તારે જમીન પરમાં રડાવ્યા બાદ હવે આમિર ખાન લઇને આવી રહ્યા છે 'Sitaare Zameen Par'
- 'Sitaare Zameen Par' થી આમિર ખાન કરશે વાપસી
- 'તારે જમીન પર' પછી હવે 'સિતારે જમીન પર' નો ચાલશે જાદૂ
- આમિર ખાન લાવી રહ્યા છે નવી આશાની કિરણ
- 'સિતારે જમીન પર'માં 10 નવા ચહેરા જોવા મળશે
- 'સિતારે જમીન પર'નું પોસ્ટર અને ટીઝર જોઈને ચાહકો ખુશ
Sitaare Zameen Par Release Date : આમિર ખાનની આગામી ફિલ્મ ‘Sitaare Zameen Par’ની જાહેરાતથી ચાહકોમાં અપાર ઉત્સાહ જોવા મળ્યો છે. આ ફિલ્મને 2007ની સુપરહિટ ફિલ્મ ‘Taare Zameen Par’ની આધ્યાત્મિક સિક્વલ તરીકે ગણવામાં આવે છે, જેની રાહ દર્શકો લાંબા સમયથી જોઈ રહ્યા હતા. ફિલ્મનું પહેલું ઓફિશિયલ પોસ્ટર અને ટીઝર (official poster and teaser) રિલીઝ થઈ ગયું છે, જેની સાથે રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ‘Sitaare Zameen Par’ 20 જૂન, 2025ના રોજ સિનેમાઘરોમાં દર્શકોના હૃદયને સ્પર્શવા આવશે. પોસ્ટરમાં આમિર ખાન (Aamir Khan) સાથે 10 નવા ચહેરાઓ જોવા મળે છે, જે એક નવી, ભાવનાત્મક અને તાજગીભરી વાર્તાનો સંકેત આપે છે. આ પોસ્ટરે ચાહકોના ઉત્સાહને બમણો કરી દીધો છે, અને હવે દર્શકો ફિલ્મની વધુ ઝલક જોવા આતુર છે.
નવી પ્રતિભાઓનો પરિચય
આમિર ખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ 10 નવોદિત કલાકારોને લોન્ચ કરી રહી છે, જેમાં આરુષ દત્તા, ગોપી કૃષ્ણ વર્મા, સંવિત દેસાઈ, વેદાંત શર્મા, આયુષ ભણસાલી, આશિષ પેંડસે, ઋષિ શહાની, રિષભ જૈન, નમન મિશ્રા અને સિમરન મંગેશકરનો સમાવેશ થાય છે. આ નવા ચહેરાઓ ફિલ્મની વાર્તાને વધુ આકર્ષક અને યાદગાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. પોસ્ટરનો આકર્ષક લુક અને નવી પ્રતિભાઓની હાજરી ફિલ્મની અપેક્ષાઓને વધુ હાઇક આપે છે. આમિર ખાનની પ્રોડક્શન હાઉસ હંમેશાં નવી પ્રતિભાઓને તક આપવા અને સામાજિક સંદેશ સાથેની ફિલ્મો બનાવવા માટે જાણીતું છે, અને ‘સિતારે જમીન પર’ પણ આ પરંપરાને આગળ ધપાવે તેવી અપેક્ષા છે.
View this post on Instagram
સ્ટાર કાસ્ટ અને ટીમ
લાંબા વિરામ બાદ આમિર ખાન આ ફિલ્મ દ્વારા મોટા પડદા પર પરત ફરી રહ્યા છે, અને તેમની સાથે જેનેલિયા દેશમુખ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન આર.એસ. પ્રસન્નાએ કર્યું છે, જેઓ ‘શુભ મંગલ સાવધાન’ જેવી સફળ ફિલ્મો અને સ્વામી ચિન્મયાનંદની બાયોપિક ‘ઓન અ ક્વેસ્ટ’ના નિર્માણ-દિગ્દર્શન માટે જાણીતા છે. પ્રસન્નાની ફિલ્મો ભાવનાત્મક ઊંડાણ અને વિચારપ્રેરક વિષયો માટે પ્રખ્યાત છે, જે આ ફિલ્મને વધુ ખાસ બનાવે છે. ફિલ્મની પટકથા દિવ્યા નિધિ શર્માએ લખી છે, જ્યારે ગીતો અમિતાભ ભટ્ટાચાર્યના છે અને સંગીત શંકર-એહસાન-લોયની ત્રિપુટીએ આપ્યું છે. નિર્માણની જવાબદારી આમિર ખાન, અપર્ણા પુરોહિત અને રવિ ભાગચંદકાએ સંભાળી છે, જે ફિલ્મની ગુણવત્તાને વધુ મજબૂત બનાવે છે.
ફિલ્મની અપેક્ષાઓ અને સંદેશ
‘સિતારે જમીન પર’ આમિર ખાન પ્રોડક્શન્સની પરંપરાગત શૈલીને અનુસરીને એક એવી વાર્તા લઈને આવી રહી છે, જે દર્શકોના હૃદયને સ્પર્શે અને તેમને વિચારવા મજબૂર કરે. પોસ્ટર અને ટીઝરની ઝલકથી સ્પષ્ટ થાય છે કે, ફિલ્મ ભાવનાત્મક અને પ્રેરણાદાયી હશે, જેમાં નવી પ્રતિભાઓ અને અનુભવી કલાકારોનું સંયોજન એક અનોખો અનુભવ આપશે. આમિર ખાનની ફિલ્મો હંમેશાં સામાજિક મુદ્દાઓને સંવેદનશીલ રીતે રજૂ કરવા માટે જાણીતી છે, અને આ ફિલ્મ પણ તેનો અપવાદ નથી. 20 જૂન, 2025ની રિલીઝની રાહ જોતા ચાહકો આ ફિલ્મ દ્વારા એક નવી અને અર્થપૂર્ણ વાર્તાની અપેક્ષા રાખી રહ્યા છે.
આ પણ વાંચો : હાર્દિક પંડ્યા બાદ હવે શિખર ધવન પ્રેમમાં! આ સુંદર છોકરીએ કર્યું જાહેરમાં Confesion