'સૈયારા' ફેમ Ahaan Panday નો નવો ધમાકો, આ સ્ટાર ડાયરેક્ટરની ફિલ્મમાં બતાવશે ડાન્સ મૂવ્સ
- અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મમાં Ahaan Panday બતાવશે પોતાના ડાન્સ મૂવ્સ
- YRFના બેનર હેઠળ યુકેના માન્ચેસ્ટરમાં 4 દિવસ સુધી શૂટ થશે મોટો ડાન્સ નંબર
- ડેબ્યૂ ફિલ્મ "સૈયારા" માં ઇન્ટેન્સ લવર બોયનો કર્યો હતો રોલ
Ahaan Panday : બોલિવૂડમાં ફિલ્મ 'સૈયારા' (Saiyaraa) થી ડેબ્યૂ કરનાર યુવા અભિનેતા અહાન પાંડે (Ahaan Panday) ટૂંક સમયમાં જ જાણીતા દિગ્દર્શક અલી અબ્બાસ ઝફરની (Ali Abbas Zafar) આગામી અનટાઈટલ્ડ ફિલ્મમાં જોવા મળશે. યશરાજ ફિલ્મના બેનર હેઠળ બની રહેલી આ એકશન એન્ટરટેઈનર ફિલ્મમાં અહાન પાંડે પ્રથમ વખત મોટા પડદા પર ડાન્સ કરતા જોવા મળશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ફિલ્મ માટેના એક ખાસ ડાન્સ નંબરનું શૂટિંગ યુનાઇટેડ કિંગડમ (UK) ના માન્ચેસ્ટર ખાતે કરવામાં આવશે. આ સોંગ માટે 4 દિવસનું શૂટિંગ શિડ્યુલ કરવામાં આવ્યું છે. જે પ્રોજેક્ટના અંતિમ તબક્કામાં શૂટ થશે. અહાન પાંડ હાલમાં યુકેમાં શુટિંગ ચાલી રહ્યું છે. જ્યાં તેઓ પોતાના શિડ્યુલના રજાના દિવસો દરમિયાન આ ગીતની કોરિયોગ્રાફી માટે રિહર્સલ કરી રહ્યો છે.
Ahaan Panday : સોશિયલ મીડિયાથી મોટા પડદા સુધીની સફર
ઉલ્લેખનીય છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સત્તાવાર પ્રવેશ કરતા પહેલા જ અહાન પાંડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના ડાન્સ માટે જાણીતો હતો. તેની બહેન અલાના પાંડેના લગ્ન દરમિયાન "આઈ એમ ધ બેસ્ટ" ગીત પરના તેના નૃત્યને યુટ્યુબ પર 46 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા હતા. આ ઉપરાંત, પિતરાઈ બહેન અને અભિનેત્રી અનન્યા પાંડે સાથે "સાત સમુંદર પાર" ગીત પરના તેના ડાન્સ સ્ટેપ્સ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થયા હતા.
જોકે, મોહિત સૂરી દ્વારા નિર્દેશિત તેની પ્રથમ ફિલ્મ "સૈયારા" માં અહાનને એક ગંભીર અને ભાવનાત્મક (Intense) પાત્રમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં પરંપરાગત બોલિવૂડ ડાન્સ સિક્વન્સનો સમાવેશ નહોતો. આ પ્રથમ ફિલ્મે તેને યુવા પેઢી (Gen-Z) વચ્ચે લોકપ્રિયતા અપાવી હતી.
View this post on Instagram
આદિત્ય ચોપરા અને અલી અબ્બાસ ઝફરનો નવો કન્સેપ્ટ
ફિલ્મ પ્રોડક્શન સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, નિર્માતા આદિત્ય ચોપરા અને દિગ્દર્શક અલી અબ્બાસ ઝફર આ આગામી કોમર્શિયલ એક્શન ફિલ્મમાં અહાનને એક પરંપરાગત બોલિવૂડ સ્ટારના અંદાજમાં રજૂ કરવા માંગે છે. માન્ચેસ્ટરમાં શૂટ થનારા આ ગીતમાં કમર્શિયલ ડાન્સ અને સિંગિંગ સિક્વન્સ જોવા મળશે, જેની કોરિયોગ્રાફીને ઈન્ટરનેટ ફ્રેન્ડલી અને ટ્રેન્ડિંગ બનાવવાનો હેતુ છે. યશ રાજ ફિલ્મ્સ આગામી થોડા દિવસોમાં આ ગીતના નિર્દેશન માટે બોલિવૂડના એક જાણીતા કોરિયોગ્રાફરના નામની સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે.
બોલિવૂડ એક્ટ્રેસ Rhea Chakraborty નો મોટો નિર્ણય! Social Medi પર ઈમોશનલ પોસ્ટ શેર કરીને લીધો Break


