ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અક્ષય ખન્નાનો વાયરલ ડાન્સ સ્ટેપ: શું 36 વર્ષ જૂનો વિનોદ ખન્નાનો લૂક થયો કોપી?

આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર' એ માત્ર 5 દિવસમાં 150 કરોડની કમાણી કરી છે. ફિલ્મમાં અક્ષય ખન્નાનો એક ડાન્સ સ્ટેપ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, આ સ્ટેપ તેમના પિતા વિનોદ ખન્નાના 36 વર્ષ જૂના ડાન્સ સ્ટેપ જેવો જ છે. અક્ષયે આ મૂવ્સ સેટ પર જાતે જ બનાવ્યા હતા. અક્ષયની શાનદાર એક્ટિંગ અને પર્ફોર્મન્સ જોઈને કોરિયોગ્રાફર ફરાહ ખાને તેના માટે ઑસ્કરની માંગણી કરી છે.
04:57 PM Dec 10, 2025 IST | Mihirr Solanki
આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર' એ માત્ર 5 દિવસમાં 150 કરોડની કમાણી કરી છે. ફિલ્મમાં અક્ષય ખન્નાનો એક ડાન્સ સ્ટેપ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, આ સ્ટેપ તેમના પિતા વિનોદ ખન્નાના 36 વર્ષ જૂના ડાન્સ સ્ટેપ જેવો જ છે. અક્ષયે આ મૂવ્સ સેટ પર જાતે જ બનાવ્યા હતા. અક્ષયની શાનદાર એક્ટિંગ અને પર્ફોર્મન્સ જોઈને કોરિયોગ્રાફર ફરાહ ખાને તેના માટે ઑસ્કરની માંગણી કરી છે.

Akshaye Khanna Dhurandhar Dance :  વર્ષ 2025ના અંતમાં રિલીઝ થયેલી આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મનું નામ ‘ધુરંધર’ છે અને તેનું બોક્સ ઓફિસ કલેક્શન પણ તેવું જ રહ્યું છે. અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, સંજય દત્ત અને આર માધવન જેવા સ્ટાર્સથી સજ્જ આ ફિલ્મે માત્ર પાંચ દિવસમાં જ ૧૫૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. જ્યાં ફિલ્મના દરેક કલાકારના અભિનયના વખાણ થઈ રહ્યા છે, ત્યાં અક્ષય ખન્નાનું નામ ખાસ ચર્ચામાં છે. તેઓ સ્ક્રીન પર અને સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

અક્ષય ખન્નાનો વાયરલ ડાન્સ સ્ટેપ

ફિલ્મમાં અક્ષય ખન્નાનો એક ડાન્સ સ્ટેપ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ગીત પર અક્ષયની એન્ટ્રીની દર્શકો દ્વારા ખૂબ પ્રશંસા થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે, આ ડાન્સ સ્ટેપનું કનેક્શન હવે તેમના પિતા વિનોદ ખન્નાના ૩૬ વર્ષ જૂના સ્ટેપ સાથે જોડાઈ રહ્યું છે.

Akshaye Khanna Dhurandhar Dance : શું તે ઓરિજિનલ છે?

‘ધુરંધર’માં ઉઝૈર બલોચનું પાત્ર ભજવનાર અભિનેતા દાનિશે અક્ષય ખન્નાના આ ડાન્સ મૂવ્સ વિશે ખુલાસો કર્યો કે આ ડાન્સ સ્ટેપ અક્ષયે પોતે જ બનાવ્યો હતો. આ માટે કોઈ કોરિયોગ્રાફર કે ટ્રેનિંગની જરૂર પડી નહોતી. દાનિશના મતે, અક્ષય ખન્ના સેટ પર આવ્યા અને આદિત્ય ધરને પૂછ્યું કે શું તેઓ આ સીન પર ડાન્સ કરી શકે છે? આદિત્યની સંમતિ મળ્યા બાદ અક્ષયે તરત જ આ સ્ટેપ કર્યું હતું.

Akshaye Khanna Dhurandhar Dance : પિતા-પુત્રના સ્ટેપ વચ્ચેનું 36 વર્ષ જૂનું જોડાણ

જોકે, હવે સોશિયલ મીડિયા પર અક્ષય ખન્નાના આ ડાન્સ સ્ટેપનો તેમના પિતા વિનોદ ખન્ના સાથે ૩૬ વર્ષ જૂનો સંબંધ હોવાનું કહેવાય છે. અક્ષયના ડાન્સની સાથે જ વિનોદ ખન્ના અને રેખાનો એક જૂનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે અક્ષયે તેના પિતાનો ડાન્સ સ્ટેપ કોપી કર્યો છે. બંને વીડિયોને સરખાવવાથી સ્પષ્ટ સમજાય છે કે અક્ષયે પોતાના પિતાની સ્ટાઇલ અને ડાન્સિંગ અંદાજને ફરી જીવંત કર્યો છે.

અક્ષયે બાજી મારી, ફરાહ ખાને કરી ઑસ્કરની માંગ

‘ધુરંધર’માં અક્ષય ખન્નાનો ડાન્સ સ્ટેપ જોઈને લોકો ખૂબ કોમેન્ટ્સ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે તેમના પિતાનો વીડિયો સામે આવ્યો, ત્યારે લોકોએ કહ્યું કે અક્ષયે તેમના પિતાનો સ્ટેપ કોપી કર્યો છે, જે ખૂબ સારો છે. લોકોના મતે, રણવીર સિંહ સહિત અન્ય કલાકારો શાનદાર હતા, પરંતુ અક્ષય ખન્નાએ તેમની સ્ક્રીન પ્રેઝન્સથી બધી લાઈમલાઈટ પોતાની તરફ ખેંચી લીધી છે. એટલું જ નહીં, અક્ષય ખન્નાના પ્રદર્શન અને અભિનયથી પ્રભાવિત થઈને કોરિયોગ્રાફર ફરાહ ખાને તો તેમના માટે ઓસ્કર એવોર્ડ સુધીની માંગણી કરી દીધી હતી.

આ પણ વાંચો Dhurandhar માં અક્ષય ખન્નાની એન્ટ્રી સોશિયલ મીડિયા પર થઇ વાયરલ

Tags :
Akshaye KhannaArjun Rampalbollywood-newsbox office collectionDhurandharFarah KhanR MadhavanSanjay DuttVinod Khannaviral dance
Next Article