ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Aditi Mukherjee passed away: અભિનેત્રી અદિતિ મુખર્જીનું અકસ્માતમાં નિધન, આશુતોષ રાણા સાથે કરી ચૂકી છે કામ

પ્રતિભાશાળી થિયેટર અભિનેત્રી અદિતિ મુખર્જીનું (Aditi Mukherjee) નિધન થયું છે. માર્ગ અકસ્માતમાં તેમના દુ:ખદ અવસાનથી તેમનો પરિવાર આઘાતમાં છે.તેમજ ફિલ્મ ઉદ્યોગમાં પણ શોકની લહેર વ્યાપી છે.અદિતિ આશુતોષ રાણા (Ashutosh Rana) સાથે કામ કરતી હતી.
01:12 PM Nov 19, 2025 IST | Mahesh OD
પ્રતિભાશાળી થિયેટર અભિનેત્રી અદિતિ મુખર્જીનું (Aditi Mukherjee) નિધન થયું છે. માર્ગ અકસ્માતમાં તેમના દુ:ખદ અવસાનથી તેમનો પરિવાર આઘાતમાં છે.તેમજ ફિલ્મ ઉદ્યોગમાં પણ શોકની લહેર વ્યાપી છે.અદિતિ આશુતોષ રાણા (Ashutosh Rana) સાથે કામ કરતી હતી.
Aditi Mukherjee passed away- gujarat first

Aditi Mukherjee passed away: ફિલ્મ ઉદ્યોગમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં પ્રતિભાશાળી થિયેટર અભિનેત્રી અદિતિ મુખર્જીનું માર્ગ અકસ્માતમાં નિધન થયું હોવાની માહિતી મળી રહી છે. આ દુ:ખદ ઘટનાએ તેમના પરિવાર અને થિયેટર સમુદાય બંનેને આઘાત પહોંચાડ્યો છે. અદિતિ પ્રખ્યાત અભિનેતા આશુતોષ રાણા સાથે એક થિયેટર નાટક પર કામ કરી રહી હતી.

કેવી રીતે થયો અકસ્માત ?

અદિતિ નોઈડામાં ગૌતમ બુદ્ધ યુનિવર્સિટીમાં એક થિયેટર કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહી હતી. તે પોતાના ઘરેથી કેબમાં નીકળી હતી, પરંતુ રસ્તામાં જ તેની કેબને એક ઝડપી વાહને ટક્કર મારી દીધી હતી આ ટક્કર એટલી ભયંકર હતી કે અદિતિ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ અને તેને તાત્કાલિક ગ્રેટર નોઈડાની શારદા હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ ડોક્ટરોના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, તેને બચાવી શકાઈ નહીં અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે.

ફિલ્મ ઉદ્યોગમાં શોકનો લહેર

અદિતિના મૃત્યુના સમાચાર થિયેટર ગ્રુપ સુધી પહોંચતા જ બધા કલાકારો શોકમાં ડૂબી ગયા છે. ગૌતમ બુદ્ધ યુનિવર્સિટીમાં એક થિયેટર કાર્યક્રમ દરમિયાન અદિતિને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રંગભૂમિ સાથે સંકળાયેલા લોકો તેમને એક મહેનતુ અને આશાસ્પદ અભિનેત્રી તરીકે યાદ કરી રહ્યા છે.

અદિતિ મુખર્જી કોણ હતી?

અદિતિ તેના ભાઈ અરિંદમ મુખર્જી સાથે દિલ્હીના મહિપાલપુરમાં રહેતી હતી. તેનું ઘર ઓડિશામાં છે. તે અસ્મિતા થિયેટર ગ્રુપની ભૂતપૂર્વ વિદ્યાર્થી હતી અને 2022 બેચમાં અભિનયનો અભ્યાસ કરતી હતી. અદિતિને એક પ્રતિભાશાળી અને મહેનતુ વિદ્યાર્થી માનવામાં આવતી હતી.અસ્મિતા થિયેટર ગ્રુપના ડિરેક્ટર અરવિંદ ગૌરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેમના મૃત્યુની પુષ્ટિ કરી અને શોક વ્યક્ત કર્યો છે.

Aditi Mukherjee passed away- gujarat first

આશુતોષ રાણા સાથે કરતી હતી કામ

જાણકારી મુજબ અદિતિ હાલમાં અભિનેતા આશુતોષ રાણા અને રાહુલ ભુચર સાથે લોકપ્રિય નાટક "હમારે રામ" માં અભિનય કરી રહી હતી. અકસ્માતમાં તેણીને માથામાં ગંભીર ઈજા થઈ હતી, જેના પરિણામે તેણીનું મૃત્યુ થયું હતું. અદિતિના માતા-પિતા પણ ઓડિશાથી દિલ્હી આવી પહોંચ્યા છે. તેણીના નિધનને રંગભૂમિ જગત માટે મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Bigg Boss 19: પૌત્રીઓને જોઈ કુનિકા સદાનંદની છલકાઈ આંખો, ભારે હૈયે દીકરા અયાનને કહ્યું અલવિદા

Tags :
actressAditi MukherjeeAditi Mukherjee passed awayAshutosh RanaFILM INDUSTRYGujarat Firstroad accident
Next Article