Raka First Look: વરુ જેવા પંજા અને બિહામણી આંખો, Allu Arjun નો લુક જોઈ ફેન્સ સ્તબ્ધ
- Allu Arjun ની નવી ફિલ્મ 'રાકા'નું ટાઈટલ રિલીઝ
- જન્મદિવસે ફેન્સને આપી 'રાકા'ના ખુંખાર લુકની ભેટ
- ડાયરેક્ટર એટલીના 18 વર્ષ જૂના વિઝન પર બનશે ફિલ્મ
- દીપિકા પાદુકોણ સાથે અલ્લુ અર્જુનનો પહેલીવાર દેખાશે એક્શન અવતાર
- ₹800 કરોડના જંગી બજેટ સાથેની મેગા બજેટ Sci-Fi ફેન્ટેસી
- વરુ જેવા પંજા અને બિહામણી આંખોવાળો લુક સોશિયલ મીડિયા પર વાયરલ
Allu Arjun Raka First Look: ભારતીય સિનેમાના 'આઈકોન સ્ટાર' અલ્લુ અર્જુને પોતાના 44મા જન્મદિવસે ચાહકોને એક એવી સરપ્રાઈઝ આપી છે, જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. 'પુષ્પા 2' (Pushpa 2) ની ભવ્ય સફળતા બાદ અલ્લુ અર્જુન હવે બ્લોકબસ્ટર ડાયરેક્ટર એટલી (Atlee Kumar) સાથે હાથ મિલાવી રહ્યો છે. આ ફિલ્મનું સત્તાવાર ટાઈટલ 'રાકા' (Raka) જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આ પ્રોજેક્ટને 'AA22' તરીકે ઓળખવામાં આવતો હતો, પરંતુ ટાઈટલ અને પોસ્ટર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા ચારેકોર થઈ રહી છે.
રિલીઝ થયેલા પોસ્ટરમાં Allu Arjun નો લુક ઘાતક
રિલીઝ થયેલા પોસ્ટરમાં અલ્લુ અર્જુનનો લુક અત્યંત ખુંખાર અને ઘાતક લાગે છે. તેના હાથ વરુ (Wolf) જેવા પંજામાં ફેરવાયેલા દેખાય છે, જેના લાંબા અને તીક્ષ્ણ નખ કોઈ શિકારી જેવા લાગે છે. તેની આંખોમાં કાળો કાજલ અને ચહેરા પર છવાયેલું ગાંડપણ એ વાતનો પુરાવો છે કે આ ફિલ્મમાં તે અત્યાર સુધીનો સૌથી અલગ અને કદાચ નેગેટિવ છાયા ધરાવતો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ડાયરેક્ટર એટલીનું 18 વર્ષ જૂનું સપનું
આ ફિલ્મ માત્ર અલ્લુ અર્જુન માટે જ નહીં, પણ નિર્દેશક એટલી માટે પણ ખૂબ જ ખાસ છે. એટલીએ ભાવુક થઈને જણાવ્યું કે, 'રાકા'નો આઈડિયા તેમના મનમાં છેલ્લા 18 વર્ષથી હતો. તેમણે આ વાર્તાને વર્ષો સુધી સાચવી રાખી હતી અને યોગ્ય સમય તથા યોગ્ય કલાકારની રાહ જોઈ રહ્યા હતા. અલ્લુ અર્જુન સાથે આ પ્રોજેક્ટ સાકાર થવો એ એટલી માટે કોઈ સપનાથી ઓછું નથી. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પરંતુ એટલીના વિઝનનું સૌથી મોટું પ્રતિબિંબ છે.
#Raaka isn’t just a film… it’s a part of me I’ve carried for years. For 18 years, I held on to one idea, never letting it fade.
It tested me, shaped me, and stayed with me through everything. And honestly… this is just the beginning#HappyBirthdayAlluArjun sir@alluarjun… pic.twitter.com/UuKdpJRChs
— atlee (@Atlee_dir) April 8, 2026
બજેટ અને ફિલ્મ સ્ટોરી અંગેનું રહસ્ય
સૂત્રોના જણાવ્યા અનુસાર, 'રાકા' એક હાઈ-લેવલ સાયન્સ-ફિક્શન ફેન્ટેસી (Sci-Fi Fantasy) ફિલ્મ છે. તેનું અંદાજિત બજેટ ₹600 થી ₹800 કરોડ જેટલું હોવાનું કહેવાય છે, જે તેને ભારતની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક બનાવશે. ફિલ્મની સ્ટોરી પુનર્જન્મ, ટાઈમ ટ્રાવેલ (Time Travel) અથવા પેરેલલ યુનિવર્સ (Parallel Universe) પર આધારિત હોવાની ચર્ચાઓ છે. સન પિક્ચર્સ (Sun Pictures) દ્વારા નિર્મિત આ ફિલ્મમાં હોલિવૂડ કક્ષાના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) નો ઉપયોગ કરવામાં આવશે. ભારતીય સિનેમામાં ગ્લોબલ સ્ટાન્ડર્ડ સેટ કરવાના લક્ષ્ય સાથે 'રાકા' 2027ના ઉનાળામાં વિશ્વભરમાં રિલીઝ થઈ શકે છે.
આ પણ વાંચો :"વોટ જોઈએ છે? તો પહેલા પાણી આપો!"Patan ના આ ગામમાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનર


