Allu Arjun નો ધરપકડના સમયે પણ Wildfire અંદાજ જોવા મળ્યો, જુઓ....
- સાઉથના સુપરસ્ટાર Allu Arjunની ધરપકડ થઈ
- પોલીસની સામે કોફીની મજા મણતો જોવા મળ્યો હતો
- ધરપકડના સમયે પણ પુષ્પાનો કાતિલ અંદાજ જોવા મળ્યો
Allu Arjun arrested in Stampede Case : Pushpa 2 ના પ્રીમિયરમાં ભાગાદોડીને કારણે એક યુવતીનું મોત થયું હતું. ત્યારે આ મામલો દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. તો આ મામલે આજરોજ પુષ્પા 2 ના અભિનેતા અને સાઉથના સુપરસ્ટાર Allu Arjun ની ધરપકડ કરવામાં આવી છે. Hyderabad Police એ Allu Arjun ની ધરપકડ તેમના નિવાસસ્થાનેથી કરી હતી.
પોલીસની સામે કોફીની મજા મણતો જોવા મળ્યો હતો
પરંતુ જ્યારે Allu Arjun ની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે Allu Arjun ઓનસ્ક્રીન જે માસ લૂક જોવા મળે છે. તેવો અંદાજ જોવા મળ્યો હતો. જોકે Hyderabad Police દ્વારા Allu Arjun ને મૃત્યુ પામેલી મહિલાના કેસમાં પૂછપરછ કરવા માટે બોલાવ્યો છે. જોકે Hyderabad Police Allu Arjun ને આજે કોર્ટમાં રજૂ પણ કરશે. ત્યારે Allu Arjunની હાજરીમાં આ કેસની સુનાવણી કરવામાં આવશે. કારણે કે.... Allu Arjun પુષ્પા 2 માટે પ્રીમિયરનું સંધ્યા થિયેટરમાં આયોજન કર્યું હતું. અને તેમાં અસુરક્ષાનો મામલો સામે આવ્યો છે. અને તેના કારણે એક મહિલાનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો: Allu Arjun વિરુદ્ધ કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે?
ધરપકડના સમયે પણ પુષ્પાનો કાતિલ અંદાજ જોવા મળ્યો
તો જ્યારે પોલીસ Allu Arjun ને લઈ જવા માટે તેના ઘરે આવી હતી, ત્યારે તેણે એ ટિ-શર્ટ પહેરી હતી, જેના પણ લખ્યું હતું કે.... પુષ્પા ફાયર નહીં, વાલ્ડફાયર હૈ. તે ઉપરાંત Allu Arjun પોલીસની સામે કોફીની મજા મણતો જોવા મળ્યો હતો. અને અંતે જ્યારે તેને પોલીસ લઈને જવા નીકળી હતી, ત્યારે તેણે પોતાની પત્નીને ગાલ પર કિસ કરી હતી. તે ઉપરાંત પોતાના પિતાને સાન્તવન આપી રહ્યો હતો. ત્યારે તેના આ અંદાજનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે ઉપરાંત જ્યારે પોલીસ તેને લઈને જઈ રહી હતી, ત્યારે પણ Allu Arjun હસતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: અભિનેતા Allu Arjun ની હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ, જાણો કેમ ?