Anushka Sharma ની 8 વર્ષ બાદ ફિલ્મી પરદે વાપસીની તૈયારી, જાણો ક્યાં નામ જોડાયું !
Anushka Sharma વર્ષો બાદ ફિલ્મી પરદે મોટું કમબેક કરશે, તેવી પ્રબળ અટકળો સામે આવી રહી છે, અગાઉ અનુષ્કા શર્માએ 2018 ની ફિલ્મ 'ઝીરો' માં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જે મોટા પડદા પર તેની છેલ્લી ફિલ્મ હતી. બાદમાં તેણીએ નેટફ્લિક્સ ફિલ્મ 'કાલા' (2022) માં એક નાનકડી ભૂમિકા ભજવી હતી. તે 'ચકડા એક્સપ્રેસ' ફિલ્મમાં દેખાવાની હતી, પરંતુ તેની રિલીઝ અનિશ્ચિત છે.
Advertisement
- Anushka Sharma વર્ષો બાદ ફિલ્મી પરદે મોટું કમબેક કરશે
- અલ્લુ અર્જૂનની ફિલ્મમાં અનુષ્કાનો સમાવેશ કરાયો હોવાનું જાણવા મળ્યું
- ફિલ્મની ટીમ દ્વારા આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી
Anushka Sharma : ચાહકો મોટા પડદા પર બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માને (Bollywood Actress - Anushka Sharma) ખૂબ જ યાદ કરે છે. હાલના દિવસોમાં, તે ફક્ત ક્રિકેટ સ્ટેડિયમમાં તેના પતિ વિરાટ કોહલી માટે ચીયર કરતી જોવા મળે છે. પરિણામે, તે ફિલ્મોમાં ક્યારે વાપસી કરશે, તે વાતને લઇને ચાહકોના મનમાં હંમેશા સવાલો ઉઠ્યા કરતા હોય છે, જો કે, હવે એવું લાગે છે કે અભિનેત્રીએ આખરે તેના ચાહકોની વાત સાંભળી લીધી છે. એવા અહેવાલો છે કે, અનુષ્કા અલ્લુ અર્જુન અભિનીત ફિલ્મ "AA22xA6" (Allu Arjun Upcoming Film - "AA22xA6") માં જોવા મળી શકે છે.

