'Gadar 3' ને લઈ અભિનેત્રી અમીષા પટેલે આપ્યું મોટું અપડેટ! કહી આ વાત
- 'Gadar 3' ને લઈ અભિનેત્રી અમીષા પટેલે આપ્યું મોટું અપડેટ
- તારા અને સકીના વિના Gadar અધૂરી છે : અમીષા પટેલ
- ચિત્તોડગઢમાં કાર્યક્રમ દરમિયાન અભિનેત્રીએ Gadar 3 ને લઇ આપ્યું નિવેદન
વર્ષ 2023 બોલિવૂડ માટે ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહ્યું હતું. કારણ કે, આ વર્ષે બોલિવૂડની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. જો કે, આવા સમયે અભિનેતા સની દેઓલ (Sunny Deol) અને અત્રિનેત્રી અમીષા પટેલની 'ગદર 2' એ (Gadar 2) બોક્સ ઓફિસ પર તોફાન મચાવ્યું હતું અને કમાણીનાં નવા રેકોર્ડ સર્જયા હતા. જો કે, હવે ચાહકો 'ગદર 3' ની (Gadar 3) આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેને લઈ અમીષા પટેલે મોટું અપડેટ આપ્યું છે.
આ પણ વાંચો - Actress Sandhya Naidu એ કાસ્ટિંગ કાઉસનો ચોંકાવનારો ખુલાસો કર્યો
Gadar Ek Prem Katha બાદ 22 વર્ષે રિલીઝ થઈ હતી Gadar 2
જણાવી દઈએ કે, 'ગદર એક પ્રેમ કથા' વર્ષ 2001 માં મોટા પડદા પર રિલીઝ થઈ હતી. સની દેઓલની આ સૌથી વધુ પસંદ કરાયેલી ફિલ્મોમાંની આ એક છે. થિયેટર ઉપરાંત, આ ફિલ્મને દર્શકોએ TV પર પણ બહોળા પ્રમાણમાં જોઈ હતી. ત્યાર બાદ અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ગદરનો બીજો ભાગ (Gadar 2), વર્ષ 2023 માં રિલીઝ થયો હતો. જણાવી દઈએ કે 22 વર્ષ પછી પણ સની દેઓલની ફિલ્મનાં બીજા ભાગનો જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. હવે ફિલ્મનાં ત્રીજા ભાગને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે.
આ પણ વાંચો - Yuzvendra Chahal એ છૂટાછેડાના દુ:ખમાં દારૂનો સહારો આપનાવ્યો!
ચાહકો 'Gadar 3' ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે!
બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલે (Ameesha Patel) ફિલ્મ Gadar માં શકીનાનો રોલ કર્યો છે. હવે, અભિનેત્રીએ પોતે Gadar 3 ને લઈ અપડેટ આપ્યું છે. રવિવારે અત્રિનેત્રી ચિત્તોડગઢ (Chittorgarh) પહોંચી હતી, જ્યાં તેણે ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. દરમિયાન, અમીષા પટેલને પૂછવામાં આવ્યું કે શું તે 'ગદર 3' માં પણ જોવા મળશે, તો તેણે હસીને જવાબ આપ્યો, 'ચોક્કસ! તારા અને સકીના વિના Gadar અધૂરી છે. અભિનેત્રીનાં આ નિવેદનથી ચાહકોની ઉત્તેજના વધી ગઈ છે અને Gadar 3 ક્યારે આવશે તેને લઈ સવાલો થઈ રહ્યા છે. જણાવી દઈએ કે, ચિત્તોડગઢમાં એક કાર્યક્રમમાં અભિનેત્રી અમીષા પટેલનું સ્વાગત કરવા માટે ઢોલ વગાડવામાં આવ્યા હતા અને રાજસ્થાની શૈલીમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેની એક ઝલક મેળવવા મોટી સંખ્યામાં ચાહકો કલાકો સુધી રાહ જોતા હતા. અભિનેત્રી આવતાની સાથે જ લોકોમાં સેલ્ફી અને ફોટોગ્રાફ્સ લેવાની હરીફાઈ લાગી ગઈ હતી.
આ પણ વાંચો - Film Deva નું ટીઝર માત્ર 52 સેકેન્ડમાં તમારા રૂવાડા ઉભા કરી દેશે