Actress Sandhya Naidu એ કાસ્ટિંગ કાઉસનો ચોંકાવનારો ખુલાસો કર્યો
- અમ્મા કહીને બોલાવતા અને રાત્રે સૂવા માટે બોલાવતા
- શૂટિંગ સેટની બહાર કપડાં બદલવા પડ્યા હતા
- અમારા ફરવા હરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો
Actress Sandhya Naidu : વર્ષ 2018 માં તેલુગુ Actress Sri Reddy એ ટોલીવુડમાં કાસ્ટિંગ કાઉચને લઈને પોતાનો ખરાબ અનુભવ શેર કર્યો હતો. આ પછી ભારે હોબાળો થયો હતો. તેના ખુલાસાને કારણે દેશમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે Sri Reddy એ રસ્તાની વચ્ચે અર્ધનગ્ન પ્રદર્શન કર્યું.
અમ્મા કહીને બોલાવતા અને રાત્રે સૂવા માટે બોલાવતા
તો Sri Reddy ના વિરોધ પછી ઘણી વધુ Actress એ આગળ આવી અને ખુલ્લેઆમ તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીમાં તેની સાથે કેવું વર્તન કરવામાં આવે છે. Actress Sandhya Naidu પણ ખુલ્લેઆમ આગળ આવી. પ્રેસ મીટમાં તેણે કહ્યું હતું કે, મને મળેલા મોટાભાગના પાત્રો આંટી અને માતાના હતા. તેઓ મને શૂટિંગ સેટ પર દિવસ દરમિયાન અમ્મા કહીને બોલાવતા અને રાત્રે સૂવા માટે બોલાવતા હતા. તેમાંથી એકે તો મને પૂછ્યું કે મેં શું પહેર્યું છે અને શું તે પારદર્શક છે.
આ પણ વાંચો: Yuzvendra Chahal એ છૂટાછેડાના દુ:ખમાં દારૂનો સહારો આપનાવ્યો!
View this post on Instagram
શૂટિંગ સેટની બહાર કપડાં બદલવા પડ્યા હતા
આ સિવાય Actress એ જણાવ્યું કે જ્યારે પણ તેને કોઈપણ ફિલ્મમાં કોઈ ઓફર આપવામાં આવે છે, ત્યારે તેને પૂછવામાં આવે છે કે તે રોલના બદલામાં તેને શું મળશે. Actress એ દાવો કર્યો હતો કે આ રોલ આપ્યા બાદ તેને વોટ્સએપ પર ચેટ કરવા માટે તેને દબાણ કરવામાં આવતું હતું.
અમારા ફરવા હરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો
Actress સુનીતા રેડ્ડીએ કહ્યું હતું કે તેને શૂટિંગ સેટની બહાર કપડાં બદલવા પડ્યા હતા. અમે ખુલ્લામાં કપડાં બદલતા હતા. મેનેજર અમને કૈરાવેનનો ઉપયોગ કરવા કહેતા હતા, પરંતુ અમારી પાસે તેમ કરવાની પરવાનગી નહોતી. અમારી સાથે પ્રાણીઓ જેવું વર્તન કરવામાં આવ્યું. તેઓએ ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો અને અમારા ફરવા હરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
આ પણ વાંચો: Film Deva નું ટીઝર માત્ર 52 સેકેન્ડમાં તમારા રૂવાડા ઉભા કરી દેશે