Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

TIGER 3 ફિલ્મની એડવાન્સ બૂકિંગ શરું કરવામાં આવી, હજારોમાં વેચાય છે ટિકિટ

આ દિવસોમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મ 'ટાઈગર 3'ને લઈને ચર્ચામાં છે. સલમાનની આ ફિલ્મ માટે ચાહકોમાં એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આજથી  સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ 'ટાઈગર 3'નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું...
tiger 3 ફિલ્મની એડવાન્સ બૂકિંગ શરું કરવામાં આવી  હજારોમાં વેચાય છે ટિકિટ
Advertisement

આ દિવસોમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મ 'ટાઈગર 3'ને લઈને ચર્ચામાં છે. સલમાનની આ ફિલ્મ માટે ચાહકોમાં એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આજથી  સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ 'ટાઈગર 3'નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. અહી મહત્વની વાત એ છે કે ફિલ્મને રીલિઝ પહેલા ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

સવારે 6 વાગ્યે થશે ટાઈગરનો પહેલો શો 

Advertisement

Advertisement

તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને કેટરિના કૈફ અભિનીત ફિલ્મ 'ટાઈગર 3'ના નિર્માતાઓએ શનિવારે આ થ્રિલર ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધું હતું. Book My Show અનુસાર, મુંબઈમાં રવિવાર, 12 નવેમ્બરના રોજ સવારે 6 વાગ્યે પ્રથમ શો જોવા મળશે.

ફિલ્મની ટિકિટ 120 રૂપિયાથી 1,600 રૂપિયા સુધીની 

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની 'પઠાણ'નો પહેલો શો પણ એ જ સિનેમા હોલમાં સવારે 6 વાગ્યે થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પહેલા દિવસના થોડા જ કલાકોમાં આ ફિલ્મની કમાણી 1 કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગઈ છે. રિપોર્ટ અનુસાર, PVRની 20,000 ટિકિટ, સિનેપોલિસની 3,800 અને 23,800 ટિકિટોનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. માહિતી અનુસાર, 33,090 ટિકિટો વેચાઈ ચૂકી છે અને બુકિંગ હજુ પણ ચાલુ છે. 'ટાઈગર 3' માટે 12 નવેમ્બરે મુંબઈમાં સવારના શો (સવારે 10:30) માટે 120 રૂપિયાથી લઈને તે જ તારીખે લોઅર પરેલ મુંબઈમાં સાંજે અને રાત્રિના શૉ માટે 1600 રૂપિયા સુધીની ટિકિટ છે.

આ પણ વાંચો -- શાહરુખની DUNKI નીકળી TIGER 3, SALAAR અને ANIMAL થી આગળ, વાંચો અહેવાલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×