ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અલ્લુ અર્જુન બાદ હવે કાયદાકીય દાવપેચમાં ફસાયો Bahubali નો આ સ્ટાર અભિનેતા અને પરિવાર!

નાસભાગમાં એક મહિલાનાં મૃત્યુને કારણે પુષ્પા 2 ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુન કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાયો હતો.
07:08 AM Jan 13, 2025 IST | Vipul Sen
નાસભાગમાં એક મહિલાનાં મૃત્યુને કારણે પુષ્પા 2 ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુન કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાયો હતો.
સૌજન્ય : Google
  1. સાઉથ સિનેમા અને પોલીસ કેસ હાલ ખૂબ જ ચર્ચામાં (Bahubali)
  2. અલ્લુ અર્જુન બાદ હવે કાયદાકીય દાવપેચમાં ફસાયો રાણા દગ્ગુબાતી
  3. વેંકટેશ દગ્ગુબાતી, રાણા દગ્ગુબાતી સહિત પરિવારનાં લોકો સામે ફરિયાદ!

સાઉથ સિનેમા અને પોલીસ કેસ હાલ ખૂબ જ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા હૈદરાબાદનાં સંધ્યા થિયેટરમાં થયેલ નાસભાગમાં એક મહિલાનાં મૃત્યુને કારણે પુષ્પા 2 (Pushpa 2) ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાયો હતો. ત્યારે હવે, બાહુબલી (Bahubali) ફેમ અભિનેતા રાણા દગ્ગુબાતી (Rana Daggubati) અને તેમના પરિવારનું નામ લીગલ મામલાને લઈ ચર્ચામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, હૈદરાબાદની (Hyderabad) એક હોટેલમાં ગેરકાયદેસર તોડફોડ કરવા બદલ અભિનેતા અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હોવાના અહેવાલ છે, જેમાં રાણા દગ્ગુબાતીનાં કાકા અને દક્ષિણનાં દિગ્ગજ અભિનેતા વેંકટેશ દગ્ગુબાતીનું (Venkatesh Daggubati) નામ પણ સામેલ છે.

આ પણ વાંચો - Prabhas Wedding: શું પ્રભાસ 45 વર્ષની ઉંમરે ખ્રિસ્તી છોકરી સાથે લગ્ન કરશે? જાણો કોના નામની ચર્ચા

જાણો શું છે મામલો ?

મીડિયા અહેવાલ અનુસાર, બાહુબલી (Bahubali) ફેમ અભિનેતા રાણા દગ્ગુબાતી (Rana Daggubati) અને તેના પરિવાર વિરુદ્ધ પોલીસ કેસની માહિતી સામે આવી હતી. વેંકટેશ દગ્ગુબાતી, રાણા દગ્ગુબાતી, તેમના ભાઈ અભિરામ દગ્ગુબાતી અને તેમના પિતા સુરેશ બાબુ દગ્ગુબાતી સહિત ઘણા લોકો સામે હૈદરાબાદમાં ફિલ્મ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડેક્કન કિચન હોટેલમાં ગેરકાયદેસર રીતે તોડફોડ કરવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. મોટાભાગનાં નામોમાં તેલુગુ ફિલ્મ સેલિબ્રિટીઝનો સમાવેશ છે.

આ પણ વાંચો - Bigg Boss 18: છુટાછેડાની અફવાઓ વચ્ચે Yuzvendra Chahalની બિગ બોસ શોમાં એન્ટ્રી

દગ્ગુબાતી પરિવારની હાલ કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી

આ રીતે રાણા દગ્ગુબાતી (Rana Daggubati) અને તેમના પરિવારને લઈને એક નવો વિવાદ ઊભો થયો છે. અહેવાલ અનુસાર, આ મામલો કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટનાં આદેશ મુજબ રાજ્ય પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે. એવું માનવામાં આવે છે કે આ વિવાદ અંગે પોલીસ કેસ દાખલ થયા પછી, દગ્ગુબાતી પરિવારને કોર્ટમાં પણ જવું પડી શકે છે. જો કે, આ બાબતે દગ્ગુબાતી પરિવાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

આ પણ વાંચો - Tiku Talsania Health Update: ટીકુ તલસાણિયાને હાર્ટ એટેક નહિ પણ બ્રેઈન સ્ટ્રોક આવ્યો, જાણો કોણે કર્યો ખુલાસો

Tags :
Allu ArjunBahubaliBreaking News In GujaratiEntertainment NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsHyderabadLatest News In GujaratiNews In GujaratiPushpa 2Rana DaggubatiVenkatesh Daggubati
Next Article