Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Aditya Dhar Net Worth: કરોડોના માલિક છે આદિત્ય ધર: 'ધુરંધર'ની કમાણી જોઈ આંખો ફાટી જશે!

રણવીર સિંહ અને અક્ષય ખન્ના સ્ટારર ફિલ્મ 'ધુરંધર' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, જે ટૂંક સમયમાં 400 કરોડના આંકડાને પાર કરશે. આ ઐતિહાસિક સફળતાની સાથે ડાયરેક્ટર આદિત્ય ધર પણ ચર્ચામાં છે, જેઓ એક ફિલ્મ માટે આશરે 10 કરોડની ફી લે છે. પત્ની યામી ગૌતમ સાથે તેમની સંયુક્ત નેટવર્થ 100 કરોડથી વધુ છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન પણ 600 કરોડની નજીક પહોંચી ગયું છે.
aditya dhar net worth  કરોડોના માલિક છે આદિત્ય ધર   ધુરંધર ની કમાણી જોઈ આંખો ફાટી જશે
Advertisement
  • Aditya Dhar Net Worth : ડાયરેક્ટર આદિત્ય ધરની સંપત્તિમાં થયો મોટો ઉછાળો
  • 'ધુરંધર' ફિલ્મે 12 જ દિવસમાં 400 કરોડનો આંકડો સ્પર્શવા તરફ લગાવી દોડ
  • ડાયરેક્ટર આદિત્ય ધર એક ફિલ્મ માટે 8 થી 10 કરોડ રૂપિયાની ફી વસૂલે છે
  • પત્ની યામી ગૌતમ સાથે આદિત્યની સંયુક્ત નેટવર્થ ₹100 કરોડને પાર પહોંચી
  • મુંબઈથી હિમાચલ પ્રદેશ સુધી ડાયરેક્ટર આદિત્ય ધર પાસે છે કરોડોની પ્રોપર્ટી

Aditya Dhar Net Worth  : રણવીર સિંહ અને અક્ષય ખન્ના સ્ટારર ફિલ્મ 'ધુરંધર' (Dhurandhar) બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે. રિલીઝના માત્ર 12 દિવસમાં આ ફિલ્મ 400 કરોડના આંકડાને સ્પર્શવા તૈયાર છે. આ ફિલ્મની બ્લોકબસ્ટર સફળતાની સાથે જ તેના ડાયરેક્ટર આદિત્ય ધર (Aditya Dhar) ફરી એકવાર લાઈમલાઈટમાં આવ્યા છે.

રણવીર સિંહ અને અક્ષય ખન્ના સ્ટારર ફિલ્મ 'ધુરંધર' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, જે ટૂંક સમયમાં 400 કરોડના આંકડાને પાર કરશે. આ ઐતિહાસિક સફળતાની સાથે ડાયરેક્ટર આદિત્ય ધર પણ ચર્ચામાં છે, જેઓ એક ફિલ્મ માટે આશરે 10 કરોડની ફી લે છે. પત્ની યામી ગૌતમ સાથે તેમની સંયુક્ત નેટવર્થ 100 કરોડથી વધુ છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન પણ 600 કરોડની નજીક પહોંચી ગયું છે.

Advertisement

Advertisement

 Aditya Dhar Net Worth : આદિત્ય ધરની ફી અને કમાણી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' જેવી સુપરહિટ ફિલ્મ આપનાર આદિત્ય ધર એક ફિલ્મ ડાયરેક્ટ કરવા માટે 8 થી 10 કરોડ રૂપિયા ફી લે છે. આ સિવાય તેઓ પ્રોડક્શન, રોયલ્ટી અને પ્રોફિટ-શેરિંગ દ્વારા પણ કરોડોની કમાણી કરે છે. માત્ર 42 વર્ષની ઉંમરે તેમણે બોલીવુડના ટોચના ડાયરેક્ટર્સમાં સ્થાન મેળવી લીધું છે.

યામી ગૌતમ સાથેની સંયુક્ત સંપત્તિ

આદિત્ય ધર બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમના પતિ છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, આ કપલની સંયુક્ત નેટવર્થ આશરે 99 થી 104 કરોડ રૂપિયા છે. આદિત્ય ધર પાસે મુંબઈ ઉપરાંત ચંદીગઢ અને હિમાચલ પ્રદેશમાં પણ કરોડોની કિંમતની આલીશાન પ્રોપર્ટી છે.

'ધુરંધર'નું બોક્સ ઓફિસ કલેક્શન

આશરે 280 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 5 ડિસેમ્બરે 28 કરોડની ઓપનિંગ સાથે શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં આ ફિલ્મે ઘરેલું બોક્સ ઓફિસ પર 380 કરોડથી વધુ અને વર્લ્ડવાઈડ કલેક્શનમાં 600 કરોડનો આંકડો પાર કરી લીધો છે. રણવીર સિંહના કરિયરની આ સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક સાબિત થઈ રહી છે.

આ પણ વાંચો : ધૂરંધર ફિલ્મની લોકપ્રિયતાની સૂનામીના કારણે અન્ય રિલીઝ પાછળ ઠેલાઇ

Tags :
Advertisement

.

×