Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sikandar ફિલ્મનું થઈ રહ્યું છે છપ્પરફાડ એડવાન્સ બૂકિંગ , રિલીઝ અગાઉ જ કમાઈ લીધા 165 કરોડ

Salman Khanની ઈદ પર રિલીઝ થઈ રહેલ ફિલ્મ 'સિકંદર'નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને પહેલા 24 કલાકમાં જ 76,000 થી વધુ ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ છે. દિલ્હી-એનસીઆર, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ટિકિટનું પ્રી-બૂકિંગ સૌથી વધુ થઈ રહ્યું છે. હજૂ પણ ફિલ્મ રિલીઝને 4 દિવસ બાકી છે.
sikandar ફિલ્મનું થઈ રહ્યું છે છપ્પરફાડ એડવાન્સ બૂકિંગ   રિલીઝ અગાઉ જ કમાઈ લીધા 165 કરોડ
Advertisement
  • એ.આર. મુરુગાદોસ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ Sikandar છે એક એક્શન ડ્રામા
  • કાસ્ટના લીધે દક્ષિણ ભારતમાં ફિલ્મને મળી રહ્યો છે જબરદસ્ત રિસ્પોન્સ
  • દિલ્હી-એનસીઆર, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં સૌથી ઝડપી બુકિંગ

Sikandar: સલમાન ખાનની મચ અવેટેડ ફિલ્મ Sikandarનું એડવાન્સ બૂકિંગ ધાર્યા મુજબ છપ્પરફાડ રહ્યું છે. માત્ર 24 કલાકમાં 76000થી વધુ ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે. ફિલ્મની રિલીઝને હજૂ પણ 4 દિવસ બાકી છે જેમાં આ આંકડો વધુ મોટો થવાના 100 ટકા ચાન્સીસ છે.

30મી માર્ચે થઈ રહી છે રિલીઝ

Sikandar ફિલ્મનો ક્રેઝ ફિલ્મ નિર્માણ શરૂ થયું ત્યારથી જ જોવા મળી રહ્યો છે. અત્યારે ફેન્સ પર આ ફિલ્મનો ફિતુર છવાઈ ગયો છે. Sikandar ઈદના અવસરે 30 માર્ચે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ મંગળવારથી શરૂ થઈ ગયું છે. રસપ્રદ વાત એ છે કે, માત્ર 24 કલાકમાં, શરૂઆતના દિવસ માટે 76,288 ટિકિટો વેચાઈ ગઈ છે. રિલીઝના દિવસે આ ફિલ્મને 60 કરોડનું ઓપનિંગ કલેકશન મળશે તેવી સંભાવના વર્તાઈ રહી છે.

Advertisement

આ પણ વાંચોઃ  Stree-3ની સ્ક્રિપ્ટ થઈ ગઈ લીક , શ્રદ્ધા કપૂરના પાત્રનું નામ થયું જાહેર.....

Advertisement

કાસ્ટના લીધે દક્ષિણ ભારતમાં જબરદસ્ત રિસ્પોન્સ

એ.આર. મુરુગાદોસ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ Sikandar એક એક્શન ડ્રામા છે. સલમાન ખાન ઉપરાંત, આ ફિલ્મમાં રશ્મિકા મંદાના, સત્યરાજ અને કાજલ અગ્રવાલ પણ છે. આ કારણે, દક્ષિણ ભારતીય સિનેમાઘરોમાં પણ ફિલ્મના એડવાન્સ બુકિંગને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. સલમાન ખાનનું હૈદરાબાદ સેક્ટરમાં જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં, પહેલા 24 કલાકમાં 11 લાખ રૂપિયાથી વધુનું એડવાન્સ બુકિંગ થયું છે.

દિલ્હી-એનસીઆર, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં સૌથી ઝડપી બુકિંગ

પહેલા દિવસના એડવાન્સ બુકિંગમાં, દિલ્હી-એનસીઆરમાં ટિકિટો સૌથી ઝડપી વેચાઈ હતી. અહીંથી 44.59 લાખ રૂપિયાની કમાણી થઈ છે. આ પછી મહારાષ્ટ્રનો વારો આવે છે, જ્યાંથી 42.59 લાખ રૂપિયાનું એડવાન્સ બૂકિંગ થયું છે. રાજસ્થાન ત્રીજા સ્થાને છે, જ્યાં 18.98 લાખ રૂપિયાનું બૂકિંગ થયું છે. પશ્ચિમ બંગાળ આ યાદીમાં ચોથા ક્રમે છે જેમાં 14.79 લાખ રૂપિયાના પ્રી-સેલ્સ બૂકિંગ થયા છે. જ્યારે ઉત્તર પ્રદેશ 12.54 લાખ બૂકિંગ સાથે પાંચમા સ્થાને છે.

રિલીઝ અગાઉ જ 165 કરોડની કરી કમાણી

Sikandarના નોન-થિયેટ્રિકલ રાઈટ્સ, સેટેલાઈટ (ટીવી પ્રીમિયર) અને મ્યુઝિક રાઈટ્સ માટે લગભગ 165 કરોડ રૂપિયાનો સોદો થયો છે. નેટફ્લિક્સે 85 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ પર OTT રિલીઝ રાઈટ્સ ખરીદ્યા છે. આ ડીલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ફિલ્મ બોક્સ ઓફિસ પર 350 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરે છે, તો OTT રિલીઝ માટેનો આ સોદો 100 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચોઃ Sonu Nigam ના શોમાં લોકોએ ફેંક્યા પથ્થર, સિંગરે કહ્યું, હું અહીંયા ગાવા માટે...

Tags :
Advertisement

.

×