Aneet Padda Grandfather Death: દાદાના નિધનથી આઘાતમાં અનીત પડા; ઇન્સ્ટાગ્રામ પર લખી હૃદયસ્પર્શી નોટ
બોલિવૂડની ઉભરતી અભિનેત્રી Aneet Padda Grandfather Death ના સમાચારથી અત્યંત શોકમાં છે. 'સૈયારા' ફેમ અનીતે તેના દાદાના નિધન પર ઇન્સ્ટાગ્રામ પર દિલ જીતી લે તેવી ભાવુક પોસ્ટ શેર કરી છે. દાદાનો હાથ પકડેલી તસવીર સાથે તેણે જૂની યાદો વાગોળી તેમને પોતાનો 'સૌથી મોટો પ્રેમ' ગણાવ્યા છે. આ કપરા સમયે કરણ જોહર સહિતના સેલેબ્સે તેને સાંત્વના પાઠવી છે.
Advertisement
- 'Saiyaara' ફેમ અભિનેત્રી અનીત પડાના પરિવારમાં શોક
- દાદાના નિધનથી એક્ટ્રેસ ભાંગી પડી, શેર કરી ભાવુક પોસ્ટ
- "તમે મારા જીવનનો એકમાત્ર પ્રેમ હતા" - દાદાને યાદ કરી રડી પડી એક્ટ્રેસ
- સોશિયલ મીડિયા પર દાદા સાથેની તસવીર થઈ વાયરલ
- કરણ જોહર સહિતના કલાકારોએ આ મુશ્કેલ સમયમાં પાઠવી સાંત્વના
બોલિવૂડની ઉભરતી અભિનેત્રી અનીત પડા (Aneet Padda) પર અત્યારે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘સૈયારા’ દ્વારા પ્રેક્ષકોના દિલ જીતનાર આ યુવા એક્ટ્રેસના દાદાનું અવસાન (Aneet Padda Grandfather Death) થયું છે. અનીતે પોતે સોશિયલ મીડિયા પર આ આઘાતજનક સમાચાર શેર કર્યા છે, જેનાથી તેના ચાહકો અને બોલિવૂડ જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

