Akshaye Khanna: ધુરંધર પછી અક્ષય ખન્નાના બદલાયા તેવર, ડિમાન્ડ પૂર્ણ ન થતા છોડી દ્રશ્યમ-3?
- Akshaye Khanna ના બદલાયા તેવર
- ધુરંધરમાં સફળતા પછી અક્ષયના બદલાયા મિજાજ!
- અક્ષય ખન્નાએ દ્રશ્યમ-3 માટે ફીમાં વધારો માગ્યો
- ડિમાન્ડ પૂર્ણ ન થતા ફિલ્મથી કાંઠો કરી લીધો!
Akshaye Khanna: ધુરંધર ફિલ્મમાં ભરપૂર વખાણ મેળવનાર અક્ષય ખન્નાના પગ જમીન પર નથી ટકી રહ્યા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેણે પોતાની ફીમાં વધારો કરી દીધો છે. ધુરંધરમાં દમદાર અભિનય કર્યા પછી દર્શકો તેની અપકમિંગ ફિલ્મ દ્રશ્યમ-3ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ સમાચાર કદાચ અક્ષય ખન્નાના ફેન્સને ઝટકો આપી શકે છે. મળતી માહિતી મુજબ અક્ષય ખન્નાએ દ્રશ્યમ-3 ફિલ્મ છોડી દીધી છે.
Akshaye Khanna એ ફિલ્મ કેમ છોડી?
રણવીર સિંહ અને અક્ષય ખન્નાની ફિલ્મ "ધુરંધર" બોક્સ ઓફિસ પર ભારે કમાણી કરી રહી છે. તેની સફળતાનો આનંદ માણી રહેલા અક્ષયે "દ્રશ્યમ 3"(Drishyam-3) થી દૂર થઈ ગયા હોવાના અહેવાલ મળ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નિર્માતાઓ સાથે નાણાકીય મતભેદોને કારણે અક્ષય ખન્નાએ ફિલ્મ છોડી દીધી છે. દાવો કરવામાં આવ્યો છે કે, બોક્સ ઓફિસ પર "ધુરંધર"ની સફળતા પછી અક્ષય ખન્નાએ તેની ફીમાં નોંધપાત્ર વધારો કરી દીધો હતો. જેથી તેણે દ્રશ્યમ-3 માટે નિર્માતાઓ પાસે ફીમાં વધારો માગ્યો હતો. ઉપરાંત તેણે "દ્રશ્યમ 3" માટે તેના ઓન-સ્ક્રીન લુકમાં (On-screen look) પણ ફેરફારોની માંગ કરી હોવાનું કહેવાય છે. આ જ કારણથી નિર્માતાઓ સાથે મતભેદ થતા તે પ્રોજેક્ટ (Project) માંથી ખસી ગયો.
Akshaye Khanna ને મનાવવાના પ્રયાસ
સૂત્રોના જણાવ્યા અનુસાર, અક્ષય ખન્ના અને નિર્માતાઓ વચ્ચે હજુ પણ ચર્ચા ચાલી રહી છે. જો કે, ફિલ્મ છોડવા અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ નથી મળી. અભિનેતા આ પ્રોજેક્ટમાં પાછા ફરશે કે, નિર્માતાઓ અન્ય કોઈ નિર્ણય કરશે તે અંગે હજું કઈ સ્પષ્ટ નથી થયું.
ધુરંધરનું બોક્સ ઓફિસ કલેક્શન
"ધુરંધર" ફિલ્મ અક્ષય ખન્નાના કરિયરમાં એક મહત્વપૂર્ણ ફિલ્મ છે. જેમાં રણવીર સિંહ (Ranveer Singh), સારા અર્જુન, આર.માધવન (આર.માધવન) અને સંજય દત્ત જેવા કલાકારો છે. રિલીઝ થયાના ત્રણ અઠવાડિયા પછી પણ, આ ફિલ્મે પોતાની પકડ મજબૂત બનાવી છે. 17 દિવસમાં ભારતમાં 555 કરોડ અને વિશ્વભરમાં 847 કરોડની કમાણી કરી છે. નોંધનીય છે કે, પહેલા ભાગના અંતે તેની સિક્વલની પણ જાહેરાત કરવામાં આવી હતી. "ધુરંધર 2" આવતા વર્ષે 19 માર્ચે રિલીઝ થવાની શક્યતા છે.
આ પણ વાંચો----
આ પણ વાંચો----


