BollyWood New Movie : Alia Bhatt ની 'Alpha'નું ધાંસૂ ટીઝર: બોબી દેઓલ સાથે જમાવ્યું એક્શન
આલિયા ભટ્ટની નવી ફિલ્મ 'અલ્ફા'નું ધાંસૂ ટીઝર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં આલિયા એક સ્પાય તરીકે એક્શન કરતી જોવા મળશે, જેનું ટ્રેનિંગ બોબી દેઓલે આપ્યું છે. યશરાજ ફિલ્મ્સના સ્પાય-યુનિવર્સની આ પ્રથમ ફીમેલ લીડ ફિલ્મ છે, જેમાં અનિલ કપૂર અને શરવરી વાઘ પણ છે. આ ફિલ્મ આગામી 3 જુલાઈએ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
Advertisement
Alpha movie teaser launch : બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'અલ્ફા'નું દમદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. શિવ રવૈલ દ્વારા નિર્દેશિત આ સ્પાય-યુનિવર્સ ફિલ્મમાં આલિયા એક શક્તિશાળી એક્શન અવતારમાં જોવા મળી રહી છે, જેનું ટીઝર ચાહકોને ખૂબ જ પસંદ આવ્યું છે.

