Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Alpha New Release Date: આલિયા ભટ્ટની ફિલ્મ 'Alpha'ની નવી રિલીઝ ડેટ જાહેર, આ દિવસે સિનેમાઘરોમાં મચાવશે ધૂમ

Alpha New Release Date: યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની પ્રથમ ફિમેલ લીડ એક્શન ફિલ્મ 'આલ્ફા' છે. આ ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. જે દર્શકોમાં ભારે કુતૂહલ જગાડી રહી છે. આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ સ્ટાર આ ફિલ્મની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અ
alpha new release date  આલિયા ભટ્ટની ફિલ્મ  alpha ની નવી રિલીઝ ડેટ જાહેર  આ દિવસે સિનેમાઘરોમાં મચાવશે ધૂમ
Advertisement
  • આલિયા ભટ્ટની આગામી ફિલ્મ Alpha New Release Date થઈ જાહેર
  • વધુ સારા VFX કાર્ય માટે રિલીઝ ડેટ લંબાવવામાં આવી છે.
  • ફિલ્મમાં આલિયા ભટ્ટ, શર્વરી, અનિલ કપૂર અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં છે.
  • આ એક્શન ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ કાશ્મીરમાં કરવામાં આવ્યું છે.

Alpha New Release Date: યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની પ્રથમ ફિમેલ લીડ એક્શન ફિલ્મ 'આલ્ફા' છે. આ ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. જે દર્શકોમાં ભારે કુતૂહલ જગાડી રહી છે. આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ સ્ટાર આ ફિલ્મની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અગાઉ આ ફિલ્મ ગયા વર્ષે ડિસેમ્બરમાં અને ત્યારબાદ 17 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ ડેટ ફરી એકવાર લંબાવવામાં આવી છે.

Alpha New Release Date: શા માટે રિલીઝ ડેટ પાછળ ધકેલાઈ?

મળતી માહિતી અનુસાર ફિલ્મમાં હાઈ-એન્ડ VFX (વિઝ્યુઅલ ઈફેક્ટ્સ)નું કામ બાકી હોવાથી નિર્માતાઓએ તેને વધુ સમય આપવાનો નિર્ણય કર્યો છે. VFX ક્વોલિટી સાથે કોઈ બાંધછોડ ન થાય તે હેતુથી ફિલ્મને હવે જુલાઈ મહિનામાં રિલીઝ કરવાનું નક્કી કરાયું છે. સોશિયલ મીડિયા પર એવી અફવાઓ પણ ઉડી રહી હતી કે આ ફિલ્મ સીધી OTT પ્લેટફોર્મ પર આવશે, પરંતુ YRF એ સ્પષ્ટ કર્યું છે કે 'આલ્ફા' માત્ર સિનેમાઘરોમાં જ રિલીઝ થશે.

Advertisement

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Yash Raj Films (@yrf)

નવી રિલીઝ તારીખ અને પોસ્ટર

સોમવારે યશરાજ ફિલ્મ્સે સોશિયલ મીડિયા પર ફિલ્મનું લેટેસ્ટ પોસ્ટર શેર કરીને નવી રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત કરી છે. હવે આ ફિલ્મ 10 જુલાઈ, 2026 ના રોજ મોટા પડદા પર દસ્તક આપશે. વાયરલ થયેલા પોસ્ટરમાં આલિયા ભટ્ટનો રફ એન્ડ ટફ લુક જોવા મળે છે, જેમાં તેના ચહેરા અને હાથ પર ઈજાના નિશાન દેખાય છે. આ ફિલ્મમાં આલિયા અને શર્વરી ઉપરાંત અનિલ કપૂર અને બોબી દેઓલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મ 'આલ્ફા' વિશે ખાસ વાતો

'ધ રેલ્વે મેન' ફેમ ડાયરેક્ટર શિવ રવૈલ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મનું મુખ્ય શૂટિંગ કાશ્મીરની સુંદર વાદીઓમાં કરવામાં આવ્યું છે. ચર્ચાઓ મુજબ, બોબી દેઓલ આ ફિલ્મમાં મુખ્ય વિલનની ભૂમિકામાં જોવા મળી શકે છે, જે આલિયાના પાત્રને ટ્રેનિંગ આપ્યા બાદ તેની સામે જ મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો : Virosh Wedding માં આમંત્રણ નહીં મળતા દિકરીની કાલીઘેલી ભાષામાં ફરિયાદ

Tags :
Advertisement

.

×