કેસમાં વચગાળાના જામીન આપ્યા હતા. કોર્ટે તેમને તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે 18 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. સુનાવણી દરમિયાન, રાજપાલના વકીલે કોર્ટને માહિતી આપી હતી કે અભિનેતાએ રૂ. 1.5 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવ્યો છે. તેમને તેમનો પાસપોર્ટ પણ જમા કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ કેસમાં આગામી સુનાવણી 18 માર્ચે થવાની છે.

આ પણ વાંચો ------- Natalia Janoszek: બિગ બોસ ફેમ નતાલિયા જાનોસેકે કરોડપતિ યુટ્યુબરને છોડી ગાયક દાનિશ સાથે કર્યા નિકાહ?

Tags :
Advertisement

.

×