Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Pravina Deshpande Passes Away: મરાઠી અને હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી પ્રવીણા દેશપાંડેનું 60 વર્ષની વયે નિધન

સલમાન ખાનની 'રેડી' થી લઈને મનોજ બાજપેયીની આગામી 'ધ ફેમિલી મેન 3' સુધી જેમણે પોતાની અભિનય ક્ષમતાથી આગવી ઓળખ ઉભી કરી હતી, તેવા પ્રખ્યાત અભિનેત્રી પ્રવીણા દેશપાંડે હવે આપણી વચ્ચે નથી રહ્યા. કેન્સરની બિમારી સામે લાંબો સંઘર્ષ કરી રહેલી અભિનેત્રી પ્રવીણાએ 60 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા.
pravina deshpande passes away   મરાઠી અને હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી પ્રવીણા દેશપાંડેનું 60 વર્ષની વયે નિધન
Advertisement
  • બ્લડ કેન્સર સામે લાંબા સંઘર્ષ બાદ મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ (Pravina Deshpande Passes Away)
  • સલમાન ખાનની 'રેડી' અને 'એક વિલન' જેવી ફિલ્મોમાં ભજવી હતી યાદગાર ભૂમિકા
  • મનોજ બાજપેયીની 'ધ ફેમિલી મેન ૩' માં છેલ્લી વાર જોવા મળશે અભિનેત્રી

મરાઠી અને હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી પ્રવીણા દેશપાંડેનું (Pravina Deshpande) 17  ફેબ્રુઆરી, 2026ના રોજ 60 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. તેઓ છેલ્લા લાંબા સમયથી મલ્ટીપલ માયલોમા (Multiple Myeloma) નામના બ્લડ કેન્સર (Blood Cancer) સામે લડી રહ્યા હતા. 2019થી તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ અંતે તેઓ જિંદગીની જંગ હારી ગયા છે. તેમના પરિવારે સોશિયલ મીડિયા દ્વારા આ આઘાતજનક સમાચાર શેર કર્યા છે.

Pravina Deshpande Passes Away:  અંતિમ વિદાય

મુંબઈના અંધેરી પૂર્વ (Andheri East) વિસ્તારમાં આવેલા ચકલા પારસીવાડા હિન્દુ સ્મશાનગૃહમાં બપોરે ૩ વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી મરાઠી અને હિન્દી મનોરંજન ઉદ્યોગને (Entertainment Industry) ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે.

Advertisement

Advertisement

સફળ કારકિર્દી અને ફિલ્મી સફર

પ્રવીણા દેશપાંડેએ તેમની કારકિર્દીની શરૂઆત થિયેટર (Theater) થી કરી હતી. ભલે તેઓ ઘણીવાર સહાયક ભૂમિકાઓમાં જોવા મળતા, પરંતુ તેમના અભિનયની ઊંડાઈ પ્રેક્ષકોના દિલ જીતી લેતી હતી. સલમાન ખાનની (Salman Khan) વર્ષ 2011ની સુપરહિટ ફિલ્મ 'રેડી' (Ready) માં તેમણે ભજવેલી શાલુ ચૌધરીની ભૂમિકા આજે પણ દર્શકોને યાદ છે. આ ઉપરાંત તેમણે જોન અબ્રાહમ (John Abraham) સાથે 'પરમાણુ' (Parmanu), સિદ્ધાર્થ મલ્હોત્રાની 'એક વિલન' (Ek Villain) અને 'જલેબી' (Jalebi) જેવી ફિલ્મોમાં યાદગાર કામ કર્યું હતું.

ટેલિવિઝન ક્ષેત્રે લોકપ્રિયતા

ટીવી સીરિયલ્સમાં પણ પ્રવીણાજી ઘર-ઘરમાં જાણીતું નામ હતા. 'ઘર એક મંદિર' (Ghar Ek Mandir), 'કુમકુમ' (Kumkum), 'કરમ અપના અપના' અને 'કુલ્ફી કુમાર બાજેવાલા' (Kullfi Kumarr Bajewala) જેવા લોકપ્રિય શોમાં તેમના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં જ તેમણે નીરજ પાંડે (Neeraj Pandey) નિર્દેશિત અને ઇમરાન હાશ્મી (Emraan Hashmi) સ્ટારર વેબ સીરીઝ 'ટસ્કરી' (Taskari) માં નાનકડી ભૂમિકા ભજવી હતી. અહેવાલો મુજબ, તેમણે મનોજ બાજપેયીની (Manoj Bajpayee) અત્યંત પ્રતીક્ષિત સીરીઝ 'ધ ફેમિલી મેન સીઝન ૩' (The Family Man Season 3) નું શૂટિંગ પણ પૂર્ણ કર્યું હતું, જેમાં તેઓ મનોજ બાજપેયીના પાત્રની માતાની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો:  Ameesha Patel વિરુદ્ધ નોન-બેલેબલ વોરંટ, શું 'સકીના'ની જેલની મુલાકાત થશે?

Tags :
Advertisement

.

×