ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું કરિશ્મા કપૂર સાથે થવાના હતા લગ્ન? અક્ષય ખન્નાની અધૂરી પ્રેમ કહાણીના ખુલાસા

ફિલ્મ 'ધુરંધર'થી ચર્ચામાં આવેલા અક્ષય ખન્ના (49) હજી સિંગલ છે, કારણ કે તેમને લગ્ન કરતા લિવ-ઇન રિલેશનશિપમાં વધુ વિશ્વાસ છે. તેમણે સિમી ગ્રેવાલના શોમાં ખુલાસો કર્યો હતો કે તેમને પૂર્વ સીએમ જે. જયલલિતા (27 વર્ષ મોટા) પર ક્રશ હતો અને તેઓ તેમની સાથે ડેટ પર જવા માંગતા હતા. કરિશ્મા કપૂર સાથે પણ તેમના લગ્નનો સંબંધ નક્કી થતા ટૂટી ગયો હતો.
06:26 PM Dec 11, 2025 IST | Mihirr Solanki
ફિલ્મ 'ધુરંધર'થી ચર્ચામાં આવેલા અક્ષય ખન્ના (49) હજી સિંગલ છે, કારણ કે તેમને લગ્ન કરતા લિવ-ઇન રિલેશનશિપમાં વધુ વિશ્વાસ છે. તેમણે સિમી ગ્રેવાલના શોમાં ખુલાસો કર્યો હતો કે તેમને પૂર્વ સીએમ જે. જયલલિતા (27 વર્ષ મોટા) પર ક્રશ હતો અને તેઓ તેમની સાથે ડેટ પર જવા માંગતા હતા. કરિશ્મા કપૂર સાથે પણ તેમના લગ્નનો સંબંધ નક્કી થતા ટૂટી ગયો હતો.

Akshaye Khanna Love Life : ફિલ્મ 'ધુરંધર'માં 'રહમાન ડકૈત'ના પાત્રથી ચર્ચામાં આવેલા અભિનેતા અક્ષય ખન્નાની પ્રોફેશનલ લાઈફ જેટલી ચર્ચામાં છે, તેટલી જ તેમની અંગત જિંદગી પણ રસપ્રદ છે. વિનોદ ખન્નાના દીકરા અક્ષયે હજી સુધી કેમ નથી કર્યા લગ્ન? જાણો તેમનું 'લિવ-ઇન' પરનું ચોંકાવનારું નિવેદન અને જયલલિતા સાથે ડેટ કરવાની ઈચ્છા.

અભિનેતા અક્ષય ખન્ના હાલમાં તેમની ફિલ્મ 'ધુરંધર'માં 'રહમાન ડકૈત'ના દમદાર પાત્રને લઈને ચર્ચામાં છે. તેમનો 'શેર-એ-બલોચ' સોન્ગ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. આ પહેલા તેમણે 'છાવા' ફિલ્મમાં ઔરંગઝેબનું મજબૂત પાત્ર ભજવીને પણ લોકોના દિલ જીત્યા હતા.

અભિનયની દુનિયામાં પોતાની સંતુલિત અને શાનદાર પરફોર્મન્સ માટે જાણીતા આ અભિનેતાની અંગત જિંદગી પણ ઘણી રોમાંચક રહી છે.

Akshaye Khanna Love Life : હજી સુધી નથી કર્યા લગ્ન?

હિન્દી સિનેમાના હેન્ડસમ એક્ટર રહી ચૂકેલા વિનોદ ખન્નાના પુત્ર અક્ષય ખન્ના (Akshaye Khanna) એ આજ સુધી લગ્ન કર્યા નથી. અભિનેતાનું કહેવું છે કે તેમને આજ સુધી એવી કોઈ છોકરી મળી નથી જે તેમના દિલને સ્પર્શી શકે. જોકે, સંબંધો અને પ્રેમને લઈને તેમની વિચારસરણી હંમેશા સ્પષ્ટ રહી છે.

અક્ષય ખન્ના લિવ-ઇન રિલેશનશિપને સમર્થન આપે છે અને લગ્નના બંધનમાં બંધાવામાં વિશ્વાસ નથી રાખતા. તેમનું માનવું છે કે કોઈ પણ સંબંધ માટે કાગળિયાંની નહીં, પરંતુ પ્રેમ અને વિશ્વાસની જરૂર હોય છે. સિમી ગ્રેવાલના ચેટ શોમાં તેમણે આ વાતનો ખુલાસો કર્યો હતો, જ્યાં તેમણે જણાવ્યું હતું કે તેમને લગ્નનો કન્સેપ્ટ જ પસંદ નથી.

Akshaye Khanna Love Life : જયલલિતાના પ્રેમમાં પાગલ હતા

સિમી ગ્રેવાલના શો દરમિયાન અક્ષય ખન્નાએ એક મોટો ખુલાસો કર્યો હતો કે તેમને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને અભિનેત્રી જે. જયલલિતા (J Jayalalithaa) ખૂબ જ પસંદ હતા. અક્ષય ખન્નાએ સ્વીકાર્યું હતું કે તેઓ જયલલિતા સાથે ડેટ પર જવા માંગતા હતા.

તેમના મુજબ, જયલલિતાની રહસ્યમય પર્સનાલિટી તેમને આકર્ષતી હતી. અક્ષય ખન્નાએ કહ્યું હતું કે, "જયલલિતાના ચહેરા પર એવા રહસ્યો છુપાયેલા હતા જે મને હંમેશા આકર્ષિત કરતા હતા." સિમી ગ્રેવાલ પણ તેમના આ ખુલાસાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અક્ષય ખન્નાએ જણાવ્યું હતું કે જયલલિતા તેમનાથી 27 વર્ષ મોટા હતા, પરંતુ તેમને આનાથી કોઈ ફરક પડતો નહોતો.

 શું કરિશ્મા કપૂર સાથે થવાના હતા લગ્ન?

અક્ષય ખન્નાના જીવનનો એક અન્ય રસપ્રદ કિસ્સો બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર (Karisma Kapoor) સાથે જોડાયેલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરિશ્મા કપૂરના પિતા રણધીર કપૂરને અક્ષય ખન્ના ખૂબ જ પસંદ હતા.

એવું કહેવાય છે કે રણધીર કપૂર પોતે જ પોતાની મોટી દીકરી કરિશ્મા કપૂરનો સંબંધ લઈને વિનોદ ખન્નાના ઘરે ગયા હતા. જોકે, કરિશ્માની માતા બબીતા કપૂર આ સંબંધની તરફેણમાં નહોતા. આ કારણે આ સંબંધ આગળ વધી શક્યો નહીં અને અક્ષય તથા કરિશ્માના લગ્ન ક્યારેય થઈ શક્યા નહીં.

પોતાના અભિનયથી આલોચકોને જવાબ આપનાર અક્ષય ખન્નાનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી ટકી રહેવા માટે લુક્સનું દબાણ ઘણું વધારે છે, જોકે તેમણે હંમેશા પોતાની એક્ટિંગથી ટીકાકારોને ચૂપ કર્યા છે

આ પણ વાંચો :  અક્ષય ખન્નાનો વાયરલ ડાન્સ સ્ટેપ: શું 36 વર્ષ જૂનો વિનોદ ખન્નાનો લૂક થયો કોપી?

Tags :
Akshaye KhannaAkshaye Khanna SisterBollywood SecretsDhurandhar filmJ JayalalithaaKarisma KapoorLive-in RelationshipVinod Khanna Son
Next Article