Jaat ફિલ્મમાં સની દેઓલ બાદ સૌથી વધુ ચર્ચામાં છે ખલનાયિકા રેજીના....
- Jaat ફિલ્મમાં સની દેઓલ બાદ સૌથી વધુ પ્રસંશા થઈ રહી છે Regina Cassandra ની
- ભારતી નામના ખલનાયિકાના પાત્રને પોતાના અભિનયથી જીવંત કર્યુ છે
- રેજીના સામાન્ય રીતે ખલનાયિકાના પાત્રો વધુ ભજવતી જોવા મળે છે
Hydrabad: સની દેઓલે દક્ષિણ ફિલ્મ નિર્દેશક ગોપીચંદ માલિનીની ફિલ્મ Jaat થી દક્ષિણ સિનેમામાં ડેબ્યુ કર્યુ છે. સની દેઓલ સ્ટારર માસ એક્શન ફિલ્મ દર્શકોને પસંદ આવી રહી છે. Jaat માં સની દેઓલ, રણદીપ હુડા અને વિનીત કુમાર સિંહ ઉપરાંત Regina Cassandra એ દમદાર અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.
ખતરનાક ખલનાયિકા
સાઉથ અભિનેત્રી Regina Cassandra એ Jaat માં નકારાત્મક ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં તે મેઈન વિલન રણતુંગા (રણદીપ હુડા)ની પત્ની ભારતીનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મમાં આ ખલનાયિકાનું ભયાનક રૂપ જોવા મળે છે. ફિલ્મમાં તેની ખતરનાક ડાયલોગ ડિલિવરી રજૂ કરવામાં આવી છે. એટલું જ નહીં જ્યારે આ મહિલા ખલનાયક ફિલ્મમાં Jaat નો સામનો કરે છે, ત્યારે વાતાવરણ રોમાંચથી ભરાઈ જાય છે. રણતુંગાના પાત્ર જેટલો જ પ્રેમ દર્શકોએ ખલનાયિકા ભારતીને આપ્યો છે.
આ પણ વાંચોઃ આમિર ખાન નવી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે સ્પોટ થયો, બંનેએ ખુલ્લા દિલે આપ્યા પાપારાઝીને આપ્યા પોઝ
રેજીના કેસાન્ડ્રા વિશે જાણો
સાઉથની ફિલ્મોમાં Regina Cassandra મોટાભાગે નકારાત્મક ભૂમિકાઓ ભજવતી જોવા મળે છે. તે ઘણી ફિલ્મોમાં મુખ્ય ખલનાયક તરીકે પણ જોવા મળી છે. અભિનેત્રીએ તમિલ ફિલ્મ કાંડા નાલ મુધલથી ડેબ્યુ કર્યુ હતું. આ પછી તેણીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. Regina Cassandra એ નકારાત્મક ભૂમિકાઓ ભજવીને સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવી છે. રેજીનાને 2012માં આવેલી ફિલ્મ મનસુલો શ્રુતિથી ઓળખ મળી. રેજિનાએ મનસુલો શ્રુતિમાં શ્રુતિની મુખ્ય ભૂમિકા માટે શ્રેષ્ઠ મહિલા ડેબ્યૂ માટે સિમ્મા એવોર્ડ જીત્યો હતો. રેજિનાની ફિલ્મોમાં પિલ્લા નુવવુ લેની જીવિતમ, સાકિની-ડાકિની, રૂટિન લવ સ્ટોરી, પાવર અને કેડી બિલ્લા કિલ્લાડી રંગાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ એકતા કપૂરના 30 વર્ષ :દરેક સ્ક્રીન પર રાજ કરનારી Content Queen